બ્રહ્મા! ભારી ભૂલ કરી તેં સરજી નારી ઉર,
ઉરને દીધો નેહ ને વળી નેહને દીધો વ્રેહ!
-બાલમુકુંદ દવે

(કેટલી સાંજો તૂટે) – રઈશ મનીઆર

સંગેમરમરનો નહીં આજ મલાજો તૂટે
આ કલમ મૌન થશે શિલ્પ જરા જો તૂટે

રસ્મ તૂટે કે ભલે રીત રિવાજો તૂટે
તૂટે માણસ ન કદી, ચાહે સમાજો તૂટે

ચાલ એવી કોઈ સરહદમાં પ્રવેશી જઈએ
જ્યાં પ્રકાશો ન તૂટે, જ્યાં ન અવાજો તૂટે

હા, હવે બેઉને બસ એ જ ઘડીની તૃષ્ણા
તારી દિલેરી તૂટે, મારો તકાજો તૂટે.

શબ્દ બસ લાકડાની જેમ તણાઈ આવ્યા
લોહીમાં દર્દભર્યાં રોજ જહાજો તૂટે

એક માણસથી ‘રઈશ’ કેટલા શેરો નીપજે ?
એક જીવતરમાં ‘રઈશ’ કેટલી સાંજો તૂટે ?

– રઈશ મનીઆર

આજે ઓગણીસમી ઓગસ્ટે કવિ રઈશ મનીઆરને ‘લયસ્તરો’ તરફથી જન્મદિવસની હાર્દિક શુભકામનાઓ…

કવિ તૂટવાની વાત લઈને આવ્યા છે પણ એ બહાને અનુસંધાન તો જોડાવા માટેનું કે અક્ષતનું જ સાધે છે. ગમે તે તૂટે, માણસ તૂટવો ન જોઈએ. પીડા અને કવિતાનો સંબંધ ચોલી-દામનનો છે એ વાત ભલે કવિતા જન્મી એ ઘડીથી કવિઓ ગાતા આવ્યા છે પણ આ ગઝલના છેલ્લા બે શેરમાં એ જ ચર્વિતચર્વણ વાત કેવી તાજગીભરી લાગે છે ! લોહીમાં દુઃખના જહાજો તૂટે તો જ શબ્દના લાકડા તણાઈ આવી શકે છે. અને ગઝલનો મક્તા તો વેદના અને કવિતાના પરાપૂર્વના સંબંધના શિલાલેખ જેવો છે… માણસ કેટલીવાર તૂટે ? કેટલી સાંજો વેદનાસિક્ત ગાળી શકે ? કેટલા શેર લખી શકે ? કેટલા ?

20 Comments »

  1. Pinki said,

    August 19, 2009 @ 7:00 AM

    જન્મદિને હાર્દિક શુભકામનાઓ… !!

    એક માણસથી ‘રઈશ’ કેટલા શેરો નીપજે ?
    એક જીવતરમાં ‘રઈશ’ કેટલી સાંજો તૂટે ? – વાહ !!

  2. rakesh said,

    August 19, 2009 @ 7:29 AM

    wish u HAPPY BIRTH DAY !!

    રસ્મ તૂટે કે ભલે રીત રિવાજો તૂટે
    તૂટે માણસ ન કદી, ચાહે સમાજો તૂટે
    GOOD……………

  3. ધવલ said,

    August 19, 2009 @ 7:35 AM

    વર્ષગાંઠના અભિનંદન !

    છેલ્લો શેર તો અસંખ્ય વાર ટાંકવામાં આવ્યો જ છે.

  4. સુનીલ શાહ said,

    August 19, 2009 @ 8:19 AM

    રઈશભાઈને જન્મદિનની હાર્દિક શુભેચ્છાઓ.

  5. કુણાલ said,

    August 19, 2009 @ 8:40 AM

    કવિશ્રીને જન્મદિવસની ખુબ ખુબ શુભેચ્છાઓ…

    હા, હવે બેઉને બસ એ જ ઘડીની તૃષ્ણા
    તારી દિલેરી તૂટે, મારો તકાજો તૂટે.

    શબ્દ બસ લાકડાની જેમ તણાઈ આવ્યા
    લોહીમાં દર્દભર્યાં રોજ જહાજો તૂટે

    એક માણસથી ‘રઈશ’ કેટલા શેરો નીપજે ?
    એક જીવતરમાં ‘રઈશ’ કેટલી સાંજો તૂટે ?

    આ ત્રણ અશઆર ખાસ ગમ્યાં …

  6. urvashi parekh said,

    August 19, 2009 @ 8:59 AM

    જન્મદીવસ ના અભીનન્દન..
    શબ્દ બસ લાકડાની જેમ તણાઈ આવ્યા,
    લોહીમાં દર્દ ભર્યા રોજ જહાજો તુટે..
    સારુ અનુસન્ધાન છે..

  7. Dilipkumar Bhatt said,

    August 19, 2009 @ 9:48 AM

    રઈશ હોવુ એ એક લહાવો છે. મારી જન્મ દિવસનિ શુભ કામનાઓ.દુનિયા ભલે ખજાનાઓ લુન્ટે ભલે શબ્દકોશમાથી શબ્દો ખુટે પણ તમારા ખજ્નમથી ગઝલો ના ખુટે.

  8. sapana said,

    August 19, 2009 @ 10:01 AM

    રઈશભાઈને જન્મદિવસની શુભકામના!
    હા, હવે બેઉને બસ એ જ ઘડીની તૃષ્ણા
    તારી દિલેરી તૂટે, મારો તકાજો તૂટે.
    ભાવવાહી ગઝલ.બધ શે’ર સારા છે.
    સપના

  9. Ramesh Patel said,

    August 19, 2009 @ 10:49 AM

    જન્મ દિવેસે અંતરથી શુભેચ્છા.

    રઈશભાઈ તો ભાઈ રઈશ છે.
    સંધ્યા હોય કે પ્રભાત
    વહાવે સદા ભીંની ગઝલ
    એ સૌની ખ્વાહીશ છે.

    ગાતા રહો દિલથી.

    રમેશ પટેલ(આકાશદીપ)

  10. pragnaju said,

    August 19, 2009 @ 10:57 AM

    જન્મદિનની હાર્દિક શુભેચ્છાઓ.
    હા, હવે બેઉને બસ એ જ ઘડીની તૃષ્ણા
    તારી દિલેરી તૂટે, મારો તકાજો તૂટે.
    શબ્દ બસ લાકડાની જેમ તણાઈ આવ્યા
    લોહીમાં દર્દભર્યાં રોજ જહાજો તૂટે
    વાહ્

  11. jjugalkishor said,

    August 19, 2009 @ 11:49 AM

    સ્તર પર સ્તર પર સ્તર;
    શબ્દ ગઝલનો એથીયે પર !

    કોઈ કવિની શબ્દ ઉપર,
    તો કોઈ શબ્દની કવિ પર
    કેવી અસર –

    લયનાં સ્તર.

    જન્મદિન નિમિત્તે શુભેચ્છાઓ.

  12. શાહ પ્રવીણચંદ્ર કસ્તુરચંદ said,

    August 19, 2009 @ 12:09 PM

    ભલેને બીજું બધું ય સાવ છૂટે,શાહી ખૂટે,કાગળ ખૂટે;
    પ્રભુ,રઈશની આવું લખવાની ટેવ ભૂલથીયે ન છૂટે.

  13. ઊર્મિ said,

    August 19, 2009 @ 12:11 PM

    રઈશભાઈને વર્ષગાંઠની શુભેચ્છાઓ… એમની એક ખૂબ જ જાણીતી ગઝલનું પઠન એમનાં અવાજમાં ‘ગાગરમાં સાગર’ પર સાંભળો… http://urmisaagar.com/saagar/?p=3137

  14. Pancham Shukla said,

    August 19, 2009 @ 1:41 PM

    રઈશભાઈને જ્ન્મદિન મુબારક. સુંદર ગઝલ.

  15. manhar mody ('મન' પાલનપુરી) said,

    August 19, 2009 @ 1:43 PM

    રઈશ સાહેબને જન્મ દિવસની ખુબ ખુબ વધાઈઓ.

    જોરદાર વિચારો રજુ કરતી એક ઊમદા ગઝલ.

  16. કવિતા મૌર્ય said,

    August 19, 2009 @ 1:50 PM

    જન્મદિન મુબારક રઈશભાઈ.
    કવિતા મૌર્ય

  17. P Shah said,

    August 20, 2009 @ 12:24 AM

    જન્મદિનની હાર્દિક શુભેચ્છાઓ

  18. Angel dholakia said,

    August 20, 2009 @ 12:25 AM

    wish you a very happy birthday!!
    ગુજરાતિ સાહિત્ય નિ આમજ સેવા કરતા રહો……..!

  19. DR.MANOJ L. JOSHI ( JAMNAGAR ) said,

    August 20, 2009 @ 5:11 AM

    વિવેક ટેલર,રઈશ મણિયાર………સુરતને કંઠે ચમકતા બે હાર…..શતં જીવ શરદં….

  20. MAYANK TRIVEDI said,

    August 20, 2009 @ 11:58 AM

    ખુબ ખુબ શુભેચ્છાઓ
    સુરતને મળેલી ગુજરાતિ સાહિત્યની અનુપમ ભેટ

RSS feed for comments on this post · TrackBack URI

Leave a Comment