અવતાર એળે જાય છે એ જાણવા છતાં,
ના મન મહીંથી ચપટી અહંકાર નીકળ્યો.
-સાહિલ

કોરડા વીંઝે છે સૂરજ – ચંદ્રેશ મકવાણા ‘નારાજ’

દાગ દેખાતા હતા દૂરથી દિવસના ગાલ પર,
એટલે હસતો રહ્યો અંધાર એના હાલ પર.

આપણે એથી જ એકે યુદ્ધ ના જીતી શક્યા,
કેમ કે આધાર રાખ્યો આપણે બસ ઢાલ પર.

લહેરખીની આંખમાં લુચ્ચાઈ ફૂટતી જોઈને,
પંખીએ મૂકી દીધો માળો અધૂરો કાલ પર.

નાવનો તો આમ જો કે ખાસ કંઈ વાંધો નથી,
પણ ભરોસો ના જ કરતો તું નદીની ચાલ પર.

આજ કરફ્યુગ્રસ્ત હો આખ્ખું નગર તો ના નહીં,
કોરડા વીંઝે છે સૂરજ જો હવાની ખાલ પર.

– ચંદ્રેશ મકવાણા ‘નારાજ’

યુદ્ધ જીતવાની ઇચ્છા હોય તો માત્ર બચાવપદ્ધતિ નહીં ચાલે, આક્રમક વલૈયો પણ અનિવાર્ય છે. આમ તો બધા જ શેર સરસ થયા છે પણ છેલ્લો શેર વાંચીએ તો કોરોનાના અતિક્રમણના કારણે સર્જાયેલ કર્ફ્યૂ જેવી પરિસ્થિતિ ચાક્ષુષ થયા વિના રહેતી નથી.

13 Comments »

  1. સુનીલ શાહ said,

    May 16, 2020 @ 2:48 AM

    વાહ..
    મજાની અભિવ્યક્તિ

  2. અંકુર પુનમચંદ બેંકર said,

    May 16, 2020 @ 3:00 AM

    ખૂબ સરસ ગઝલ. કવિની દરેક ગઝલ કે ગીત કાવ્યત્વ દ્રષ્ટિએ ઉત્તમ હોય છે. એમાં આ એક ગઝલ ઉમેરાઈ.

  3. Kajal kanjiya said,

    May 16, 2020 @ 3:06 AM

    વાહહહ…ખૂબ મજાની ગઝલ..છેલ્લા શેર માટે સર સાથે સહમત

  4. Jignasha said,

    May 16, 2020 @ 3:09 AM

    સુંદરતમ

  5. Jignasha said,

    May 16, 2020 @ 3:10 AM

    Very nice

  6. Jignasha Trivedi said,

    May 16, 2020 @ 3:20 AM

    ઉત્તમ ગઝલ… વાહ વાહ ને વાહ

  7. મહેન્દ્ર તુલસી said,

    May 16, 2020 @ 7:52 AM

    વાહ . . . . ખૂબ સરસ . . . અને . ચોંટદાર રજૂઆત છે .

  8. Bhavesh Patel said,

    May 16, 2020 @ 9:57 AM

    બેઠો છું હું પાનખર ના ખરડાયેલા વૃક્ષ નીચે,
    નથી રહ્યો ભરોસો હવે વસંત ના પાન પર.

  9. Ansh khimatvi said,

    May 16, 2020 @ 12:37 PM

    સરસ…ગઝલ

  10. pragnajuvyas said,

    May 16, 2020 @ 5:30 PM

    કવિશ્રી ચંદ્રેશ મકવાણા ‘નારાજ’ની મજાની ગઝલનો ડૉ વિવેકજીનો સહજ આસ્વાદ
    આપણે એથી જ એકે યુદ્ધ ના જીતી શક્યા,
    કેમ કે આધાર રાખ્યો આપણે બસ ઢાલ પર.
    સાંપ્રત સમયની સમસ્યાનુ સચોટ નિદાન
    અફલાતુન મક્તા
    અનુભવાતી વાત કદાચ દર વર્ષે આવતા વાયરસની જેમ એ કોરડા કોરોના પર પણ વીંઝવાની કુદરતની યોજના હોય !

  11. PALASH SHAH said,

    May 17, 2020 @ 7:43 AM

    સુંદર ઞઝલ.
    મજા આવી ગઈ..‌

  12. Bharat Bhatt said,

    May 17, 2020 @ 1:06 PM

    લહેરખીના રૂપમાં વહેતો પવન ક્યારે વાવાઝોડાનું રૂપ ધારણ કરે એનો અણસાર જોઈ પક્ષીએ માળો કાલ પર મૂકી દીધો . પક્ષી અને માનવીની તુલના .
    અદભુત સરખામણી . અભિનંદનને પાત્ર .

  13. Bharat Bhatt said,

    May 17, 2020 @ 2:54 PM

    કુદરત પણ મિજાજ બદલે, આજે સમગ્ર વિશ્વ એ અનુભવીરહયુંછે , ત્યારે જીવ બચાવવા કઈ ઢાલ કામ લાગશે ? આજની પરિસ્થિતિને અનુરૂપ સચોટ કાવ્ય

RSS feed for comments on this post · TrackBack URI

Leave a Comment