મિલન-પળ અધૂરી કદી આવજો ના,
કશી બેસબૂરી કદી આવજો ના.
અમર્યાદ દૂરી કે બેહદ નિકટતા,
કશું બિનજરૂરી કદી આવજો ના.
પંચમ શુક્લ

ઝૂલતો પુલ !!! – કૃષ્ણ દવે

*

અમથો નથી હું કાંઈ તૂટ્યો!
જર્જર થઈ ગ્યો’તો મારો દેહ તે છતાયે મને ટિકિટે ટિકિટે લૂંટયો.
અમથો નથી હું કાંઈ તૂટ્યો!

નહિતર આ છાતી પર રમતા ને ઝૂલતા ઈ પગલાંને મારે શું વેર?
કાટ ખાઈ-ખાઈને હું કાકલૂદી કરતો, પણ સાંભળે તો શેનું અંધેર?
ઉપરથી રંગરૂપ બદલ્યે શું થાય, જેનો ભીતરનો શ્વાસ હોય ખૂટ્યો?
અમથો નથી હું કાંઈ તૂટ્યો!

સૌને આવે છે એમ મારે પણ આવેલી પોતાની એક્સપાયરી ડેઇટ,
આજે સમજાયું, તમે કરતાં હતા ને આવા ગોઝારા દિવસનો વેઇટ?
મચ્છુના પાણીને પૂછો જરાક જીવ બધ્ધાનો કઈ રીતે છૂટ્યો?
અમથો નથી હું કાંઈ તૂટ્યો!

– કૃષ્ણ દવે

ત્રીસ ઑક્ટોબર, ૨૦૨૨ના રોજ મોરબીમાં મચ્છુ નદીની ઉપરમો ઝૂલતો પુલ તૂટી પડ્યો અને ૧૩૫ નિર્દોષ જિંદગી એમના કુટુંબીજનોની આંખમાં આંસુના ટીપાં અને દિલમાં મટી ન શકે એવો જખમ બનીને રહી ગઈ. મરામ્મતના હેતુથી બંધ કરાયેલ પુલ યોગ્ય મરામત કરાયા વગર જ ખુલ્લો મૂકી દેવાયો. પુલની ક્ષમતા સોએક લોકો જેટલી મર્યાદિત હતી, પણ ભાવવધારા સથેની ટિકિટ વહેંચતી ઓરેવા કંપનીની પુલપ્રવેશસંખ્યાનિયંત્રણ કરાવવાની કોઈ તૈયારી નહોતી. કંપનીને કેવળ આવકમાં રસ હતો. ભારત દેશમાં થાય છે, એ એ જ રીતે આ દુર્ઘટનામાં પણ કોઈનો વાળ વાંકો થવાનો નથી. કમિટિ બેસશે, તપાસ થશે, દોષિતોના નામ જાહેર થશે, શરૂમાં નાની-મોટી જેલની સજા પણ થશે, પરંતુ અંતે તમામ દોષિતો બીજો ગુનો આચરવાની રાહ જોતાં મુક્ત થઈ ફરતાં થઈ જશે. ઝૂલતા પુલ પર અમર્યાદિત સંખ્યામાં ધસારો કરનાર અને પુલને હીંચકો ગણી ઝૂલે ચડવનાર નાગરિકોનોય આમાં પૂરો વાંક ખરો જ, પણ કાયદાનું જબરદસ્તી પાલન ન કરાવો તો કાયદા ઘોળી જવું એ ભારતીયોની મૂળેથી જ ફિતરત છે.

ભીની આંખે ઝૂલતા પુલ પર થયેલી હોનારતનું આ ગીત ગણગણીએ…

*

6 Comments »

  1. Bharat S. Thakkar said,

    November 5, 2022 @ 12:40 AM

    My Engineering Analysis along with Krishna Dave’s poem. This applies to all sick bridges globally.

    Few bottom lines in terms of Morbi Fiasco:

    1. Sick bridges need to increase stiffness of materials, such as wires carrying the total load.

    2. Sick bridges need to decrease the mass including dead weights.

    3. With following correctly 1 and 2 will increase in resonance frequency that would avoid catastrophic failure. Square root of k divided by m, where k is stiffness of materials and m is tad mass of materials.

    Attachment.png

    4. We have more unknowns than the number of equations available. To solve equations we need the unknowns to reduce known parameters by making reasonable assumptions.

    5. Parallel systems approach will make the bridge in series more stronger than a series systems approach. This is to be achieved by design and not manufacturing the bridge.

    6. Design and manufacturing are not to be considered interchangeable. They are rep separate functions.

    7. Blaming manufacturing contractors are not the proper approach to deal with the tragedy.

    I think this covers the entire fiasco.

    Thx.

    Bharat.

  2. Bharat S. Thakkar said,

    November 5, 2022 @ 1:37 AM

    https://www.google.com/amp/s/indicanews.com/2022/10/31/morbi-bridge-collapse-was-a-disaster-waiting-to-happen-because-of-poor-factor-of-safety/amp/

    Review the link for proper understanding Factory of Safety plus the resonance of bridge with respect to load frequency. When both are same causes resonance and bridge experience infinity acceleration and breaks. Force = (mass) times (acceleration). If acceleration is infinity, the force is infinity. Anything in the world will fracture when two frequencies coincide.

  3. Bharat S. Thakkar said,

    November 5, 2022 @ 2:12 AM

    છેલ્લો વિચાર

    ડૂબી મરતા માણસનો
    છેલ્લો વિચાર શું હશે?

    બુઝુર્ગ હશે, આશીર્વાદ આપશે,
    જુવાન ગાળો વરસાવશે,
    પ્રેમિકા ધોધમાર અશ્રુ વહાવશે,
    પ્રેમી બહાવરો ચટકી વૈરાગી બનશે,
    બાળક તરતો તરતો કિનારે આવી
    હસતો હસતો મરશે.

    કોઈ એક પણ ડૂબે જ શું કામ?
    જાણીબુઝી કરે કૌભાંડ
    જેને વ્હાલા રામ?

    એ દેશને શું કહેવું?
    માં-ને ગાળ દેવાય?

  4. pragnajuvyas said,

    November 5, 2022 @ 2:15 AM

    ‘સૌને આવે છે એમ મારે પણ આવેલી પોતાની એક્સપાયરી ડેઇટ,
    આજે સમજાયું, તમે કરતાં હતા ને આવા ગોઝારા દિવસનો વેઇટ?
    મચ્છુના પાણીને પૂછો જરાક જીવ બધ્ધાનો કઈ રીતે છૂટ્યો?
    અમથો નથી હું કાંઈ તૂટ્યો!’
    કવિશ્રી કૃષ્ણ દવેએ કટાક્ષમાં કહેલું સત્ય વાંચતા જ કમકમા આવે છે અને ડૉ વિવેકના આસ્વાદ-
    ‘… કાયદા ઘોળી જવું એ ભારતીયોની મૂળેથી જ ફિતરત છે. અને ‘ ‘ભીની આંખે ઝૂલતા પુલ પર થયેલી હોનારતનું આ ગીત ગણગણીએ’ વાતે- હું મારી આંખોમાં આજે આંસુ નહિ, જે નિર્દોષ દેશવાસીઓના લોહીની રતાશ ભરવા માંગુ છું, ભભૂકતા ગુસ્સા સાથે ! . દરેક વખતે કઈને કોઈ આફત આવે છે, અને શું કરવું જોઇએ તેની ચર્ચાઓ થાય છે. દરેક પાસે કંઇક ને કંઇક ઉકેલ છે. બધા કોઇને કોઇ તર્ક લડાવી સવાલો પૂછે છે. પાણી ડેમને તોડીને જાણે ધસમસી રહ્યું છે. બધા જ પોતપોતાની થિયરી લઇને બેઠા છે, શું ખોટું છે, શું થવું જોઇએ. કોઈ કૃષ્ણજી જેવા કવિતા રચી નાખે છે. કોઈ શબ્દોની સામગ્રી લઇ તૂટી પડે છે. કોઈ દીવો પ્રગટાવે છે. કોઈ રેલી કાઢે છે. કોઈ કાર્યક્રમ કરે છે, કોઈ પોતે ગુમાવ્યું એ માટે રડે છે, કોઈ સહાનુભૂતિમાં રડે છે. અને ક્યાંક ફરી આવી હોનારતની વાત આવે છે! ચક્રવત પરિવર્તન્તે સુખાનિ ચ દુખાનિ ચ…..

  5. Ramesh Patel said,

    November 5, 2022 @ 2:12 PM

    મચ્છુ તારો ઝૂલતો પૂલ હીબકે રંગાયો …

    કપટી કાળ તણી કુટેવ જ દીઠી કપરી
    લખે મંગલ દિને અમંગલ વિપદ કહાણી

    મોરબી પંથકે મહેર ધરે મચ્છુ મલકાતી
    પણ અગમ ચોપાટે દીસે એ ખપ્પર ખેલી

    મચ્છુ તારો ઝૂલતો પૂલ હીબકે રંગાયો
    સવાસો વર્ષનો સંબંધ પળમાં રોળાયો

    ભૂલે માનવ , પુલની ક્ષમતા ઉમ્મર બંધન
    તંત્ર વિફળ , બે જવાબદાર અંધ શાસન

    હતા મંગલ દિવસ નૂતન વર્ષના રે મેળાના
    હાય ભાગ્ય ! કેવું પલટાયું વિરહ વેદનામાં

    તૂટ્યો પૂલ , ડૂબે બાળ , મા ને સ્વજન ગભરું
    નિષ્ઠુર કાળ, લલાટે લીપ્યું કાળું તિલક મચ્છુ

    હોસ્પિટલ , સેવાભાવી ઉર સંવેદનાથી ઊભરાતી
    ધસે બચાવવા લોક, સરકાર ને સેના દિન રાત્રિ

    રુએ સ્મશાન ઘાટ, કબરસ્તાન વેદના વિરહથી
    ન પૂરાશે આ ભારે ખોટ આયખે કોઈ કુટુમ્બથી

    રમેશ પટેલ(આકાશદીપ)

  6. Lata Hirani said,

    November 18, 2022 @ 12:29 PM

    પૂલની વ્યથા આબાદ કંડારાઈ છે…

RSS feed for comments on this post · TrackBack URI

Leave a Comment