ઊભો દ્વારે શિશુ ભોળો દયામય મંદિરે, ખોલો,
બચેલા શ્વાસની સોગાત લઈ દરવાજે ઊભો છું.
મનોજ ખંડેરિયા

અમે – જાવેદ અખ્તર, અનુ. રઇશ મનીઆર

સ્વપ્નના ગામમાં રહીને ઊછર્યા અમે
ચાળણીમાં લઈ જળ આ ચાલ્યા અમે

ફૂંકીએ છાશ કે બાળપણમાં કદી
દૂઘથી કંઇક એ રીતે દાઝ્યા અમે

ખુદના રસ્તાની અડચણ અમે ખુદ છીએ
ખુદના પગમાં થઈ છાલાં બાઝ્યાં અમે

હે જગત ! તું તો અમને ન કહેજે ખરાબ
જેમ તેં ઢાળ્યા એમ જ ઢળાયા અમે

કેમ, ક્યાં લગ અને કોને માટે છીએ
ખૂબ ગંભીર એવી સમસ્યા અમે.

– જાવેદ અખ્તર – અનુ- ડૉ રઈશ મનીઆર

ख्वाब के गाँव में पले है हम
पानी चलनी में ले चले है हम

छाछ फुके कि अपने बचपन में
दूध से किस तरह जले है हम

खुद है अपने सफ़र कि दुश्वारी
अपने पैरो के आबले है हम

तू तो मत कह हमें बुरा दुनिया
तुने ढाला है और ढले है हम

क्यों है कब तक है किसकी खातिर है
बड़े संजीदा मसले है हम

– जावेद अख्तर

કયા શેરના વખાણ કરું અને કયો છોડું !!!! એકથી એક ચડે !!!

4 Comments »

  1. pragnajuvyas said,

    August 5, 2020 @ 1:09 PM

    क्यों है कब तक है किसकी खातिर है
    बड़े संजीदा मसले है हम
    क्या बात है !

  2. Chandrashekhar Pandya said,

    August 6, 2020 @ 12:10 AM

    ભાવાનુવાદ ગમ્યો. મણિયાર સાહેબે છંદ કયો પ્રયોજયો છે એ કોઈ જાણકાર સમજાવે તો આભાર.

  3. Pravin Shah said,

    August 6, 2020 @ 1:59 AM

    મુતદારિક બહર (ગાલગા) ના ચાર આવર્તન
    ગાલગા ગાલગા ગાલગા ગાલગા

  4. Pravin Shah said,

    August 6, 2020 @ 2:03 AM

    મુતદારિક બહર (ગાલગા)
    ગાલગા ગાલગા ગાલગા ગાલગા

RSS feed for comments on this post · TrackBack URI

Leave a Comment