જુદાઈ – શેરકો બીકાસ (ઇરાકી કૂર્દીશ) (અનુ.:હિમાંશુ પટેલ)
જો તેઓ મારી કવિતામાંથી
ફૂલ લઈ લે
તો મારી એક ઋતુ મરી જાય.
જો તેઓ મારી પ્રિયતમા લઈ લે
તો બે મરી જાય
જો તેઓ પાંઉ લઈ લે
તો ત્રણ મરી જાય
જો તેઓ સ્વતંત્રતા લઈ લે
તો આખું વર્ષ મરી જાય
અને હું પોતે પણ મરી જાઉં.
– શેરકો બીકાસ (ઇરાકી કૂર્દીશ)
(અનુ.:હિમાંશુ પટેલ, અમેરિકા)
વિશ્વની અલગ-અલગ ભાષાઓમાં લખાતી કવિતા જે તે સંસ્કૃતિનો આયનો છે. ઇરાકી કવિની આ કવિતા વાંચીએ ત્યારે પહેલી નજરે છેતરામણી સરળ અને સહજ લાગે પણ છેલ્લી બે લીટી વાંચીએ ત્યારે સૉનેટ જેવી ચોટ અનુભવાય. કવિતામાંથી કુદરત અને સૌંદર્ય છિનવી લેવાય તો કદાચ કવિતાનો એક ભાગ મરી જાય પણ આખી કવિતા નહીં. પ્રેમ અને પ્રેમોક્તિ પણ કાઢી લેવાય તોપણ અડધી કવિતા તો જીવશે જ. ગરીબી, આજીવિકા કે મનુષ્યના અસ્તિત્વની વાતો પણ કાઢી લેવાય તોય કદાચ કવિતા સમૂચી મરી નહીં પરવારે. પણ જો અભિવ્યક્તિની સ્વતંત્રતા છિનવી લેવાય તો કવિ જાણે છે કે આ ‘જુદાઈ’ મરણતોલ છે… સ્વતંત્ર અભિવ્યક્તિ વિના કવિતા પણ શક્ય નથી અને કવિ પોતે પણ શક્ય નથી… કવિતા પૂરી થાય ત્યારે કવિતાનું શીર્ષક સાચા અર્થમાં સમજાય છે..
સાભાર સ્વીકાર: અમેરિકા સ્થિત કવિ શ્રી હિમાંશુ પટેલના સંગ્રહો: ‘એક કવિતા પર્યાપ્ત છે અસ્તિત્વ માટે’ (દુનિયાભરની ભાષાઓની કવિતાઓનો અનુવાદ), ‘કવિતા : જીવનચિત્રોનું અક્ષયપાત્ર’ (દીર્ઘ અને ટૂંકા કાવ્યો),’ બધા રંગોમાં વેદના ભરેલી છે’ (દીર્ઘકાવ્ય).
શાહ પ્રવીણચંદ્ર કસ્તુરચંદ said,
July 3, 2009 @ 4:59 AM
સ્વતંત્રતા નથી તો જીવન શું છે?
Dhaval said,
July 3, 2009 @ 10:41 AM
જો તેઓ સ્વતંત્રતા લઈ લે
તો આખું વર્ષ મરી જાય
અને હું પોતે પણ મરી જાઉં.
બહુ સરસ !
preetam lakhlani said,
July 3, 2009 @ 11:18 AM
કવિતા નથી તો કશુ નથી !…..સરસ્….સરસ્ …….
pragnaju said,
July 3, 2009 @ 11:54 AM
જો તેઓ સ્વતંત્રતા લઈ લે
તો આખું વર્ષ મરી જાય
અને હું પોતે પણ મરી જાઉં
ખૂબ સુંદર
ગુલામ ના કરીએ કોઈને,
ગમે સર્વને સ્વતંત્રતા;
બંધન તોડી દેવા સૌનાં,
યત્ન કરીએ હમેશ હા ! …
જપો જાપ માનવ સર્વે કે
વહાલી અમને સ્વતંત્રતા
mrunalini said,
July 3, 2009 @ 11:57 AM
જો તેઓ સ્વતંત્રતા લઈ લે
પણ ઈશ્વર…
મનુષ્ય કર્મ કરવા માટે સ્વતંત્ર છે. ઈશ્વર તરફથી મન, બુદ્ધિ, મગજ અને વિવેક એટલા માટે મળ્યાં છે કે એ દરેક કામ માનવતાની દ્રષ્ટિએ તપાસે, બુદ્ધિથી વિચારે, મનથી મનન કરે અને ઈન્દ્રિયો દ્વારા સંપૂર્ણ કરે. મનુષ્યનો આ જન્મસિદ્ધ અધિકાર છે. જો એ પોતાના આ અધિકારનો સદ્દ૫યોગ ના કરે તો એ પોતે ઘણું ખોવે છે અને ઈશ્વરની આજ્ઞાનું પાલન નહીં કરવા બદલ પા૫નો ભાગીદાર બને છે.
પંચમ શુક્લ said,
July 4, 2009 @ 4:50 PM
સ્વતંત્ર અભિવ્યક્તિ વિના કવિતા પણ શક્ય નથી અને કવિ પોતે પણ શક્ય નથી…..
સરસ.
mahesh dalal said,
July 8, 2009 @ 11:17 AM
બહુજ સ્ ર સ ગમિ ગૈ