આંખે છવાયો કાયમી ‘આવ્યા નહીં’નો થાક!
પગને સતાવે છે હવે ‘ચાલ્યા નહીં’નો થાક!
-ડૉ.મનોજ જોશી ‘મન’

મારી ગઝલમાં – મકરંદ દવે

અનાદિ મથામણ છે મારી ગઝલમાં,
નશીલું નિવારણ છે મારી ગઝલમાં.

અનામીની થાપણ છે મારી ગઝલમાં,
અભાગીનું ખાંપણ છે મારી ગઝલમાં.

ઉઘાડા ગગનનો શિરે આશરો છે,
ને ધરતીનું ધાવણ છે મારી ગઝલમાં.

નથી જેની માસૂમ નજર નંદવાણી,
કુંવારું એ કામણ છે મારી ગઝલમાં.

તમારી જ ભીતર બિરાજે છે તેની,
ભવોની ભલામણ છે મારી ગઝલમાં.

ફરી દિલની પાંખો ફડફડશે સુણીને,
કંઈ એવું કારણ છે મારી ગઝલમાં.

– મકરંદ દવે

ગઝલના નામે કવિ પોતાની કેફિયત બખૂબી રજૂ કરે છે. પહેલા બે શેર અર્થની દ્રષ્ટિએ સૌથી ઊંડા છે – બંને પર કવિના ઊંડા તત્વચિંતનની છાપ છે. પણ મારો સૌથી પ્રિય શેર તો છેલ્લો શેર છે.

8 Comments »

  1. sapana said,

    September 27, 2009 @ 11:15 PM

    ફરી દિલની પાંખો ફડફડશે સુણીને,
    કંઈ એવું કારણ છે મારી ગઝલમાં.

    ધવલભાઈ સરસ ગઝલ લાવ્યાં.મારાં પણ ગમતા શે’ર આ છે.
    સપના

  2. sapana said,

    September 27, 2009 @ 11:16 PM

    ફરી દિલની પાંખો ફડફડશે સુણીને,
    કંઈ એવું કારણ છે મારી ગઝલમાં.
    સુંદર ગઝલ.
    સપના

  3. વિવેક said,

    September 28, 2009 @ 12:10 AM

    વાહ… નાનકડી અને મજાની ગઝલ…

  4. urvashi parekh said,

    September 28, 2009 @ 5:50 PM

    સરસ ગઝલ..
    પ્રેમ અને અધ્યાત્મ એ બન્ને અનુભવાય છે તમારી ગઝલ માં..
    સુન્દર અને સરસ રચના,
    આભાર, ધવલભાઈ.

  5. sudhir patel said,

    September 28, 2009 @ 7:11 PM

    ગઝલિયતનો અનુભવ કરાવતી સુંદર ગઝલ!
    સુધીર પટેલ.

  6. P Shah said,

    September 28, 2009 @ 10:50 PM

    સુંદર ગઝલ !

  7. pragnaju said,

    September 29, 2009 @ 12:20 AM

    મઝાની ગઝલ્
    તમારી જ ભીતર બિરાજે છે તેની,
    ભવોની ભલામણ છે મારી ગઝલમાં.

    વાહ્

  8. Kirtikant Purohit said,

    September 29, 2009 @ 6:33 AM

    સાંઇવાણી નો રણકાર દેતી ગઝલ.વાહ્.

RSS feed for comments on this post · TrackBack URI

Leave a Comment