ગઝલ – પંકજ વખારિયા
(ખાસ લયસ્તરો માટે પંકજ વખારિયાના પોતાના અક્ષરોમાં એક અક્ષુણ્ણ ગઝલ)
*
શીખવી ગઈ કૈંક પરદાની કળા
દૃશ્યથી પર થઈને જોવાની કળા
દ્વારથી પાછા જવાનું મન થતું
એવી એની આવ કહેવાની કળા
ક્યાં હવે એ બાજુથી થઈએ પસાર ?!
યાદ ક્યાં છે રસ્તો ભૂલવાની કળા
કેટલાં દિવસે મળી બારીમાં સાંજ !
તાજી થઈ પાછી ઝૂરાપાની કળા
દોસ્ત ! તું પણ લખ ગઝલ, અઘરી નથી
આમ જોકે શ્વાસ લેવાની કળા
શબ્દની કરતાલમાં રણકી ઊઠી
જિંદગી નામે ભરોસાની કળા
એક-બે વાતો અધૂરી રાખીએ
બીજી તો કઈ પાછા મળવાની કળા
-પંકજ વખારિયા
દુલા ભાયા કાગની પંક્તિ યાદ છે?- હે જી તારા આંગણિયા પુછીને જે કોઈ આવે રે, આવકારો મીઠો આપજે રે… પણ આજે જમાનો જરા જુદો છે. આજે ‘આવ’ માંથી ‘ભાવ’ સાવ જ નીકળી ગયો છે. અપેક્ષાથી વિપરીત સૂકો અને સૂનો આવકાર મળે ત્યારે દરવાજેથી જ પાછા વળી જવાનું મન ન થાય ?
Pancham Shukla said,
May 16, 2009 @ 4:28 AM
સરસ.
દોસ્ત ! તું પણ લખ ગઝલ, અઘરી નથી
આમ જોકે શ્વાસ લેવાની કળા
Gaurang Thaker said,
May 16, 2009 @ 6:09 AM
શબ્દની કરતાલમાં રણકી ઊઠી
જિંદગી નામે ભરોસાની કળા
એક-બે વાતો અધૂરી રાખીએ
બીજી તો કઈ પાછા મળવાની કળા
વાહ્..પકજ..વાહ..તારી બહુ પહેલા સાભળેલી ગઝલ જોઇ મઝા આવી….સુદર..ગઝલ..
ધવલ said,
May 16, 2009 @ 7:04 AM
દોસ્ત ! તું પણ લખ ગઝલ, અઘરી નથી
આમ જોકે શ્વાસ લેવાની કળા
શબ્દની કરતાલમાં રણકી ઊઠી
જિંદગી નામે ભરોસાની કળા
– બહુ સરસ !
sudhir patel said,
May 16, 2009 @ 11:09 AM
સરસ ગઝલ!
સુધીર પટેલ.
P Shah said,
May 16, 2009 @ 11:15 AM
દોસ્ત ! તું પણ લખ ગઝલ, અઘરી નથી
આમ જોકે શ્વાસ લેવાની કળા…..
સુંદર ગઝલ !
sunil shah said,
May 16, 2009 @ 10:05 PM
પંકજભાઈની મઝાની ગઝલ. બે શેર વિશેષ ગમ્યા..
દ્વારથી પાછા જવાનું મન થતું
એવી એની આવ કહેવાની કળા
દોસ્ત ! તું પણ લખ ગઝલ, અઘરી નથી
આમ જોકે શ્વાસ લેવાની કળા
ઊર્મિ said,
May 16, 2009 @ 10:21 PM
દોસ્ત ! તું પણ લખ ગઝલ, અઘરી નથી
આમ જોકે શ્વાસ લેવાની કળા
અરે વાહ… આ તો મેં મારા ગુરુ-મિત્રો પાસે બહુ જ સાંભળ્યા કર્યું હતું…! 😀
સ-રસ ગઝલ… છેલ્લા ત્રણ અશઆર ખૂબ જ ગમી ગયા.
Pinki said,
May 17, 2009 @ 7:21 AM
વાહ્.. સરસ ગઝલ…..!!
રદ્દીફ પણ મજાની ….. , અને કલ્પનો પણ !!
Sandhya Bhatt said,
May 19, 2009 @ 2:33 AM
વાહ્,પંકજભાઈ, કળાના વિવિધ રુપોને જૂદી જ રીતે પ્રયોજી બતાવ્યા. સરસ ગઝલ વાંચવાનો આનંદ મળ્યો.
ajay said,
May 22, 2009 @ 7:41 AM
શીખવી ગઈ કૈંક પરદાની કળા
દૃશ્યથી પર થઈને જોવાની કળા
દ્વારે વારમ્વાર જવાનું મન થતું
એવી પન્કજ ની આવ કહેવાની કળા
કેમ નહી એ બાજુથી થઈએ પસાર ?!
ભૂલયા ક્યાં છે રસ્તો ભૂલવાની કળા
vallimohammed lakhani said,
May 22, 2009 @ 11:16 AM
રેઅલ્ય કવિ દુલહ કગ ઇસ સમ્થિન્ગ “ચિન્થરે વિન્તુ રતન થન્ક્સ ફોર પુત ઇન વેબ વે રેઅલ્લ્ય એન્જોય લખનિ
Dr.Manoj L. Joshi.(Jamnagar) said,
May 24, 2009 @ 5:32 AM
દ્રારથી પાછા જવાનું મન થતું
એવી એની આવ કહેવાની કળા.
વાહ્! પન્કજભાઈ વાહ્!!
આવકાર વિષે મારો એક શેર્….
કેવો મજાનો સાવ અલગ આવકાર છે,
અડધી ખુલેલ બારી અને બંધ દ્વાર છે.