જે રીતે ટોચથી એકધારું પડે છે ઝરણ,
એમ મારામાં તારું સ્મરણ.
વિવેક મનહર ટેલર

વાયકા – કમલ વોરા

વા વાયો નહોતો
નળિયું ખસ્યું નહોતું
તે છતાંય કૂતરું તો ભસ્યું
એક પાછળ બીજું
બીજા ભેગાં બાર
બારમાં ભળ્યું ટોળું
ટોળું
પૂંછડાં પટપટાવતું
એક સૂરે
કંઈ ભસ્યું કંઈ ભસ્યું કંઈ ભસ્યું
અને કરડ્યું
કરડી કરડી કરડીને
ફાડી ખાધું
પીધું
રાજ કીધું

– કમલ વોરા

‘વા વાયો ને નળિયું ખસ્યું, તે દેખીને કુતરું ભસ્યું’- આ જાણીતી પંક્તિનો પ્રયોગ કરીને કવિ આપણને પાંચ વાયકાઓ આપે છે, જેમાંની પહેલી અહીં રજૂ કરી છે.

એક આખી પ્રજાતિ એવી છે, જે પોતે કશું જ વિધાયક કામ કરતી નથી, પણ જે લોકો કરતાં હોય છે એમના કામમાં વાંક કાઢવામાં ખૂબ શૂરી છે. આ કવિતા આવા ‘ભસ-બહાદુર’ કૂતરાંઓની વાત બહુ ઓછા શબ્દોમાં પણ બહુ સચોટ રીતે કરે છે. છાણમાં તલવાર મારવામાં શૂરવીર આવા લોકો કોઈ નોંધપાત્ર (દુર્)ઘટના ન બની હોવા છતાં, પોતાનો અવાજ બુલંદ કરે છે અને એમની પૂંઠે આખી પ્રજાતિ આ કામમાં સાથે જોતરાઈ જાય છે. ઘણીવાર આવી ચંડાળટોળકી એમના દુષ્કૃત્યોનો વિરોધ કરનારાઓની હાજરી ન હોવાનો ગેરલાભ લઈને સારી વસ્તુને ચૂંથી પણ ખાય છે અને ખા-પીને રાજ કરે છે…

14 Comments »

  1. સુનીલ શાહ said,

    May 29, 2020 @ 2:53 AM

    સચોટ રજૂઆત

  2. Poonam said,

    May 29, 2020 @ 3:15 AM

    …તે છતાંય કૂતરું તો ભસ્યું
    એક પાછળ બીજું…. Sataaak 👌🏻

  3. shah Raxa said,

    May 29, 2020 @ 3:16 AM

    સચોટ.

  4. VIRAL RACHH said,

    May 29, 2020 @ 3:39 AM

    Well said

  5. Dilip Chavda said,

    May 29, 2020 @ 3:48 AM

    The Poem has revealed the face of Meaningless people
    Ans Has given an invisible slap

    Like and appreciate

  6. Kajal kanjiya said,

    May 29, 2020 @ 4:00 AM

    સહી સમય પે સહી કવિતા પકડે હો

    ખરી વાત છે👌👌

  7. Firdaus Dekhaiya said,

    May 29, 2020 @ 4:36 AM

    પરફેક્ટ. એકદમ સહી.

  8. Nayan said,

    May 29, 2020 @ 5:03 AM

    Very realistic.
    Sad but true.

  9. હરિહર શુક્લ said,

    May 29, 2020 @ 5:55 AM

    વાહ
    ફાડી
    ખાધું
    પીધું
    રાજ
    કીધું
    👌👌👌

  10. હિમાંશુ દોશી said,

    May 29, 2020 @ 5:56 AM

    એકદમ સચોટ નિરુપણ

  11. Kavita shah said,

    May 29, 2020 @ 7:52 AM

    Perfect!

  12. pragnajuvyas said,

    May 29, 2020 @ 11:08 AM

    કવિશ્રી કમલ વોરાના સટિક અછાંદસ વાયકાનો ડૉ વિવેક દ્વારા સ રસ આસ્વાદ
    યાદ આવે
    ડૉ વિવેકજીના કાવ્યની પંક્તિઓ
    પછી છો લાખ મથો, જે ડૂબી ગયું એ ગયું,
    મળે છે વાયકા પણ દ્વારકા નથી મળતી.
    અને
    અમારા ડૉ ભારતીબેન રાણે ના કાવ્યની પંક્તિઓ
    પર્ણથી મોતી ખર્યાની વાયકા ફેલાઈ’તી.
    વૃક્ષને તેથી પવન સામે હજી ફરિયાદ છે.
    અને અજ્ઞાત…
    લોક વાયકા છે,જે થવાનું છે ,તે,થયા જ કરે છે
    એમ હોય ,તો પછી આ બધા ,ઉધામા,શા માટે ?

  13. Bharat Bhatt said,

    May 29, 2020 @ 2:43 PM

    કહે છેને કે ટોળાને બુદ્ધિ કે વિચારવાનો સમય નથી હોતો . તે પછી પશુ હોયકે માનવ. બધા પૂંછડી પટપટાવે . ખાય પિયે અને જેની પૂંછડી વધારે પટપટી તે રાજ કરે !!
    સુંદર સાંપ્રત કવિતા .

  14. Prahladbhai Prajapati said,

    May 29, 2020 @ 6:02 PM

    સુન્દર રજુઆત આજ્ના આ માહોલ નિ અને નેતાઓનિ કાર્ય શૈલિ વિશે

RSS feed for comments on this post · TrackBack URI

Leave a Comment