અહીંથી ક્યાં ભાગીને જઈશું ? જ્યાં જઈશું ભાગેડુ થઈશું
મુક્તિની આશા પોકળ છે, (પણ) ચાલ, અહીંથી ભાગી છૂટીએ.
રિષભ મહેતા

બાળક યાદ કરે છે – અગ્નિશેખર (હિન્દી) (અનુ. સિતાંશુ યશશ્ચન્દ્ર)

શું થયું હતું એ બાવરી બાવરી હવામાં
આપણા પરિવારનું, બાપુ!
આખું ગામ કેવું ડરી ગયું હતું,
નદી પણ ભાગી ગઈ હતી
રામભરોસે છોડીને ચિનારનાં ઝાડને.

શેરીઓમાં હજારો કાગડાઓનું બુમરાણ મચ્યું હતું
ને આપણે હતાં
છાપરા વગરના ઘરમાં.
કોઈ વેલી પર બચેલા
લીલી દ્રાક્ષના આખરી ઝૂમખા જેવાં.

રોતી’તી મા,
રોતી’તી દાદી,
નાનકો પણ રોતો’તો,
રોતી’તી કાકી,
ને તમે હાથ જોડીને બધાંને ચૂપ રહેવા કહેતા’તા

દીવા બધા ઓલવી નખાયા હતા,
ચુપકીદી છવાઈ ગઈ હતી,
ગલીઓમાં જાણે કોઈ ખૂબ બધા ફટાકડા ફોડતું હોય
એવા અવાજો આવતા હતા, ત્યારે.

બાપુ, ગઈ કાલે “દૂરદર્શન’ પર બતાડતા હતા
કાશ્મીરને!
બરફભર્યા પહાડો, સરોવરો, ઝરણાં, લીલાંછમ મેદાનો…

ત્યારે, મને થયું, કે આપણે,
પીળાં પાંદડાં છીએ, ઝાડુના એક ઝાટકે
ઉસેટાઈ ગયેલાં,
ઠલવાયેલાં આ કૅમ્પોમાં.

બાપુ, અહીંથી પણ આપણને
ઉડાવી લઈ જશે હવા?

– અગ્નિશેખર (હિન્દી)
(અનુ. સિતાંશુ યશશ્ચન્દ્ર)

કેટલીક રચનાઓ આસ્વાદની મહોતાજ હોતી નથી. આ કવિતા શેના વિશેની છે અને શું કહી રહી છે એવું કશું અલગથી કહેવાની જરૂર જણાય છે? કવિતાના શબ્દ-શબ્દેથી જે પીડા નીંગળે છે એ આપણને ઘાયલ ન કરી જાય તો જ નવાઈ…

9 Comments »

  1. Lata Hirani said,

    March 30, 2024 @ 1:03 PM

    હલબલાવી નાખતું.
    લતા હિરાણી

  2. Khyati Thanki said,

    March 30, 2024 @ 1:06 PM

    હ્રદયને તાર તાર કરી નાખતું…

  3. Dr. Margi Doshi said,

    March 30, 2024 @ 2:28 PM

    કેટલી કરુણતા! !! શબ્દો જ નથી! 👌👌👌

  4. Arpana Gandhi said,

    March 30, 2024 @ 2:38 PM

    આજે આટલા વર્ષે પણ ઘા કેટલાં તો તાજા હશે એ પેઢીના જેમણે શૈશવમા આ ભયાનકતા જોઈ હશે.

  5. સુનીલ શાહ said,

    March 30, 2024 @ 4:17 PM

    અત્યંત વેદનાસભર..

  6. લલિત ત્રિવેદી said,

    March 30, 2024 @ 6:31 PM

    કવિને વંદન કરીએ

  7. Rinku Rathod said,

    March 30, 2024 @ 9:40 PM

    નિ : શબ્દ

  8. Rekha Sindhal said,

    April 2, 2024 @ 11:57 AM

    માણસે માણસ માટે સર્જેલી ભયાનકતા!

  9. ચેનમ શુક્લ said,

    April 6, 2024 @ 7:56 AM

    હજુય શાહમૃગનીતિ પ્રમાણે મૌન રહેલાં લોકોને નથી સમજાતું કે આ બધી પીડાઓ કેટલી ભયાનક હોય છે. સદીઓ પહેલાં રજવાડાં હતાં ત્યારે આક્રાન્તાઓની પીડા કેટલી ભયાવહ હશે એ અત્યારે જાણીજોઈને સર્જેલી આ અખૂટ પીડા જોઈને સમજાય છે.

RSS feed for comments on this post · TrackBack URI

Leave a Comment