રણ તો છે સૌનું સહિયારું – વિસ્મય લુહાર
અરધું તારું, અરધું મારું
આંખોમાં છે જે અંધારું
ભડભડ અગ્નિ બુઝાવું પણ
ભીની જ્વાળા શેં હું ઠારું ?
બાગ તમારો પોતાનો પણ
રણ તો છે સૌનું સહિયારું.
એક ગલીમાં ભરબપોરે
સૂરજ વરસાવે અંધારું !
શ્હેર થવાની સડકે દોડ્યું.
ધૂળ ધફોયું ગામ અમારું.
– વિસ્મય લુહાર
નવી જ કલ્પનસૃષ્ટિ લઈને આવેલી આ ગઝલ ધીરે ધીરે ખૂલે છે. માણસ સુખને personalize કરી શકે પણ દુ:ખ તો બધાનું universal જ રહેવાનું. આ વાતને કવિએ બહુ નજાકતથી કરી છે. સૂરજ તો ભલે ગમે તેટલો તપે, અમુક ગલીઓમાં તો કાયમ અંધારું જ રહેવાનું.
મોનલ said,
October 5, 2009 @ 11:26 PM
વાહ ધવલભાઈ! ખુબ સરસ!
રાકેશ ઠક્કર , વાપી said,
October 6, 2009 @ 12:06 AM
સરસ રચના. આ શેર તો બહુ જ ગમ્યો.
બાગ તમારો પોતાનો પણ
રણ તો છે સૌનું સહિયારું.
manharmody ('મન' પાલનપુરી) said,
October 6, 2009 @ 1:31 AM
ટૂંકી બહેરમાં સરસ નિરૂપણ.
Kirtikant Purohit said,
October 6, 2009 @ 2:46 AM
વડ તેવા ટેટા. આદરણિય શ્રી કરસનદાસભાઇના સુપુત્ર અને પોતે પણ સરસ ગઝલકાર એવા વિસ્મયભાઇને અભિનંદન. અસ્મિતાપર્વમાં મળ્યા હતા તે યાદ તાજી થઇ.
kanchankumari parmar said,
October 6, 2009 @ 3:56 AM
અંધારા ઉલે ચિ અમે અજવાળા પાથ્ રિયા ;ભાગે તમારે પુનમનો ચાદ અને આપિ અમને કાજળ ઘેરિ કાળિ કાળિ રાત……….
pragnaju said,
October 6, 2009 @ 7:16 AM
નાનપણથી કહેતી કહેતા કે
મારું તે મારું અને
તારુ મારું સહીયારું
આજે કાવ્ય સ્વરુપે માણી મઝા
ભડભડ અગ્નિ બુઝાવું પણ
ભીની જ્વાળા શેં હું ઠારું ?
બાગ તમારો પોતાનો પણ
રણ તો છે સૌનું સહિયારું.
સુંદર
શાહ પ્રવીણચંદ્ર કસ્તુરચંદ said,
October 6, 2009 @ 7:59 AM
કર son માથે ફર્યો નહીં કે અહો વિસ્મય !
કરસન લુહાર,વિસ્મય લુહાર આ આશ્ચર્ય !
Sandip said,
October 6, 2009 @ 10:54 AM
Superb !
Beautiful !
વિવેક said,
October 7, 2009 @ 2:31 AM
આખી ગઝલ સરસ થઈ છે…
બાગ તમારો પોતાનો પણ
રણ તો છે સૌનું સહિયારું.
– આ શેર તો ખૂબ જ ગમ્યો…
શ્હેર થવાની સડકે દોડ્યું.
ધૂળ ધફોયું ગામ અમારું.
– આ શેર પર સમરકંદો-બુખારા ઓવારી દેવાનું મન થાય છે…
Pinki said,
October 7, 2009 @ 5:52 AM
શ્હેર થવાની સડકે દોડ્યું.
ધૂળ ધફોયું ગામ અમારું.
ખૂબ સરસ શેર !! મસ્ત ગઝલ… !! દિલસે દિલ તક….!!
sudhir patel said,
October 7, 2009 @ 8:46 PM
સરસ મસ્ત ગઝલ!
સુધીર પટેલ.
Prabhulal Tataria"dhufari" said,
October 8, 2009 @ 1:59 PM
ભાઇશ્રી વિસ્મય લુહાર
કોઇ સારા ટાંકણાથી પણ તમારા નામ સમાણી વિસ્મયમય રચના વાંચી ખુબ જ આનંદ થયો
સદા આવા જ શિલ્પો રચતા રહો એવી અપેક્ષા સહ
આભિનંદન
sunil shah said,
October 8, 2009 @ 11:40 PM
અદભૂત…
ટૂંકી બહેરમાં મઝાનું કોતરકામ થયું છે. અભિનંદન
PRADIP SHETH BHAVNAGAR said,
October 13, 2009 @ 9:04 AM
સુંદર રચના…