જીવની સન્મુખ મેં સ્થાપી દીધો,
મેં તને સાષ્ટાંગ આલાપી દીધો
મિત્રદક્ષિણામાં જમણા હાથનો-
અંગૂઠો કાપી તને આપી દીધો.
રમેશ પારેખ

હસતો રહ્યો – જમિયત પંડ્યા

જીત પર હસતો રહ્યો ને હાર પર હસતો રહ્યો,
ફૂલની શૈયા ગણી અંગાર પર હસતો રહ્યો.

ઓ મુસીબત ! એટલી ઝિંદાદિલીને દાદ દે :
તેં ધરી તલવાર, તો હું ધાર પર હસતો રહ્યો !

કોઈના ઈકરાર ને ઈન્કાર પર હસતો રહ્યો,
જે મળ્યો આધાર એ આધાર પર હસતો રહ્યો.

કોઈની મહેફિલ મહીં, થોડા ખુશામદખોરમાં
ના સ્વીકાર્યું સ્થાન, ને પગથાર પર હસતો રહ્યો.

ફૂલ આપ્યાં ને મળ્યા પથ્થર કદી, તેનેય પણ
પ્રેમથી પારસ ગણી દાતાર પર હસતો રહ્યો.

જીવતો દાટી કબરમાં એ પછી રડતાં રહ્યાં;
હું કબરમાં પણ, કરેલા પ્યાર પર હસતો રહ્યો.

નાવ જે મઝધાર પર છોડી મને ચાલી ગઈ-
એ કિનારે જઈ ડૂબી, હું ધાર પર હસતો રહ્યો.

ભોમિયાને પારકો આધાર લેતો જોઈને,
દૂર જઈ એ પાંગળી વણઝાર પર હસતો રહ્યો.

– જમિયત પંડ્યા

વાંચતા વેંત જ પાનો ચડી આવે એવી આ ખુમારીથી નિતરતી આ ગઝલના પહેલા બે શેર વારંવાર મુક્તક તરીકે ટંકાતા જોવા મળે છે.

10 Comments »

  1. sudhir patel said,

    June 3, 2009 @ 9:49 PM

    ખુમારી સભર પરંપરાગત ગઝલ માણવાની મજા પણ અનોખી છે!
    સુધીર પટેલ.

  2. વિવેક said,

    June 3, 2009 @ 11:43 PM

    સુંદર લોકપ્રિય ગઝલ…

  3. deepak said,

    June 3, 2009 @ 11:53 PM

    આ ગઝલ વાંચી ને સવાર-સવારમાં આખુ શરીર ખુમારીથી ભરી ગયુ,

    જીત પર હસતો રહ્યો ને હાર પર હસતો રહ્યો,
    ફૂલની શૈયા ગણી અંગાર પર હસતો રહ્યો.

    ઓ મુસીબત ! એટલી ઝિંદાદિલીને દાદ દે :
    તેં ધરી તલવાર, તો હું ધાર પર હસતો રહ્યો !

    વાહ, બહુ સરસ….

    અને મને હર્ષ બ્રહ્મભટ્ટની આ ખૂમારીપૂર્ણ ગઝલ પણ યાદ આવી ગઇ…

    અમે રાખમાંથીયે બેઠા થવાના,
    જલાવો તમે તોયે જીવી જવાના.

    ભલે જળ ન સીંચો તમે તે છતાંયે,
    અમે ભીંત ફાડીને ઊગી જવાના.

    ધખો તમતમારે ભલે સૂર્ય માફક,
    સમંદર ભર્યો છે, ન ખૂટી જવાના.

    ચલો હાથ સોંપો, ડરો ન લગીરે,
    તરી પણ જવાના ને તારી જવાના.

    અમે જાળ માફક ગગન આખું ઝાલ્યું,
    અમે પંખી એકે ન ચૂકી જવાના !

    સાચુ કહુ છુ.. કોઇપણ વ્યક્તિ આ બન્ને ગઝલો ને સહારે કોઇ પણ મુસીબતનો સામનો કરી શકે છે…

  4. RAMESH K. MEHTA said,

    June 4, 2009 @ 4:48 AM

    JUST SUPERB
    VERY NICE

  5. Pancham Shukla said,

    June 4, 2009 @ 4:57 AM

    અસલના જમાનાની તરત અડી
    જાય એવી ગઝલ.

  6. Jaydev Shukla said,

    June 4, 2009 @ 5:58 AM

    KHYA KHOOB….

  7. manhar m.mody('મન' પાલનપુરી) said,

    June 4, 2009 @ 8:26 AM

    જિત પર હસતો રહ્યો ને હાર પર હસતો રહ્યો
    તેં ધરી તલવાર તો હું ધાર પર હસતો રહ્યો.

    આ ગઝલ ઘણા વર્ષો પહેલાં (લગભગ ૪૦-૪૫ વર્ષ્ પાલનપુર માંે ક મુશાયરામાં જમિયત પંડ્યા સાહેબના સ્વમુખે સાંભળેલી અને ત્યાર પછી ઘણીવાર પહેલા બે શેર તો વાંચેલા પણ આખેઆખી ગઝલ આજે જ વાંચવા-માણવા મળી. મઝા આવી ગઈ.

    આભાર, ધવલભાઈ.

  8. Akbarali Narsi said,

    June 9, 2009 @ 4:55 PM

    જીવતો દાટી કબરમાં એ પછી રડતા રહ્યા
    હું કબરમાં પણ, કરેલા પ્યાર પર હસતો રહ્યો
    ધન્યવાદ

  9. Akbarali Narsi said,

    June 9, 2009 @ 5:07 PM

    મહેરબાનો
    અમોને બે જુની કવીતા વર્ષોથી વાંચવાનું બહૂ મન છે, જે નીચે મુજબછે. કોઈ પાસે હોય તો કોઈક રીતે મળશે તો ઘણો આભારી થઈશ.
    “અરર બાલુડા બાપલા અરે”
    “ઘડપણ કોણે મોકલ્યુ”

    અકબર અલી નરસી

  10. હસતો રહ્યો – જમિયત પંડ્યા ( જિગર ) | "મધુવન" said,

    May 20, 2011 @ 8:52 AM

    […] વણઝાર પર હસતો રહ્યો. શબ્દ સૌજન્ય: લયસ્તરો This entry was posted in ભજન/પદ/કાવ્ય/ગીત/ગઝલ and tagged […]

RSS feed for comments on this post · TrackBack URI

Leave a Comment