મુક્તક – મુકુલ ચોકસી
તારાથી સર્વ ત્યજી દઈને જો આવી ન શકાય,
બીજી રીતે તો મને તારો બનાવી ન શકાય;
સઢ ગમે તેટલા બાંધો તે છતાં હોડીને
એકસાથે બેઉ કાંઠે તો તરાવી ન શકાય.
– મુકુલ ચોકસી
તારાથી સર્વ ત્યજી દઈને જો આવી ન શકાય,
બીજી રીતે તો મને તારો બનાવી ન શકાય;
સઢ ગમે તેટલા બાંધો તે છતાં હોડીને
એકસાથે બેઉ કાંઠે તો તરાવી ન શકાય.
– મુકુલ ચોકસી
RSS feed for comments on this post · TrackBack URI
pragnaju said,
March 17, 2009 @ 11:30 PM
સુંદર
યાદ આવી
अच्छेद्यः अयम् अदाह्यः अयम् अक्लेद्यः अशोष्यः एव च |
नित्यः सर्वगतः स्थाणुः अचलः अयम् सनातनः || ભૌતિક દૃષ્ટિએ એ ભલે શૂન્ય હોય, પણ ચેતનાનો અનુભવ એને કારણે જ થાય છે. એની સાથે જોડાઇ જવું એ આખી સમષ્ટિ સાથે એકરૂપ થવાનો એકમાત્ર રસ્તો છે
વિવેક said,
March 17, 2009 @ 11:59 PM
સુંદર મુક્તક…
Jina said,
March 18, 2009 @ 2:06 AM
વિવેકભાઈ આપને જન્મદિવસની ખૂબ ખૂબ શુભકામનાઓ… (દેર આયે દુરુસ્ત આયે!!!)
ઊર્મિ said,
March 18, 2009 @ 7:12 AM
વાહ.. ક્યા બાત કહી…
Sapana said,
March 18, 2009 @ 11:25 AM
હકિકતનિ વાત કરી.
બે હોડીમાં પગ રાખીને દરિયા પાર ન જવાય.
કાં તો આ પાર, કાં તો પેલે પાર.
સપના
paresh said,
March 18, 2009 @ 2:15 PM
ઓ સમુદ્ર ! તારિ ગહનતાનું કોઈ તો રહસ્ય જણાવ ? ઓ મોજાઓ ! તમારી વિકરાળતાનું કોઈ તો રહસ્ય જણાવો ? ઓ કિનારાઓ ! તમારાં ઘોષનું કોઈ તો રહસ્ય જણાવો ? કિનારાઓએ મોજાઓ તરફ ઈશારો કર્યો. મોજાઓએ સમુદ્રનીં ગહનતા તરફ ઈશારો કર્યો. ગહન સમુદ્રમાં એક રુપેરી માછલી મંદમંદ સ્મિત ફરકાવતી સરકી ગઈ ને મારી માટે એક સિંપ ઊચકિને બહાર લાવી ! શું હશે આ રહસ્ય ? ધડકતા ઋદયે મેં સિંપને સહેજ ખોલિને જોઈ…બાપરે ! સિંપમાં એક સુંદર મોતિ છુપાયેલું હતું અને મોતિમાં ? આખ્ખો દરિયો ઘુઘવતો હતો !
જુઓ બ્લોગ=http://paresh08.blogspot.com/
urvashi parekh said,
March 18, 2009 @ 5:45 PM
ઘણી વખત મન હોવા છતા બન્ને બાજુ સમ્ભાળી શકાતુ નથી..
અને મન તુટતુ જાય છે.
એકદમ સાચ્ચી વાત છે.
Anami said,
March 18, 2009 @ 6:14 PM
જ્રરાક જુદિ રિતે……
સર્વ ત્યજી દઈને જો તારાથિ આવી શકાય તો?
બીજી રીતે મને તારો બનાવી શકાય તો?
સઢ ગમે તેટલા બાંધિને હોડી લઇ
એકસાથે બેઉ કાંઠે તરિ શકાય તો?
Pinki said,
March 18, 2009 @ 11:24 PM
સુંદર વાત ….
એકસાથે બેઉ કાંઠે કેમ તરાય ? આ કાંઠે કે પેલે કાંઠે ….
જો કે અનામી ભાઈ/બહેને કહી તે વાત પણ મજાની ….!!
Anami said,
March 19, 2009 @ 12:56 AM
આભાર પિન્કિ