વિસ્મયની મહોલાત – પ્રફુલ્લ પંડ્યા
મનની સાથે વાત કરી મેં,
પસાર આખી રાત કરી મેં.
એક નજાકત કોતરકામે-
દિલમાં દિલની ભાત કરી મેં.
શું કામ એકલવાયા ઝૂરવું,
શમણાંની બિછાત કરી મેં.
સમય બડો બલવાન નીકળ્યો,
નહીં તો નિજ પર ઘાત કરી મેં.
મોતના મરમી દૂર પ્રદેશે,
છેવટ મુલાકાત કરી મેં.
અચરજ ગુંબજ ચણવા બેઠું,
વિસ્મયની મહોલાત કરી મેં.
મેં જ વગાડ્યાં મારા ડંકા
મંદિર જેવી જાત કરી મેં.
– પ્રફુલ્લ પંડ્યા
એકલતા કોને નથી પીડતી ? અને એકલતાથી બચવું કોને નથી ગમતું? એવો કયો કવિ હશે જેણે એકલતાનાં ગીત નહીં ગાયાં હોય? પણ આ ગઝલના એકલતાવાળા શેરની ઊંચાઈ અને ઊંડાણ તો જુઓ ! શા માટે કોઈએ એકલવાયા ઝૂરવું જોઈએ ? સપનાંનો સધિયારો ન લેવો જોઈએ? પણ શું સપનાંનો સધિયારો એકલતા મિટાવે છે? કે પછી વધુ બળવત્તર કરે છે… ખેર, આ જ છે આ શેરની ખરી મજા… જે ક્ષણે કવિને એકલતા દૂર કરવાનો કીમિયો મળી ગયો છે એમ આપણને લાગે એ જ ઘડીએ આ એકલતા કદી દૂર નહીં થાય, બસ વધતી જ રહેશેનો કાંટાળો અહેસાસ પણ થાય છે…
sapana said,
October 4, 2009 @ 9:40 AM
એકલતા દૂર કરવા સપનાનો સહારો!!સરસ વાત પણ સપના તો પરપોટા જેવા! ફૂટી જવાના અને વળી પાછી એકલતા . અને સપના ક્યારેક એકલતા વધારે છે.સુંદર ગઝલ.
સપના
sudhir patel said,
October 4, 2009 @ 7:54 PM
સરસ મનહર ગઝલ!
સુધીર પટેલ.
રાકેશ ઠક્કર , વાપી said,
October 5, 2009 @ 12:24 AM
કવિનો અભિગમ સરસ છે.
શું કામ એકલવાયા ઝૂરવું,
શમણાંની બિછાત કરી મેં.
pragnaju said,
October 5, 2009 @ 2:09 AM
શું કામ એકલવાયા ઝૂરવું,
શમણાંની બિછાત કરી મેં.
વાહ,ખૂબ સુંદર
એકલતાનો સચોટ ઉપાય
ત્યારે.
શમણાંમાં તમે આવશો એવા ઉચાટમાં
ખુલ્લી રહેલી આંખની પાંપણ બિછાત છે
અને અનેક
મેં ખુલ્લી આંખો થી જોયુ એક શમણું,
શમણાંમાં જોયુ મુખ તારું નમણું,
એક પળની જિંદગીમાં, મેં જીવી લીધું ઘણું ઘણું;
જેના પૂરા થવાની શર્ત નો’તી, સાકાર થયું એ શમણું!
આજે વહેલી પરોઢે મને આવ્યું તારું શમણું,
શમણાંમાં પ્રિતમ, તનેય આવ્યું મારું શમણું,
એક્મેકને ગમતી સળીઓ શોધીએ આપણે સાથે
મનગમતા માળાનું શમણું જોયુ છે સંગાથે
આંબાનં શમણું કોણે જોયુ તે પૂછ મા
કોણે આ ડાળ વેડી? એનો જવાબ દે
શમણું તો સટ્ટ જઈ સંતાયુ રાધાનાં પાલવમાં
શમણુંતો સટ્ટ દઈ ને પકડાયું કાનાની બંસીમાં
Kirtikant Purohit said,
October 6, 2009 @ 2:41 AM
અચરજ ગુંબજ ચણવા બેઠું,
વિસ્મયની મહોલાત કરી મેં.
મેં જ વગાડ્યાં મારા ડંકા
મંદિર જેવી જાત કરી મેં.
good one.
kanchankumari parmar said,
October 6, 2009 @ 4:21 AM
વગડાનિ વચ્હે ખિલિયુ છે કાંઇ કેસુડાનુ ઝાડ;ડાળે ડાળે ઝુલે છે મારા સપનાનો દરબાર…….
misha said,
October 7, 2009 @ 3:39 AM
ekj daulat chee mari pasee maara swas jeva mara swapna.
Excellent Wordings..!!!
Pinki said,
October 7, 2009 @ 5:48 AM
વાહ…. સરસ ગઝલ.. !!
Prabhulal Tataria"dhufari" said,
October 8, 2009 @ 2:16 PM
શ્રી પ્રફ્ફુલભાઇ,
કાવ્યની મહેલાત સારી ચણી છે
અભિનંદન
littlemaster said,
October 12, 2009 @ 7:19 AM
ખુબજ સરસ મને પણ મજા આઈ………….
ડૉ.મહેશ રાવલ said,
October 18, 2009 @ 9:40 PM
ટૂંકી બહરમાં કવિએ સુક્ષ્મ,નમણી અને સાંગોપાંગ વાત વણી કવિકર્મની નજાકત જાળવી બતાવી,એ બદલ અભિનંદનના ૧૦૦% હક્કદાર બન્યા છે.
-અભિનંદન.