વ્હાણને સહકાર વાયુનો મળે,
પણ હલેસું હાથમાં તું રાખજે.
ચિનુ મોદી ‘ઈર્શાદ’

— ની ઉક્તિ – જગદીશ જોષી

અણગમતું આયખું લઈ લ્યોને, નાથ !
           મને મનગમતી સાંજ એક આપો :
           કે ક્યારનો મૃગજળમાં ઝૂરતો તરાપો…

ખરી પડ્યાં પાંદડાંને હાથમાં લઈને
           મેં આંખોમાં રોપ્યું એક ઝાડ :
પંખીનાં લાડ કદી નીરખ્યાં નથી
           કે નથી સાંભળ્યો મેં નભમાં ઉઘાડ.
થીજેલાં જળમાં આ સૂતેલી માછલીને
           અર્જુનનો મત્સ્યવેધ આપો.

મને આપો એક સાંજ, મને આપો એક રાત
           મને આપો એક એવો આશ્લેષ –
ફરફરવા લાગે આ સાતસાત જન્મોના
           તાણીને બાંધેલા કેશ !
મારાથી સાવ મને અળગી કરીને નાથ,
           કાયમની કેદ મને આપો !

– જગદીશ જોષી

6 Comments »

  1. Anonymous said,

    March 29, 2006 @ 12:48 AM

    “થીજેલાં જળમાં આ સૂતેલી માછલીને
    અર્જુનનો મત્સ્યવેધ આપો.”

    ખૂબ સુંદર વાત….!!!

    વૈશાલી

  2. વિવેક said,

    March 29, 2006 @ 8:43 AM

    પોતાના સમીકરણથી જીવી ન શકાય એવી એક આખી જિંદગીના બદલામાં ફક્ત એક મનગમતી સાંજ માંગવામાં કવિ લાગણીની તીવ્રતાથી આપણી આરપાર કશુંક વેધી નાંખે છે- અરે! આ તો મારી જ ઈચ્છા… શું હું પણ આવું જ નથી ઈચ્છતો?

    મારું મનગમતું ગીત છે આ અને એનો અંતિમ પંક્તિ મારા હૃદયમાં જડાઈ ગઈ છે!

  3. જ્યશ્રી said,

    December 18, 2006 @ 5:17 AM

    કોઇ શબ્દો નથી મળતા આ ગીતના વખાણ કરવા માટે…
    એક એક પંક્તિ સીઘી હ્રદયના ઉંડાણ સુઘી પહોંચે છે…. વિવેકભાઇએ કહયું એમ… આરપાર કશુંક વિંધાય જાય છે… !!

  4. ઊર્મિસાગર said,

    December 18, 2006 @ 2:02 PM

    આ બધાએ કહ્યું કંઇક એવું જ કહેવું છે મારે ય…

    આ ગીતને કોઇએ સંગીતમય બનાવ્યું હોય (છે?) ને સાંભળવા મળે તો તો એની મઝા જ ઓર વધી જાય…

  5. mansi shah said,

    March 27, 2007 @ 8:15 AM

    કેટલુ સાચુ છે!
    આજ ના સમયમા આવિ એક સાન્જ માટે બધા ઝુરતા હોય છે.

  6. VKP said,

    August 8, 2008 @ 3:51 AM

    Good one..

RSS feed for comments on this post · TrackBack URI

Leave a Comment