કો’ સુનામી જેમ લો પથરાય છે,
દર્દ ઓવારા અને આરા વગર.
મીનાક્ષી ચંદારાણા

નહીં કરું – પ્રમોદ આહિરે

મારા હ્રદયમાં છે જ તું, ભટક્યા નહીં કરું;
હું મંદિરોમાં જઈને તપસ્યા નહીં કરું.

તકદીરમાં હશે તો તું મળશે જ એક’દિ,
તું જોઈએ જ એવી હું ઈચ્છા નહીં કરું.

હું આદમી છું આદમી રૂપે જ મસ્ત છું,
સૂરજ થવાને માટે સળગ્યા નહીં કરું.

-પ્રમોદ આહિરે

5 Comments »

  1. Mohammedali Wafa said,

    February 8, 2006 @ 11:48 PM

    Feedback

    2 comments has been posted.

    Mohammedali wafa @ 02/04/2006 06:41
    લદાદા લદાદા લદાદા લદાદા
    ગઝલને મળ્યાછે બળાપા બળાપા

    રદિફ કાફિયાની કેવી આ બંદિશ
    છતાં રુપ એનૂ સરાપા સરાપા

    વરસ સેંક્ડોથી લખાતી રહી છે
    છતાં એના રંગો સુહાના સુહાના

    કોઇ નવ દુલ્હનની હઠેળી એ જાણે
    રંગોની રમજ્ઝટ હિનાના હિનાના

    ઢળી ગુજ્ર્રી અંગે એની અદાઓ
    અરબ ફારસીની ઝનાના ઝનાના

    ગઝલ ને રૂબાઈ નઝમને મુસદદસ
    અને મસ્નવીના ખઝાના ખઝાના

    અરબ ફારસી ઉર્દુની સોગાત લૈને
    થયા કેવા પગરવ મઝાના મઝાના

    વફા આ ગઝલ તો હૈયાની ભાષા
    સ્રોતાઓ એના દિવાના દિવાના

  2. SV said,

    February 9, 2006 @ 7:47 AM

    “સૂરજ થવાને માટે સળગ્યા નહીં કરું.”

    Beautiful, thank you for sharing this. – SV

  3. radhika said,

    February 11, 2006 @ 2:05 AM

    મારા હ્રદયમાં છે જ તું, ભટક્યા નહીં કરું;
    હું મંદિરોમાં જઈને તપસ્યા નહીં કરું.

    ખુબ જ સુંદર વાત…

  4. ABHIJEET PANDYA said,

    September 7, 2010 @ 1:08 AM

    ગઝલ સુંદર છે. કાફીયાઓ જેવાં કે ભટક્યા, તપસ્યા, સળગ્યા વગેરેમાં અંતે “યા” આવ્તું જોવા મળે છે જ્યારે ઇચ્છામાં
    અંતે ” છા” આવતું હોવાથી કાફીયો બંધબેસતો નથી. ” ઇચ્છા ” ને બદલે ” ઇચ્છયા ” કરવાથી દોષ દુર થતો જોવા મળે
    છે.

    અિભ્જીત પંડ્યા ( ભાવનગર ).

  5. ABHIJEET PANDYA said,

    September 7, 2010 @ 1:37 AM

    સૂરજ થવાને માટે સળગ્યા નહીં કરું.

    ઉપરોક્ત પંિક્તમાં ” માટે ” અને ” સળગ્યા ” વચ્ચેનો ” લ્ ” ખુટતો જોવા મળે છે.

    સુધારો કરવા િવન્ંિત.

RSS feed for comments on this post · TrackBack URI

Leave a Comment