નિત સમય જેમ ઊગતી જ રહી,
અસ્તમાં પણ ન આથમી તે ગઝલ.

એમની એ જ છે કસોટી ખરી,
દિલને લાગે જે લાજમી એ ગઝલ.

ઘાયલ

લ્યો, કાગળ આપું કોરો ! – ભગીરથ બ્રહ્મભટ્ટ

લ્યો, કાગળ આપું કોરો
સોળ વરસનો એક જ ટૌકો એમાં લથબથ દોરો !

નજર નામની સેંથી પૂરો
મૌન મઢેલા હીરા
પાંપણ ઉપર કાનો દોરો
આંસુઓમાં મીરાં!
ઝંખનજળની પાળે રહીને ઝબક જીવતર બોળો

સૂરજ ભાલે સંતાયેલો
ને પગલિયુંમાં ભોર
આછાઆછા અજવાળામાં
ઝરમર ઝાકળ દોર!
કૂંપળની ગલીગલીમાં સૌરભછોળો ઢોળો!

લ્યો કાગળ આપું કોરો.

– ભગીરથ બ્રહ્મભટ્ટ

તદ્દન નવા કલ્પનોથી સજાવેલું, એક કોરા કાગળ પર નવી ને નમણી સૃષ્ટિ સર્જવા ઉશ્કેરતું ગીત.

15 Comments »

  1. Rakesh Thakkar, Vapi said,

    September 2, 2009 @ 12:06 AM

    સરસ ગીત. સરસ કલ્પના.
    લ્યો, કાગળ આપું કોરો
    સોળ વરસનો એક જ ટૌકો એમાં લથબથ દોરો !

  2. Jayshree said,

    September 2, 2009 @ 12:37 AM

    ક્યા બાત હૈ ધવલભાઇ….
    મારી સાડા ત્રણ વર્ષની શોધ તમે આજે પૂરી કરી…!!

    ૧૨ જુન, ૨૦૦૬ એ ટહુકો શરૂ કર્યો હતો, એ આ ગીતની પ્રથમ પંક્તિ સાથે…. અને ત્યારથી આખું ગીત શોધતી હતી…!!

    ધન્ય છે આ લયસ્તરોનો ખજાનો..!!

  3. priyjan said,

    September 2, 2009 @ 1:39 AM

    ખૂબ જ સુંદર અને હળવું ગીત……..

    આ ગીત મને મારી જ રચના યાદ કરવી ગયુઃ

    “બાપુ મને આણા માં આપ જો આ પર્વતની માળ ને આ વ્રુક્ષઓ ની હાર
    મારે પાનેતર ની કોરે તમે મુકજો આ નદઑ ની ધાર”

  4. Dr Mayank Trivedi said,

    September 2, 2009 @ 2:09 AM

    Nice Poem

    — Dr Mayank Trivedi

  5. sudhir patel said,

    September 2, 2009 @ 6:47 AM

    વાહ! લયથી લથબથ મસ્ત મજાનું ગીત!
    સુધીર પટેલ.

  6. વિવેક said,

    September 2, 2009 @ 7:39 AM

    સુંદર ગીત… મજબૂત લય અને એથીય વધુ મજબૂત ભાવ… મજા મજા પડી ગઈ !!!

  7. pragnaju said,

    September 2, 2009 @ 8:38 AM

    સુંદર ગીત
    આછાઆછા અજવાળામાં
    ઝરમર ઝાકળ દોર!
    કૂંપળની ગલીગલીમાં સૌરભછોળો ઢોળો!

    લ્યો કાગળ આપું કોરો.

    વાહ્

  8. MAYANK TRIVEDI,surat said,

    September 2, 2009 @ 10:53 AM

    વાહ! ખુબ જ સરસ
    કૂંપળની ગલીગલીમાં સૌરભછોળો ઢોળો
    મજબૂત ભાવ

  9. sapana said,

    September 2, 2009 @ 11:27 AM

    ધવલભાઈ,

    સરસ ગીત લઈ આવ્યા.આભાર.
    સપના

  10. manharmody ('મન' પાલનપુરી) said,

    September 2, 2009 @ 1:33 PM

    સાદા સરળ શબ્દોમાં ભાવની ભરમાર. મઝાનું ગીત.

  11. dr, j. k. nanavati said,

    September 2, 2009 @ 2:29 PM

    કોરા કાગળની સુંદર વાત…….

    ૨૦૦૭ મા લખેલી મૌનની જબાનમા લખેલા કાગળની વાત યાદ આવી ગઈ…

    લખ્યો કાગળ મે મૌનની જબાનમાં,
    એને ઉકલી જાજે તું તારી સાનમાં….
    લખ્યો કાગળ મે મૌનની જબાનમાં…..

    સંબોધી સુરજના પહેલા કિરણોથી
    લીધાં ઉગતી ઉષાના ઓવરણા,
    જતમાં લખવાનું કે, તું ઝાકળ ભિનાશ
    તને ઝુલાવે કૂંપળના પારણા,
    પછી પંખીડા ગાય તારા કાનમાં……
    લખ્યો કાગળ મે મૌનની જબાનમાં…..

    વાવડમાં વરસાદી વાદળ બિડ્યાં ને
    બિડ્યાં યાદ કેરા કંકુ ને ચોખા,
    છતરીયે હોય છતાં ભિંજાવું હોય
    એવા મોકલું છું ઓરતા અનોખાં,
    સાવ નીતરતી રહેજે તું તાનમાં……
    લખ્યો કાગળ મે મૌનની જબાનમાં…..

    ગમતાં કેસુડા તણાં રંગ તમે પૂરજો
    ને કોરાં કાગળને ઊજાળજો,
    પરબિડીયે ચોંટાડ્યું સરનામુ ’હેત’
    એને હળવેથી હૈયે સંભાળજો,
    તારો લિખીતંગ નથી હું હવે ભાનમા…..
    લખ્યો કાગળ મે મૌનની જબાનમાં….

  12. MAYANK TRIVEDI-SURAT said,

    September 3, 2009 @ 8:43 AM

    Dr.J.K.Nananvati ને ખુબ ખુબ અભિનંદન
    વાવડમાં વરસાદી વાદળ બિડ્યાં ને
    બિડ્યાં યાદ કેરા કંકુ ને ચોખા,
    છતરીયે હોય છતાં ભિંજાવું હોય
    એવા મોકલું છું ઓરતા અનોખાં,
    સાવ નીતરતી રહેજે તું તાનમાં……
    લખ્યો કાગળ મે મૌનની જબાનમાં…..
    ભુતકાળને ભુલવૉ સહેલૉ નથી
    JUST SUPERB

  13. Pancham Shukla said,

    September 3, 2009 @ 2:25 PM

    નવા કલ્પનો, મસ્ત લયથી મઘમઘતું ગીત.

  14. bharat gohil said,

    July 12, 2011 @ 7:25 AM

    વાહ! ખુબ જ સરસ
    કાગળ પર નવી ને નમણી સૃષ્ટિ

  15. Aakash Thakkar said,

    April 12, 2020 @ 12:49 PM

    બન્ને ગીતો ગમ્યાં. સારા છે. બહુ વરસોના લાંબા સમયગાળા પછી ‘લયસ્તરો’ વાંચવાનું ફરી શરૂ કર્યુ છે.

RSS feed for comments on this post · TrackBack URI

Leave a Comment