એક પણ તૈયાર કેડી ના ગમી,
ત્યારથી યાત્રા શરૂ શાયદ થઈ.
હેમેન શાહ

(ક્યાં સંતાડું?) – વ્રજેશ મિસ્ત્રી

ક્યાં સંતાડું દરિયો? કાંઠા ક્યાં સંતાડું?
આંસુ ને આંસુના ડાઘા ક્યાં સંતાડું?

પડઘાને તો પલભરમાં ઓગાળી નાંખું,
પણ વીંઝાતા આ સન્નાટા ક્યાં સંતાડું?

સંતાડી દઉ દીકરીનાં ઝાંઝર ને કડલાં;
પણ ભીંતે આ કંકુથાપા ક્યાં સંતાડું?

લાગી છે એને પણ જાણે હવા સમયની;
રસ જીવનના ખાટા-ખાટા ક્યાં સંતાડું?

– વ્રજેશ મિસ્ત્રી

સીધેસીધી જ માણવા જેવી સરસ મજાની ગઝલ….

16 Comments »

  1. નિનાદ અધ્યારુ said,

    February 22, 2025 @ 12:20 PM

    પડઘાને તો પલભરમાં ઓગાળી નાંખું,
    પણ વીંઝાતા આ સન્નાટા ક્યાં સંતાડું?

    સંતાડી દઉ દીકરીનાં ઝાંઝર ને કડલાં;
    પણ ભીંતે આ કંકુથાપા ક્યાં સંતાડું?

    ક્યા બાત કવિ !
    અભિનંદન …

  2. લલિત ત્રિવેદી said,

    February 22, 2025 @ 12:22 PM

    સરળ બાનીમાં સરસ ગઝલ…અભિનંદન અને રાજીપો

  3. Shailesh Gadhavi said,

    February 22, 2025 @ 12:41 PM

    વાહ, સુંદર ગઝલ!

  4. Vrajesh said,

    February 22, 2025 @ 2:55 PM

    સહુ ભાવકોનો આભાર… લયસ્તરો જેવી ઉત્તમ સાહિત્યસેવાને સલામ..

  5. Ramesh Maru said,

    February 22, 2025 @ 3:22 PM

    વાહ…

  6. Premal Shah said,

    February 22, 2025 @ 6:24 PM

    મસ્ત રચના , વાહ 👌🏻

  7. Dr Margi Doshi said,

    February 22, 2025 @ 6:37 PM

    ઉમદા અને સંવેદનસભર રચના 👏👏

  8. કવિના યાદવ નકુમ said,

    February 22, 2025 @ 7:41 PM

    લાગણી સભર રચના..

  9. કવિના યાદવ નકુમ said,

    February 22, 2025 @ 7:41 PM

    હૃદય સ્પર્શી…

  10. Dhruti Modi said,

    February 23, 2025 @ 4:56 AM

    સરળ અને સીધી ગઝલ ! ૪ શેરની આ ગઝલ એક પળ માટે આપણને સ્તબ્ધ કરી દે છે.
    સંતાડી દઉં દીકરીનાં ઝાંઝરને કડલાં;
    પણ ભીંતે આ કંકુથાપા ક્યાં સંતાડું ?

    કેવી હતાશા ! 😥😥

  11. Vipul Jariwala said,

    February 26, 2025 @ 11:37 AM

    ખુબજ સરસ ગઝલ

  12. Sejal Desai said,

    February 28, 2025 @ 12:47 PM

    વીંઝાતા સન્નાટા…કયા બાત

  13. Poonam said,

    March 11, 2025 @ 12:16 PM

    લાગી છે એને પણ જાણે હવા સમયની;
    રસ જીવનના ખાટા-ખાટા ક્યાં સંતાડું? Saral 👌🏻
    – વ્રજેશ મિસ્ત્રી –

  14. Kishor Ahya said,

    March 23, 2025 @ 3:16 PM

    કવિતા જીવનમાં વ્યાપેલ ખાલીપો દર્શાવે છે પણ કારણો અંગે બધા વિકલ્પો ખુલા રાખ્યા છે ખુબજ માર્મિક અર્થ સભર કવિતા છે .એવું લાગે છે દીકરી સાસરે ગયા પછી ઘરમાં જે સન્નાટો પ્રસરે છે તેની વાત છે દરિયો એટલે વહાલ નો દરિયો અને કાંઠા એટલે દીકરીની ઉંમર વધતાં શરીર વધે ત્યારે કાઠિયાવાડી શબદ ‘કાઠું કાઢ્યું ‘ વપરાય છે તે અર્થ હોઇ શકે.

  15. વિવેક said,

    March 23, 2025 @ 7:14 PM

    @કિશોર આહિયા:
    પ્રતિભાવ પાઠવવા બદલ ખૂબ ખૂબ આભાર પરંતુ કાંઠા અને કાઠું – આ બે વચ્ચે જે અનુસ્વારનો તફાવત છે એ આપે કરેલ અર્થઘટનને ટેકો આપી શકે એમ નથી.

  16. Kishor Ahya said,

    March 24, 2025 @ 1:23 AM

    @વિવેકભાઈ, આપની ટિપ્પણી ગમી. આપનું કહેવું બરાબર છે કાઠું અને કાંઠા બંને અલગ છે જે સ્વીકારું છું. મારા મંતવ્ય પ્રમાણે કવિતામાં જે વાત છે કાંઠા ક્યાં સંતાડું તે અર્થની દૃષ્ટિએ ,કવિતાના પ્રાસ ની દૃષ્ટિએ તેમજ બહુ લાગણી ભાવ હોય ત્યાં શબ્દ બહુ વચનમાં બોલવામાં આવે છે તેમ કાઠું ને બદલે કાંઠા શબ્દનો ઉપયોગ થયો હોય એવું લાગે છે કોઈ અન્ય અર્થ , આપનું કોઈ મંતવ્ય હોય તો જાણવાની ઉત્કંઠા સ્વભાવિક છે.🌹🌹

RSS feed for comments on this post · TrackBack URI

Leave a Comment