ગઝલ – ભરત ભટ્ટ ‘પવન’
વાંચવું-લખવું અમારે નિત્યક્રમ જેવું જ છે,
એ ભજન જેવું જ છે ને એ ધરમ જેવું જ છે.
હૂંફ જો ના કોઈ આપે તો રુદન અજમાવજે,
અશ્રુ છો ખારું તો ખારું પણ ગરમ જેવું જ છે.
જોતજોતામાં પહોંચી જાય છે એ દિલ સુધી,
આંગળીની ફાંસનું વર્તન સનમ જેવું જ છે.
તું હતાશાને ત્યજીને છોડ ચિંતાઓ બધી,
હાસ્ય જે તારી કને છે શ્રેષ્ઠતમ જેવું જ છે.
શું ‘પવન’ને અવગણી સામા પ્રવાહે ચાલશો ?
એક રીતે જોઈએ તો એ અહમ્ જેવું જ છે.
– ભરત ભટ્ટ ‘પવન’
શબ્દના આરાધકને શોભે એવા મત્લા સાથે ગઝલની શરૂઆત કરી કવિ જિંદગીની નકારાત્મક અને હકારાત્મ- બંને બાજુઓને બે કાંઠાની જેમ વાપરી વચ્ચે નદીની જેમ અસ્ખલિત વહે છે. એક તરફ પ્રેમના અભાવમાં અશ્રુ જેવા અશ્રુની હૂંફ લેવા જેવો સાવ તરોતાજા અને લવચીક વિચાર છે તો બીજી તરફ હાસ્યની મૂડી પર આખી જિંદગી જીવી લેવાનો શ્રેષ્ઠતમ ઉપદેશ છે…
Pancham Shukla said,
June 12, 2009 @ 4:37 AM
વાંચવું-લખવું અમારે નિત્યક્રમ જેવું જ છે,
એ ભજન જેવું જ છે ને એ ધરમ જેવું જ છે.
મત્લા સ્વયં મહાકાવ્ય સમાન છે. એ વાંચીને જ તૃપ્ત થઈ જવાયું.
sapana said,
June 12, 2009 @ 7:19 AM
શું ‘પવન’ને અવગણી સામા પ્રવાહે ચાલશો ?
એક રીતે જોઈએ તો એ અહમ્ જેવું જ છે.
સાવ સાચી વાત કહી.
સપના
sunil shah said,
June 12, 2009 @ 7:55 AM
જોતજોતામાં પહોંચી જાય છે એ દિલ સુધી,
આંગળીની ફાંસનું વર્તન સનમ જેવું જ છે
વાહ….!
KAVI said,
June 12, 2009 @ 10:20 AM
ખરેખર મત્લા ખૂબ સરસ છે.
આમ પણ “પવન”ની ગઝલો સરસ જ હોય છે.
મને એમનો એક ખૂબ ગમતો શેરઃ
વિસ્તાર છે તમારો ઉંચા ચઢાણવાળૉ –
હું લોયના વિષયમાં નીચા દબાણવાળો
manharmody ('મન' પાલનપુરી) said,
June 12, 2009 @ 1:31 PM
ભરત ભટ્ટ ‘પવન’ ની સરસ ગઝલ ઘણા વખતે વાંચવા/ માણવા મળી.. બધા જ શેર દાદને લાયક. મઝા પડી.
– ‘મન’ પાલનપુરી
sudhir patel said,
June 12, 2009 @ 8:22 PM
ખરે જ સુંદર ગઝલ! મત્લા અને મક્તા બન્ને સરસ!
સુધીર પટેલ.
pragnaju said,
June 13, 2009 @ 12:02 AM
ખૂબ સુંદર ગઝલનો કાબિલે દાદ મત્લા
…પણ અમે તો માનીએ એક નિત્યક્રમ બનાવવાને બદલે સુખદ આશ્ચર્યજનક અનુભવ બનાવવા !!
એકધારા નિત્યક્રમ મુજબનું કામ… પરિણામ ?
…. तुमभी तो कोडींग किये जा रहे हो,
हम भी ये कोडींग किये जा रहे है,
ज़हन में …
…
Dr.Firdosh Dekhaiya said,
June 13, 2009 @ 2:30 AM
આટલી ઉમદા ગઝલ;તમને સુગમ જેવું જ છે;
શું પવન વાણી કહે!સાચે અગમ જેવું જ છે.
ખૂબસૂરત ગઝલ
Lata Hirani said,
June 13, 2009 @ 10:06 AM
સારી છે..
urvashi parekh said,
June 14, 2009 @ 8:16 PM
લખવુ વાંચવુ અને ગમતુ કરવુ એજ મોટો ધરમ છે.
સરસ..
Vijay Bhatt ( Los Angeles) said,
June 17, 2009 @ 1:30 AM
ભરત ભટ્ટ ‘પવન’ વાહ્…
ભરત ભટ્ટ ‘પવન’ એજ ભરત ભટ્ટ ‘તરલ’ ?