હોઠ વચ્ચે… – અશરફ ડબાવાલા
મૌન સૈકાનું પણ સમજવું છે,
હોઠ વચ્ચે ઘડીક ફરવું છે.
સૂર્ય જીતી જવાની શ્રદ્ધાથી,
કોઈ છાયાની સાથ રમવું છે.
બંધ બારીને ભીંત સમજીને,
આજ પગલાંને પાછા વળવું છે.
હસ્તરેખાનો હાથ ઝાલીને,
એક વિસ્મયને સત્ય ગણવું છે.
વિશ્વવ્યાપક્તા દૂર ફેંકી દ્યો,
બે’ક અક્ષરમાં મારે તરવું છે.
– અશરફ ડબાવાલા
ઈતિહાસ બોલતો નથી, વાંચવો પડે છે. જે રીતે બે લીટીની વચ્ચેનું લખાણ ચૂકી જવાય તો ક્યારેક આખો અવસર હાથથી નીકળી જાય એમ સદીઓના મૌન બે હોઠોની વચ્ચે વણબોલાયેલો શબ્દ સાંભળવો રહી જાય તો શું ચૂકી જવાય એનો કવિને અણસાર છે જ એટલે એ આખા સૈકાનું મૌન સાંભળવા માત્ર એકાદ ઘડી માંગે છે… કાળનો તીવ્ર વિરોધાભાસ આ શેરને ઉત્તમ કવિતાની કક્ષાએ લઈ જાય છે. વાત સો વરસની છે અને માંગણી એક પળની છે !!
બાકીના શેરમાં જાતે વિહરીશું ?
vishwadeep said,
March 27, 2009 @ 7:07 AM
વિશ્વવ્યાપક્તા દૂર ફેંકી દ્યો,
બે’ક અક્ષરમાં મારે તરવું છે.
સુંદર..ડૉ.અશરફ..
sunil shah said,
March 27, 2009 @ 8:14 AM
સરસ ગઝલ..વાંચતાંવેંત જ સ્પર્શી ગઈ.
Dilipkumar Bhatt said,
March 27, 2009 @ 9:50 AM
અમારો અશરફ એટલે અશરફ! એને અર્ધો અક્ષર મળે તો પણ તરી જવનોજ.ખુબજ મજાનુ કવ્ય છે.
P Shah said,
March 27, 2009 @ 10:41 AM
મૌન સૈકાનું પણ સમજવું છે,……
સરસ ગઝલ !
દિલથી માણી.
sapana said,
March 27, 2009 @ 11:18 AM
અશરફ્ભાઈની કવિતા ગમી.
મૌન સૈકાનું પણ સમજવુ છે,
હોંઠ વચ્ચે ઘડીક રમવુ છે.
મૌન સમજવાના પ્રય્તનો મિથ્યા ગયા,
તમારી મારી વચ્ચે અંતર વધી ગયા.
આભાર વિવેકભાઈ e mail માટે.
સપના
Dhaval said,
March 27, 2009 @ 1:29 PM
મૌન સૈકાનું પણ સમજવું છે,
હોઠ વચ્ચે ઘડીક ફરવું છે.
સરસ !
urvashi parekh said,
March 27, 2009 @ 5:01 PM
વિશ્વ વ્યાપકતા દુર ફેંકી દો.
બે એક અક્ષર માં મારે તરવુ છે.
મૌન ને સમજવુ છે.
સરસ..
Anami said,
March 27, 2009 @ 7:26 PM
ખુબ Absurd વાતો છે દરેક શેર મા….
વિરોધાભાસ નો ઉપયોગ કરીને શબ્દોની માત્ર રમત છે…..
It is just a gimick of words.
ઠીક છે… કોઇ વાત બની નહી….
Frankly it is my honest opinion
If you really find this as one of the UTTAM KAVYA… please tell us what each SHER is all about…
Sorry for my not liking such a good crafting of words as a poetry.
Pinki said,
March 28, 2009 @ 12:20 AM
ખૂબ સરસ ગઝલ………
just like the nicest abstract painting …. !!
one can define in its own way…… !!
વિવેક said,
March 28, 2009 @ 12:29 AM
પ્રિય મિત્ર અનામી,
આપ આપનું નામ જાહેર કરીને પ્રતિભાવ આપશો તોય અહીં કોઈ મારવાનું નથી… આ વેબસાઈટ આપની જ છે અને આપના માટે જ છે… આપના તમામ પ્રકારના અભિપ્રાય અમને અપેક્ષિત છે. ફૂલની સાથે કાંટા ન હોય તો બાગ ઉજ્જડ બની જાય…
કવિતાનું અને એજ રીતે તમામ પ્રકારની કળાનું એવું છે જે વસ્તુ એકને ખૂબ ગમી જાય એ બીજાને ન પણ ગમે. એક ચિત્રમાં કોઈને જીવનનો અર્થ દેખાય તો બીજાને એ બકવાસ પણ લાગે… બેમાંથી કોઈનો મત આખરી નથી હોતો કેમકે બંનેનું સત્ય પોતપોતાની રીતે યોગ્ય જ હોય છે…
આ ગઝલમાં મને જે દેખાયું એ આપને ન દેખાય એ આપની અભિરૂચિને આધારિત હોઈ શકે. જે મારું સત્ય છે, એ મારું છે અને જે તમારું સત્ય છે એ તમારું છે… બેમાંથી કોઈ સત્ય સનાતન નથી…
હું કવિતા વાંચું છું ત્યારે કવિના નામ પ્રમાણે અભિપ્રાય બાંધતો નથી…
KINJAL said,
March 28, 2009 @ 12:38 AM
THANKS VERY MUCH TO REMIAN ME
ખુબ જ સરસ
Hemant said,
March 28, 2009 @ 5:48 AM
કાવ્યની સાથે સાથે વિવેકભાઈની નમ્રનાપૂર્ણ માર્મિક છટા પણ સ્પર્શી ગઈ.
Anami said,
March 28, 2009 @ 9:02 PM
પ્રિય મિત્ર વિવેક ભાઇ,
મઔ નામ નયન મણિલાલ શાહ્. ‘ અનામી’. મુળ ગામ પેટલાદ્ હાલ અમદાવાદની એક શાળામા ગુજ્રરાતી નો શિક્ષક્. એમ એ. એમ ફિલ ગુજરાતી. ગુજ્રરાત્ યુનિ.
ગઝ્લ ના દરેક શેર – એક માળામા જેમ દોર હોય તેમ એક સાતત્યથી જોડાયેલ હોવા જરુરી છે.
માત્ર સારા લાગે એવા સુવાક્યો ને રદિફ કાફિયા મા ઢળવાથી થોડાક્ શેર જ્રુરર્ બને ઍ પણ ગઝલ નથી બનતી.
ચાલો આ બે શેર લઇએ. બન્ને શેર સારા છે. પણ્ ગઝ્લ ના શરુઆતમા બનાવેલ મિજાજ ને અનુરુપ નથી. ( consistency of feel is missing. They are good by itself, but in the context of the Gazal, they do not go together in the same gazal)
વિશ્વવ્યાપક્તા દૂર ફેંકી દ્યો,
બે’ક અક્ષરમાં મારે તરવું છે.
બંધ બારીને ભીંત સમજીને,
આજ પગલાંને પાછા વળવું છે.
આ બન્ને શેર જુદિ જુદિ લાગણી ઓ લઇ ને આવે છે. તેથી મે લખ્યુ કે
“કોઇ વાત બની નહી….”
હુ માફી માગુ છુ કે મે મારો અભિપ્રાય -થોડૉ ક્ડક શબ્દોમા રજુ ક્ર્યો.
સાહિત્યમા frank opinion and feelings expression વિવેચન મા પણ જ્રુરુરી છે.
નયન – ‘અનામી’
આપ આપનું નામ જાહેર કરીને પ્રતિભાવ આપશો તોય અહીં કોઈ મારવાનું નથી… આ વેબસાઈટ આપની જ છે અને આપના માટે જ છે… આપના તમામ પ્રકારના અભિપ્રાય અમને અપેક્ષિત છે. ફૂલની સાથે કાંટા ન હોય તો બાગ ઉજ્જડ બની જાય…
કવિતાનું અને એજ રીતે તમામ પ્રકારની કળાનું એવું જે વસ્તુ એકને ખૂબ ગમી જાય એ બીજાને ન પણ ગમે. એક ચિત્રમાં કોઈને જીવનનો અર્થ દેખાય તો બીજાને એ બકવાસ પણ લાગે… બેમાંથી કોઈનો મત આખરી નથી હોતો કેમકે બંનેનું સત્ય પોતપોતાની રીતે યોગ્ય જ હોય છે…
આ ગઝલમાં મને જે દેખાયું એ આપને ન દેખાય એ આપની અભિરૂચિને આધારિત હોઈ શકે. જે મારું સત્ય છે, એ મારું છે અને જે તમારું સત્ય છે એ તમારું છે… બેમાંથી કોઈ સત્ય સનાતન નથી…
હું કવિતા વાંચું છું ત્યારે કવિના નામ પ્રમાણે અભિપ્રાય બાંધતો નથી…
વિવેક said,
March 29, 2009 @ 1:03 AM
પ્રિય નયનભાઈ,
આપની નિખાલસતા બદલ આભાર… આ સાઈટ મેં કહ્યું એ પ્રમાણે મૂળભૂતરીતે વાચકમિત્રોની પોતાની સાઈટ છે એટલે આપે માફી માંગવાની હોય જ નહીં… આપના પ્રતિભાવ હજી વધારે કઠોર કે કઠોરતમ હોય તો પણ એ ખુલ્લા દિલે સદૈવ આવકાર્ય જ છે, માત્ર વાચક પોતાનું નામ લખીને ચર્ચા કરે એટલું જ અમને અપેક્ષિત છે.
ગઝલમાં એકસૂત્રતા હોય તો ગઝલનો રંગ વધુ સુંદર લાગે એ આપની વાત સાથે હું સહમત છું પણ ગઝલના મૂળ બંધારણમાં બે શેર વચ્ચે સૂક્ષ્મ સેતુ હોવો આવકાર્ય નથી… ગઝલના બે શેર તદ્દન અલગ મિજાજના પણ હોઈ શકે….
નિખાલસ અભિપ્રાય અને અંગત અનુભૂતિની અભિવ્યક્તિનું સ્વાતંત્ર્ય આ ફોરમમાં હંમેશા સ્વીકાર્ય હતું, છે અને રહેશે…
હું કવિતા વાંચું છું ત્યારે કવિના નામ પ્રમાણે અભિપ્રાય બાંધતો નથી… અને અભિપ્રાય વાંચું છું ત્યારે બધા જ બારી-બારણાં ખુલ્લા રાખવામાં માનું છું…
preetam lakhlani said,
March 29, 2009 @ 10:03 AM
પ્રિય વિવેકભાઈ તેમજ નયનભાઈ, તમારા બનેના નિખાલસ અભિપ્રાય બદલ તમને પ્રિતમ લખલાણીના લાખ લાખ સલામ્, બાકી બે ચાર વેબ પર તમે શાચુ લખો અટ્લે આલતુ ફાલ્તુ જેને કવિતા શાથે કઈ લેવા દેવા નથી ઍ લોક પણ આલતુ ફાલ્તુ નામે લખવા લાગે છે…..મને ગુજરાતી મા લખવાની તકલીફ પડે છે પણ મજા આવે છે……..આ વખતે બને મિત્રોના અભિપ્રય વાચી આનદ થયો…..તમને બનેને અભિનદન્…..
Nayan Shah - 'Anami' said,
March 29, 2009 @ 3:38 PM
વાહ્.. સુન્દર વાત્….વિવેક્ ભાઇ… બારી ખુલ્લી જ છે અને…વાત યાદ્ ક્રરાવવા બદલ આભાર!!
પ્રિતમ ભાઇ,
તમારુ લખેલ વાચવાની પણ્ મઝા આવે છે….
જેમ કે…
“સવારે
ફલાવર વાઝમાં
મલપતાં ફુલો જોઇને ઉત્સાહમાં
મેં
બારીના પડદા ખોલ્યો તો –
ડાળે કાંટાને વળગી એક પંતગિયું
ધ્રુસકે ધ્રુસકે રડતું હતું.”
સરસ્…!
pragnaju said,
April 2, 2009 @ 11:07 PM
વિશ્વવ્યાપક્તા દૂર ફેંકી દ્યો,
બે’ક અક્ષરમાં મારે તરવું છે.
આ પંક્તીઓ ગમી
વધુ મઝા અને દૃષ્ટિ તો નીખાલસ ચર્ચાથી આવી
બાકી અમે નાચીઝને તો આ બધાની જાણકારીથી
મઝા આવે છે