એવું નથી કે ભાગ્ય બસ, ભાગ્યા કરે,
એવું બને, જાણ જ ન હો પણ હો કને.
- વિવેક મનહર ટેલર

ગેબ નગારાં નોબત વાગે – રાજેન્દ્ર શુક્લ

ગેબ નગારાં નોબત વાગે,
આગે આગે ગોરખ જાગે!

એક જ પળ આ જાય ઉખળતી,
ગૂંચ ગઠી જે ધાગે ધાગે!

ગિલ્લી ગઈ ગડબડ સોંસરવી,
અબ કયું ગબડે ઠાગે ઠાગે!

જળ ભેળે જળ ભળ્યો ભેદ સબ,
કિસ બિધ ઉઠે,કિસ બિધ તાગે!

અપની ધૂણી, અપના ધૂંવા,
ના કિછુ પીછે,ના કિછુ આગે!

– રાજેન્દ્ર શુક્લ

અનંત સાગરમાં એક અનંત બિંદુ….. [ જિબ્રાન ]

2 Comments »

  1. vimala Gohil said,

    January 21, 2020 @ 2:02 PM

    “જળ ભેળે જળ ભળ્યો ભેદ સબ,
    કિસ બિધ ઉઠે,કિસ બિધ તાગે!”

  2. pragnajuvyas said,

    January 21, 2020 @ 2:13 PM

    મા.રાજેન્દ્ર શુક્લ ની ગઝલ એટલે ઉર્દૂ, ગુજરાતી અને સંસ્કૃતનો મધુર સમન્વય.સોરઠમાં જન્મેલા અને ગિરનારની ગોદમાં ઊછરેલા આ કવિના સર્જક વ્યક્તિત્વ ઘડવામાં જૂનાગઢ, ગિરનાર અને નરસિંહ મહેતા સાથેના ભાવાત્મક અનુસંધાનોનો નોંધપાત્ર ફાળો છે.
    ગેબ નગારાં નોબત વાગે,
    આગે આગે ગોરખ જાગે!
    અદભુત મત્લા
    જળ ભેળે જળ ભળ્યો ભેદ સબ,
    કિસ બિધ ઉઠે,કિસ બિધ તાગે! જળતત્વઃ આપણા ગ્રહ પર જીવન પુરૂ પાડે છે. તેના વગર, આપણે ટકી શકીએ નહી. જળતત્વનું પ્રતિનિધિત્વ સંવાદ, વિચારોની આપ-લે, ચતુરાઇ, અને સામાજીક આદાન-પ્રદાન દ્વારા થઇ શકે છે.
    અને મક્તાનો શેર
    અપની ધૂણી, અપના ધૂંવા,
    ના કિછુ પીછે,ના કિછુ આગે!
    માંહ્યલો મનમાં મુઝાય અને મનમાં મુજાય .. મન અશ્રુ બની વહી જાય છે

RSS feed for comments on this post · TrackBack URI

Leave a Comment