ડૂબી જવાને માટે નીકળ્યો નથી લઈને હોડી, દરિયા, સમજી લેજે!
છિદ્ર પડેલી હોડી તરતી એ… આ મૂકી, તારાથી જે થાય કરી લે.
તેજસ દવે

…….શૂન્યતા – મનોજ ખંડેરિયા

પથરાઈ ગઈ છે આંખમાં સપનાંની શૂન્યતા
કોઈ વહી ગયું, રહી છાયાની શૂન્યતા

મૂંગો અવાજ આજ હજી કોરતો મને
પોલો બનાવી રહી મને પડઘાની શૂન્યતા

એકાંત કાળું ભીડનું વળગી ગયું મને
મારી જ સાથે આવતી રસ્તાની શૂન્યતા

પગરવની મ્હેક તો હવામાં ઓગળી ગઈ
કણસી રહી છે ધૂળમાં પગલાંની શૂન્યતા

સ્પર્શી રહી નગરનાં મકાનોની ભીંતને
જૂનાપુરાણા ધૂળિયા કિલ્લાની શૂન્યતા

– મનોજ ખંડેરિયા

મત્લાથી આગળ વધાયું જ નહીં જાણે કે મારા થી…..

5 Comments »

  1. pragnajuvyas said,

    February 2, 2022 @ 4:26 AM

    સુંદર ગઝલ.
    પ્રત્યેક શેરમાં અલગ કથની છે.
    પથરાઈ ગઈ છે આંખમાં સપનાંની શૂન્યતા
    કોઈ વહી ગયું, રહી છાયાની શૂન્યતા
    વાહ …
    મત્લાને લઈએ – ‘શૂન્યતા’ શબ્દ ખૂબ વિચારપૂર્વક પ્રયોજાયો છે.
    ઈશ્વર એટલે સંપૂર્ણતા અને તેથી શૂન્યતા ! સંપૂર્ણતા અને શૂન્યતા ભિન્ન નથી. આ એક અર્થ છે. શૂન્યતાનો બીજો અર્થ થઇ શકે ઈશ્વરને અંધતાપૂર્વક સ્થૂળ રીતે પૂજતી માનવજાતની પ્રજ્ઞા. ઈશ્વર જાણે આવા વિશાળ શૂન્યપ્રજ્ઞોના ટોળામાં સાવ એકલો પડી ગયો છે !
    બે ચીની શબ્દો છે – વૂ અને કૂંગ – જે સામાન્ય રીતે અંગ્રેજીમાં શૂન્યતા તરીકે અનુવાદિત થાય છે. ભૂતપૂર્વ – વૂ – તાઓવાદી પ્રેક્ટિસના સંદર્ભમાં, સામાન્ય રીતે શૂન્યતા હોવાનું માનવામાં આવે છે
    બાદમાં – કૂંગ – વધુ સંસ્કૃત શૂન્યાતા સમકક્ષ છે.
    બૌદ્ધવાદમાં શૂન્યાતાનું તકનિકી અર્થ કરતાં અલગ છે.મેરિડીયન સિસ્ટમ દ્વારા ક્વિ (ચી) ના પ્રવાહને સંતુલિત કરવા માટે વિવિધ પદ્ધતિઓ પૂરા પાડે છે; તાઓવાદ અને બોદ્ધ ધર્મમાં શૂન્યાતા તરીકે ઓળખવામાં આવે છે તે આનંદકારક સ્વતંત્રતાના સીધા અનુભવ માટે પ્રાયોગિક ટેકો પ્રદાન કરતી વખતે ખૂબ આગ્રહણીય છે

  2. જયેન્દ્ર ઠાકર said,

    February 2, 2022 @ 7:28 AM

    કવિ શુન્યતાના વમળમાં ડુબી ગયા છે! એના દિલને શુન્યતા કોરી ખાય છે! આ એક અશહ્ય વેદના છે! સરસ વર્ણન છે આ દશાનું!

  3. વિવેક said,

    February 2, 2022 @ 11:52 AM

    સાદ્યંત સુંદર રચના…

    પ્રજ્ઞાજુની ટિપ્પણી પણ મજાની, માહિતીસભર… આભાર

  4. લલિત ત્રિવેદી said,

    February 2, 2022 @ 9:04 PM

    સુંદર ગઝલ…. ગઝલમાં હુસને ખયાલ બખૂબી નિભાવ નાર ઋજુ કવિને વંદન

  5. kantilal sopariwala said,

    October 27, 2024 @ 6:16 PM

    મનોજભાઈ ખંડેરીયા આજે ભલે હાજર નથી પણ એમના શબ્દો ની સરવાણી આજે પણ નીર્મળ ઝરણાં ની જેમ વહ્યા કરેછે
    કે બી સોપારીવાલા

RSS feed for comments on this post · TrackBack URI

Leave a Comment