નિર્મિશાંજલિ :૦૩: મલે નીં મલે – નિર્મિશ ઠાકર
નડીની રેલમાં ટરટું નગર મલે નીં મલે,
ફરી આ ડ્રસ્ય સ્મૃતિપટ ઉપર મલે નીં મલે.
અરે કાડવ ઠહે ટો ઉગહે એમાં બી કમર,
પછી આ માટીની ભીની અસર મલે નીં મલે.
પરિચિટોને ડઘાઈને જોઈ લેવા ડેવ,
એ કરડાં ઠોબડાં, ટ્રાંસી નજર મલે નીં મલે.
બઢા ડૂબી ગીયાં રસ્ટાઓ, બારીઓ, ભીંટો,
ટમે બી ડૂબહો પછી આ ઘર મલે નીં મલે.
ઉટરહે પૂર, પછી ફાટવાનો પ્લેગ ટરટ,
પછી કોઈને કોઈની કબર મલે નીં મલે.
ટને બી લૈ ડૂબે – એવાની આંગરી નીં પકડ,
બચી જહે ટું, ભલે હમસફર મલે નીં મલે.
વટનમાં હું મલે કે માઠું ભરી ડેઉં ‘નિમ્મેસ’?
ટને કાદવ જે મયલો, ઉમ્રભર મલે નીં મલે.
– નિર્મિશ ઠાકર
દિવંગત કવિને શબ્દસુમન અર્પવાના ઉપક્રમમાં આજે ત્રીજું અને હાલ પૂરતું આખરી સુમન. હાસ્યવ્યંગ અને પ્રતિકાવ્યો બાબતે ગુજરાતી ભાષામાં એમનો જોટો જડે એમ નથી. ગુજરાતી કવિઓને ભાગ્યે જ નસીબ થાય એવા અદકેરા કદ-કાઠીના સ્વામી નિર્મિશભાઈના વ્યંગકાવ્યો જેટલા પોંખાવા જોઈએ એટલા પોંખાયાં નહીં. કદાચ એ કારણે જ કે ગુજરાતી સાહિત્યનો હાસ્ય સાથેનો સંબંધ સદાકાળ પાણીપાતળો જ રહ્યો છે. એમાંય પ્રતિકાવ્યો તરફ તો આપણું વલણ એને ઉતરતાં ગણીને હડે-હડે કરવા જેવું જ રહ્યું છે. પ્રતિકાવ્યનું સર્જન પોતે મૂળ રચનાની ઉત્તમતા અને પ્રસિદ્ધિનો સહૃદય સ્વીકાર છે. મૂળકાવ્ય અદભુત થયું છે એટલે જ એનું પ્રતિકાવ્ય રચાયું છે. મૂળ કાવ્યની મશ્કરી કરવાનો સર્જકનો હેતુ હોતો નથી એ આપણે સહુએ સમજવા જેવું છે. આદિલ મન્સૂરીની અમર ગઝલ ‘નદીની રેતમાં રમતું નગર મળે ન મળે’નો હાથ ઝાલીને કવિએ આપણને પ્યૉર હુરટી બોલીમાં ઉમદા પ્રતિકાવ્ય આપ્યું છે, એનો આનંદ લઈએ.
નેહા પુરોહિત said,
February 24, 2024 @ 11:37 AM
આવાં કાવ્યો બહુ ઓછાં લખાયાં છે. અહીં મૂળ કવિતાની
આભા જાળવીને તળપદી બોલીમાં પ્રતિકાવ્ય મળ્યું એ બહુ
આનંદની વાત છે.
હરપાલસિંહ જાડેજા said,
February 24, 2024 @ 11:45 AM
ખૂબ સરસ
Bharati gada said,
February 24, 2024 @ 12:07 PM
ખૂબ સુંદર સુરતી ભાષામાં લખાયેલું પ્રતિકાવ્ય👌
સરસ said,
February 24, 2024 @ 1:08 PM
ખૂબ સરસ
ઉમા પરમાર said,
February 24, 2024 @ 3:01 PM
ખૂબ સરસ… અસલ હુરટી ભાષા ને એવો જ અંદાજ.
Bhavana Desai said,
February 25, 2024 @ 2:23 AM
વાહ, વાહ!
હુરટી said,
February 25, 2024 @ 10:36 AM
નિર્મીશભાઇની જ ભાષામા, ‘એમાં હું મોટી ઢાર મારી’. ‘એવુ ટો બઢ્ઢાને આવરે’. આ કટાક્ષમા નથી. માત્ર સૂરતી નમુના ખાતર લખ્યુ છે.
ઘણુ સુંદર પ્રતિકાવ્ય.
Poonam said,
March 15, 2024 @ 8:55 AM
Male Ni male. Saras !
Aaswad satya…