ધૂળને ઉદબોધન – રમેશ પારેખ
પુષ્પ લિપિમાં હું તારું અધિકરણ વાચું
ને મ્હેકમ્હેકમાં હું રંગીન વ્યાકરણ વાચું
અરે ઓ ધૂળ ! છે તારી નિશાળ અલગારી
રંગને, મ્હેકને, ફૂલોને હું અભણ વાચું !
– રમેશ પારેખ
પુષ્પ લિપિમાં હું તારું અધિકરણ વાચું
ને મ્હેકમ્હેકમાં હું રંગીન વ્યાકરણ વાચું
અરે ઓ ધૂળ ! છે તારી નિશાળ અલગારી
રંગને, મ્હેકને, ફૂલોને હું અભણ વાચું !
– રમેશ પારેખ
RSS feed for comments on this post · TrackBack URI
પંચમ શુક્લ said,
May 25, 2009 @ 6:11 PM
ર્.પા. જેવું જ ઊંચા ગજાનું મુકતક.
ધૂળમાં વાયુ લહેરે ખરેલા પુષ્પ – એની સુવાસ , એના રંગો બધું જ સમાઈ જાય અને ફરીથી ઉદભવે. અને એજ ધૂળ પર વતરણા ઘસીને રંગ, મ્હેક જેવી અનુભવ-ગમ્ય (અને પ્રાકૃતિક) બાબતોને કવિએ શબ્દમાં સમજવાની/ સમાવવાની/પામવાની!
મીત said,
May 25, 2009 @ 11:38 PM
હાશ તો…!ઉપરવાલા એ બધાને એટલા અભણ તો બનાવ્યા જ છે કે જેથી દરેક જણ રંગ,મ્હેંક અને ફુલોને વાંચી શકે..
ર.પા તમોને અમે ખુબ યાદ કરીએ છીએ…
-મીત
વિવેક said,
May 26, 2009 @ 12:54 AM
સુંદર મુક્તક…
mrunalini said,
May 26, 2009 @ 2:52 AM
રંગને, મ્હેકને, ફૂલોને હું અભણ વાચું !…કેવી સરસ કલ્પના…આપણે પુષ્પમા કમળ લઈએ અને ધૂળ કાદવ તો સહેજે સમજાય નિર્ધન પરિવારમાં જન્મ લીધેલ વ્યકિત મહાપુરૂષ બન્યાના ઘણા ઉદાહરણો આપણે ઈતિહાસમાં જોયા છે, તે જ રીતે કમળ પણ કાદવ-કિચડ માં ઉગે છે. તેમ છતાં દેવના શીરે ચડે છે. કમળ ભલે પંકમાં ઉગતુ હોય પરંતુ પોતાના કર્મોની સુવાસ એટલી હદે ફેલાવે છે કે તે દેવના રીતે તો સ્થાન પામે છે, તળાવ કમળ વગર નિશ્ચેતન લાગે છે. તેમજ પોતાની સુવાસ સતત ફેલાવતું રહે છે. તે જ રીતે માનવે પણ સંસાર માં રહેલા રાગ, દ્રેષ, અભિમાન, ઈર્ષ્યા વગેરે તત્વોથી પોતાની જાતને નિરપેક્ષ રાખીને કમળની જેમ સુવાસ ફેલાવતા સત્ત કર્મો કરતા રહેવું જોઈએ. જીવનમાં ઝેર રૂપી દોષો જેવું જીવન જીવવું જોઈએ. જેમ કમળ કોઈપણ દોષોની પરવા કર્યા વગર સુવાસ ફેલાવવાના પોતાના લક્ષ પ્રત્યે કટિબધ્ધ છે તે જ રીતે માણસ પણ કોઈપણ પ્રકારની મુશ્કેલીઓ, દુઃખોની પરવા કર્યા વગર માત્ર પોતાના વિકાસ પ્રત્યે જ ધ્યાન કેન્દ્રીત કરવું જોઈએ. ભગવદ ગીતામાં પણ શ્રી કૃષ્ણે કહ્યું છે કે જે માનવ મહોમાયામાં ફંસાયા વગર માત્ર બ્રહ્મને જ ધ્યાનમાં રાખીને પોતાના સતકર્મો પ્રત્યે જ લક્ષ રાખે છે તે જળમાં હોવા છતાં જળથી નિરપેક્ષ રહેતા કમળની જેમ પાપોથી મુક્ત રહે છે. કમળ હંમેશા સુર્ય તરફ પોતાની દ્રષ્ટિ રાખે છે. તળાવના પાણીમાં તેની આજુબાજુ વિચરતા જીવ-જંતુઓની તેને મન કોઈ કિંમત નથી. તે જ રીતે આપણે પણ હંમેશા ઈશ્વર તરફ દ્રષ્ટિ રાખવી જોઈએ અને મહાપુરુષોના જીવનને અનુસરવું જોઈએ. કમળ આપણી વિવિધતાસભર સંસ્કૃતિનું પણ પ્રતિક છે. આપણી સંસ્કૃતિમાં પણ અનેક પંથ જાતિ સમુદાયો કે સંપ્રદાયો આવેલા છે. આપણું ભારત વર્ષ અનેક ધર્મોનું સંગમસ્થાન છે. તે જ રીતે કમળ પણ અનેક પાંખડીઓ ધરાવે છે જેનું ઉદગમસ્થાન તો એક જ છે. ભારતીય સંસ્કૃતિમાં આટલી વૈવિધ્યતા હોવાં છતાં તે પોતાની સહિષ્ણુતા ગુમાવતી નથી તેમ અનેક જુદી જુદી પાંખડીઓનું બનેલું કમળ પોતાની સુવાસ ખોતું નથી.
કવિઓએ કમળના સૌદર્યના પણ ભરપુર વખાણ કર્યા છે. જેમ કે હ્દય કમળ, વદન કમળ, હસ્તકમળ, ચરણકમળ વગેરે આવા સુવાસિત કર્મોમાં રત કમળને એટલે જ ભગવાન વિષ્ણુએ પોતાના હાથમાં ધર્યુ છે. શ્રી બ્રહ્માએ તેને પોતાનું આસન બનાવ્યું છે, અને લક્ષ્મીજી એ પોતાનું નિવાસસ્થાન તરીકે પસંદ કર્યુ છે.
sudhir patel said,
May 27, 2009 @ 11:35 AM
ર.પા. નું સુંદર મુક્તક અને એવી જ ઊંચી ધવલભાઈની પસંદગી!
સુધીર પટેલ.
preetam lakhlani said,
May 28, 2009 @ 1:25 PM
ભાઈ ધવલ્,
રમેશ પારેખની કવિતા તો શુ દોસ્ત જો સ્વર સુન્દ્રર હોય તો તેનુ ગધય પણ ગાવુ ગમે…
બહુજ સરસ મુકતક્……..બાકી રમેશની કવિતાને અભિપ્રાયની શુ જરુર્ .?