આપણો સંતત્વનો દાવો નથી,
આપણી ભૂલો બધીયે ક્ષમ્ય છે.
જાતુષ જોશી

જ્યાંથી અટક્યો શબ્દ – તુષાર શુક્લ

જ્યાંથી અટક્યો શબ્દ
સ્પર્શનું ત્યાંથી ગાયું ગીત,
હથેળીઓમાં છલકે તારી છાતીનું સંગીત.

અંતરને અંતરનો અનુભવ
સાવ અજાણ્યો લાગે
હોઠ ને કાંઠે હોઠ ટહુકતા
એવો અવસર માંગે
રણકે રણઝણ ટેરવાં આજે
શબ્દ તો સાવ સીમિત…

આંખોની ભાષાના અર્થો
આંગળીઓમાં ઉઘડે
મળવું મૂશળધાર સખી,
શું મળવું ટુકડે ટકડે?
ચાલ, ભૂલીને સઘળું,
કરીએ અનરાધારે પ્રીત….

રોમ રોમને વાચા ફૂટે
શરીરથી સાંભળીએ
આવ સખી, ઓગળીએ મળીએ
ને મળીએ ઓગળીએ
સ્મૃતિ બનીને રોજ મહેકશે
સ્પર્શ આ કાલાતીત…..

– તુષાર શુક્લ

 

સ્પર્શ-વિશ્વની સફર છે… ઘણીવાર બાળપણમાં વ્યગ્રતાના સમયે મા કશું બોલ્યા વિના માથે હાથ ફેરવતી અને સઘળું શમી જતું. પ્રેયસી,પત્ની,બાળકો,મિત્રો….તમામ સંબંધે સ્પર્શ એક પારસમણિ હોય છે….

4 Comments »

  1. હરિહર શુક્લ said,

    May 19, 2020 @ 11:28 AM

    pure physical experience 👌💐

  2. pragnajuvyas said,

    May 19, 2020 @ 12:50 PM

    કવિશ્રી તુષાર શુક્લનૂ જ્યાંથી અટક્યો શબ્દ મધુરુ ગીત
    સ્પર્શ આ કાલાતીત…..
    સ્પર્શનો જાદુ અદભુત હોય છે. કવિ મકરંદ દવે જેને ગુરુ માનતા હતા તે ગોંડલના ભગવત સાધના મંડળવાળા નાથાભાઈના હાથના સ્પર્શથી ઘણાનાં જીવનમાં પરિવર્તન આવ્યું હતું. ‘સરોદ’કવિતા લખતા હતા. તેમણે પણ ગોંડલના નાથાભાઈનો સ્પર્શ પામ્યા પછી સરસ કવિતાઓ લખી હતી. એમની સ્પર્શ પછીની પ્રથમ કવિતાની બે પંક્તિ : ‘અમથા અમથા અડયા કે અમને, રણઝણ મીણા ચઢ્યા રે લોલ’.અહી મિયામી યુનિવર્સિટીમાં તો ‘ટચ રિસર્ચ ઈન્સ્ટિટ્યૂટ’ નામની સ્પર્શની જાદુઈ અસરનું સંશોધન કરતી સંસ્થા છે. સ્પર્શ થકી શારીરિક અને સંવેદનાને કે આત્મીયતાને લગતા લાભ મળે છે. માત્ર બાળકને નહીં પણ યુવાનોથી માંડીને વૃદ્ધોને સ્પર્શની ભૂખ હોય છે.ડો. ડેનિયલ કહે છે કે તમને જે વ્યક્તિના સ્પર્શની ઝંખના હોય તે સ્પર્શ મળતાં સૌપ્રથમ તમારું મગજ ઉત્તેજીત થાય છે. કવિઓ ઉતમ રચના કરે છે!

  3. Prahladbhai Prajapati said,

    May 20, 2020 @ 9:09 AM

    nice

  4. saryu parikh said,

    May 20, 2020 @ 9:38 AM

    વાહ્! ઉત્તમ વિષય અને અનન્ય રચના.

RSS feed for comments on this post · TrackBack URI

Leave a Comment