કરચલી પથારીની રાત આખી જાગી,
કે બટકેલી ઈચ્છાઓ પડખામાં વાગી.
વિવેક મનહર ટેલર

(એની વહુ સજાવીશ હું) – પરવીન શાકિર (અનુ.: વિવેક મનહર ટેલર)

કમાલ ધૈર્યની ખુદ પણ ચકાસી જોઈશ હું,
આ મારા હાથથી એની વહુ સજાવીશ હું.

કરીને ચાંદનીના હાથમાં એને સુપ્રત
તરત આ ઘરના તિમિરમાં જ પાછી આવીશ હું.

શરીરની તડપ એની સમજમાં નહીં આવે,
રડીશ દિલમાં, ને આંખોમાં મુસ્કુરાઈશ હું.

એ શું ગયો કે નિકટતાની સૌ મજાય ગઈ,
રિસાવું કોનાથી, કોને હવે મનાવીશ હું?

હવે તો એની કળા બીજા સાથે થઈ સંબદ્ધ,
રે! એકલામાં નઝમ કોની ગણગણાવીશ હું?

નનામા જેટલોયે નહોતો એ સંબંધ છતાં
હજીય એના ઈશારે આ શિર ઝૂકાવીશ હું.

ગુલાબ સાથે બિછાવ્યું હતું મેં મારું વજૂદ,
એ સૂઈને ઊઠે તો સ્વપ્નોની રાખ ઊઠાવીશ હું.

જો સાંભળું તો ફકત શ્વાસ ગાઢ જંગલના,
અવાજ તારો કદી પણ ન સુણવા પામીશ હું.

બહાનું શોધી રહ્યો’તો નવી મહોબ્બતનું
કહી રહ્યો’તો એ કે એને તો વિસારીશ હું.

– પરવીન શાકિર
(અનુ.: વિવેક મનહર ટેલર)

પરવીન શાકિરની એક ખૂબસુરત અને લબ્ધપ્રતિષ્ઠ રચનાનો સાછંદ પદ્યાનુવાદ.

कमाल-ए-ज़ब्त को ख़ुद भी तो आज़माऊँगी
मैं अपने हाथ से उस की दुल्हन सजाऊँगी

सुपुर्द कर के उसे चाँदनी के हाथों में
मैं अपने घर के अँधेरों को लौट आऊँगी

बदन के कर्ब को वो भी समझ न पाएगा
मैं दिल में रोऊँगी आँखों में मुस्कुराऊँगी

वो क्या गया कि रिफ़ाक़त के सारे लुत्फ़ गए
मैं किस से रूठ सकूँगी किसे मनाऊँगी

अब उस का फ़न तो किसी और से हुआ मंसूब
मैं किस की नज़्म अकेले में गुनगुनाऊँगी

वो एक रिश्ता-ए-बेनाम भी नहीं लेकिन
मैं अब भी उस के इशारों पे सर झुकाऊँगी

बिछा दिया था गुलाबों के साथ अपना वजूद
वो सो के उट्ठे तो ख़्वाबों की राख उठाऊँगी

समाअ’तों में घने जंगलों की साँसें हैं
मैं अब कभी तिरी आवाज़ सुन न पाऊँगी

जवाज़ ढूँड रहा था नई मोहब्बत का
वो कह रहा था कि मैं उस को भूल जाऊँगी

– परवीन शाकिर

19 Comments »

  1. દીપલ ઉપાધ્યાય said,

    May 5, 2018 @ 8:57 AM

    Wah sir

  2. Chetna Bhatt said,

    May 5, 2018 @ 9:16 AM

    Wahhh wah ne wah

  3. Jit Chudasama said,

    May 5, 2018 @ 9:24 AM

    સરસ અનુવાદ ! વિવેકભાઈ… અભિનંદન…

  4. કૌશિક પટેલ said,

    May 5, 2018 @ 9:28 AM

    અત્યંત સુંદર….

  5. Gaurang Thaker said,

    May 5, 2018 @ 9:35 AM

    વાહ વાહ ને વાહ.. ખૂબ જ સરસ.. અભિનંદન…

  6. Dolly said,

    May 5, 2018 @ 9:42 AM

    aha ! khub saras… daring vali gazal ane sundar anuvaad

  7. Nehal said,

    May 5, 2018 @ 10:20 AM

    વાહ! ખૂબ સુંદર!

  8. Bharati gada said,

    May 5, 2018 @ 10:42 AM

    ખૂબ સુંદર શાયરાનાની સુંદર ગઝલનો સુંદર અનુવાદ

    નનામા જેટલોયે નહોતો એ સંબંધ છતાં
    હજીય એના ઈશારે આ શિર ઝૂકાવીશ હું.

    ગુલાબ સાથે બિછાવ્યું હતું મેં મારું વજૂદ,
    એ સૂઈને ઊઠે તો સ્વપ્નોની રાખ ઊઠાવીશ હું.👌👌

  9. jay kantwala said,

    May 5, 2018 @ 11:04 AM

    વાહ…વિવેકભાઈ…. સરસ અનુવાદ🙏​👌​

  10. chetan shukla said,

    May 6, 2018 @ 6:39 AM

    સાછંદ પદ્યાનુવાદ…….બોલે તો ..ઝ્કાકાસ્સ્

  11. vimala said,

    May 6, 2018 @ 1:52 PM

    “નનામા જેટલોયે નહોતો એ સંબંધ છતાં
    હજીય એના ઈશારે આ શિર ઝૂકાવીશ હું.”
    સુંદર ગઝલનો સુંદર અનુવાદ.

  12. Shivani Shah said,

    May 7, 2018 @ 1:13 AM

  13. Shivani Shah said,

    May 7, 2018 @ 1:19 AM

    There are people in this world who feel intensly and act differently…જેને માટે આપણે કદાચ ‘અલગારી જીવો’ નું વિશેષણ વાપરીએ છીએ. સ્ટીવ જૉબ એમાંના એક હતાં. ..one who looked ahead and connected the dots…

  14. Shivani Shah said,

    May 7, 2018 @ 3:18 AM

    અદભુત અનુવાદ…
    અભિનંદન
    મૌલિક જ લાગે
    મજા આવી ગઈ

  15. ડો જિજ્ઞાસા said,

    May 7, 2018 @ 6:04 AM

    ગુલાબ સાથે બિછાવ્યું હતું મેં મારું વજૂદ,
    એ સૂઈને ઊઠે તો સ્વપ્નોની રાખ ઊઠાવીશ હું!!!
    કમાલ! હૃદયસ્પર્શી….

  16. Poonam said,

    May 7, 2018 @ 6:46 AM

    એ શું ગયો કે નિકટતાની સૌ મજાય ગઈ,
    રિસાવું કોનાથી, કોને હવે મનાવીશ હું?
    Humm…

    Saras anuvad…

  17. Shivani Shah said,

    May 7, 2018 @ 10:01 AM

    Commentsમાં બે શિવાની શાહ છે. એક 1.13 અને 1.19 વાળા અને બીજા 3.18 વાળા. બેઉના responses પણ એકદમ જુદા છે. કાવ્ય કરુણ છે જ ….

  18. Harshad said,

    May 24, 2018 @ 5:26 PM

    સુન્દર !!

  19. વિવેક said,

    May 25, 2018 @ 1:53 AM

    આભાર દોસ્તો…

RSS feed for comments on this post · TrackBack URI

Leave a Comment