મહોબત છેડ એવા સૂર કે તડપી ઉઠે બેઉ
નયન દીપકને ઝંખે છે ને હૈયું મલ્હાર માગે છે
– અમર પાલનપુરી

ત્રણ પ્રતિજ્ઞાઓ – ચન્દ્રકાન્ત ટોપીવાળા

હું બુદ્ધને શરણે નહીં જાઉં
બુદ્ધ મને મારાં દુઃખોનું ભાન કરાવે છે
હું અ-બુધને શરણે જઈશ
એ મને મારા સુખનો ખ્યાલ આપશે

હું ધર્મને શરણે નહીં જાઉં
ધર્મ જાતજાતનું ભૂસું ભરી
મને ભારેખમ બનાવે છે
હું અ-ધર્મને શરણે જઈશ
એ મને હળવો ફૂલ રાખશે

હું સંઘને શરણે નહીં જાઉં
સંઘ મારી વાણીને છિનવી લેશે
હું જંગને શરણે જઈશ
જંગમાં મારું પોતાનું શસ્ત્ર, પોતાનો હોંકારો હશે.

– ચન્દ્રકાન્ત ટોપીવાળા

बुद्धं शरणं गच्छामि
धम्मं शरणं गच्छामि
संघं शरणं गच्छामि

બૌદ્ધ ધર્મના ત્રણ મુખ્ય સિદ્ધાંત. કવિ આ ત્રણ સિદ્ધાંતોની જમીન પર ઊભા રહીને આજના માનવની માનસિકતાનો યથાર્થ ચિતાર આપે છે.

2 Comments »

  1. ધવલ said,

    December 14, 2019 @ 9:46 AM

    સરસ કટાક્ષ !

  2. pragnajuvyas said,

    December 14, 2019 @ 10:31 AM

    મા વિદ્વાન ચન્દ્રકાન્ત ટોપીવાળાએ ત્રણ પ્રતિજ્ઞાઓ અછાંદસમા વક્રોક્તિ, કટાક્ષકથને કહ્યું કે હું બુદ્ધને ,ધર્મને અને સંઘને શરણે નહીં જાઉં તેનો આસ્વાદ કરાવતા ડો વિવેકે કહ્યું કે ‘આજના માનવની માનસિકતાનો યથાર્થ ચિતાર આપે છે.’ આ સમજવા પ્રયત્ન કરીએ.
    કૃષ્ણે ગીતમાં કહ્યું છે – અર્જુન તું બધા ધર્મોને છોડીને એક મારી શરણમાં આવી જા. એ પૂર્ણ નિર્દોષ શ્રદ્ધાનો યુગ હતો. મહાવીર અને બુદ્ધના સમયમાં લોકોની ચિત્ત દશા વક્ર અને જડ થઇ ચૂકી હતી. – પહેલું ચરણ છે. શરણ સ્વીકાર કરું છું એ યાત્રાનો અંત છે. અંતિમ કદમ છે. બુદ્ધિ અને તર્ક શરણ જવાના વિરોધમાં છે. શરણની સ્વીકૃતિ અહંકારની હત્યા છે. ધર્મના ક્ષેત્રમાં ચેતનાનો વિકાસ અહંકાર મુક્તિ થકી જ સંભવ છે. કૃષ્ણમૂર્તિ એટલે કહે છે કે કોઈની શરણમાં જવાની જરૂર નથી. આના કારણે અહંકારી સાધક પ્રસન્ન થાય છે બુદ્ધની પદ્માસન અને સિદ્ધાસન આકૃતિ પેરામેડિકલ છે. પિરામિડની આકૃતિ બને છે. આ આકૃતિમાં પ્રકૃતિના નિયમો છૂટી જાય છે અને પરમાત્માના નિયમો કામ કરે છે. શરત માત્ર એટલી કે આપણે પોતાનો અહંકાર વિરાટના ચરણોમાં સમર્પિત કરી શકીએ.
    ભગવાન બુધ્ધના શબ્દોમા ‘હું પણ તમારા જેવો જ હતો, અને હું જો નિર્વાણ પ્રાપ્ત કરી શકું તો તમે પણ કરી શકો.સૃષ્ટિ કામનાઓનું પરિણામ છે; શૂન્ય કામનો લય છે. સૃષ્ટિ સુખ અને દુઃખનાં બે પાટા પર ચાલતું યાન છે; શૂન્ય અનિર્વચનીય પ્રશાંત અનંત અસ્તિત્વ છે, જ્યાં સુખ અને શાંતિ પણ નથી કારણ કે ત્યાં દુઃખ અને અશાંતિ પણ નથી.એ જ શાશ્વત સત્તાને સમાધિ, નિર્વાણ, અપવર્ગ, પરમશાંતિ, મુક્તિ, આત્મદર્શન, બ્રહ્મદર્શન વગેરે નામથી જાણવામાં આવે છે.’

RSS feed for comments on this post · TrackBack URI

Leave a Comment