ભૂરા પતંગિયા – અખિલ શાહ
હરિયો નવો નવો પતંગ ચડાવતા શીખ્યો’તો
એટલે આખો દિવસ બસ
એ અને એના પતંગ.
એના બધા પતંગ એક જ રંગના – ભૂરા.
એ વળી ચગાવતા પહેલા
એના પર જાતે ચિતરામણ કરે.
એ પહેલા આખા ફળિયામાં દોડતો બધાને કહી આવે,
‘જો જો, મારી સાથે કોઈ પેચ ના લેતા’
ને પછી પતંગ ઊંચે ને ઊંચે ચગાવે રાખે.
મોડી સાંજે
મા બૂમો પાડી બોલાવે ત્યારે
એ પતંગને જાળવીને ઊતારી લે
ને જતનથી ઘરે લઈ જાય.
એની કાળજી જોઈને લોકો હસતાં,
‘હરિયા આ પતંગ છે, પતંગિયા નથી’
ગઈકાલે એક અવળચંડાએ
ભાર દોરીએ એનો પતંગ કાપી નાખ્યો.
પોતાની અડધાથી વધારે દોરીને જતી જોઈને
પલકવાર માટે હરિયાની આંખો તગતગી ગઈ,
પણ એકેય આંસુ નીકળ્યું નહીં.
હરિયો કદી રડતો નહીં.
સૂતી વખતે હરિયાએ
મનમાં ને મનમાં
બાકી બચેલી દોરીની ગણતરી કરી.
ઝાંખા ફોટામાંની
ભૂરું ખમીસ પહેરેલી આકૃતિને
જોતા જોતા એ ગણગણ્યો,
‘પપ્પા કંઈ એટલા બધા ઉપર તો નહીં ગયા હોય’
– અખિલ શાહ
જે વાત કહેવામાં શબ્દો અને આંસુ નિષ્ફળ જાય તે વાત કહેવામાં કોઈ વાર પતંગ કામ લાગી જાય છે. નાના હાથ માટે આકાશને અડકી લેવાનો એક જ રસ્તો છે – પતંગ !
કુણાલ said,
January 15, 2009 @ 1:32 AM
સંવેદનાસભર …
નાના બાળકોનું મનઃવિશ્વ પણ ગજબનું હોય છે !!
kirankumar chauhan said,
January 15, 2009 @ 4:48 AM
akhilbhai aankho bhini thai gai. aava rhdaysparshi ane samvedanasabhar kavyo bahu ochha male chhe. thank u & dhavalbhai
વિવેક said,
January 15, 2009 @ 7:46 AM
અદભુત…. સાચે જ અદભુત… આખી કવિતામાં કવિ ક્યાંય કળાવા જ નથી દેતા કે બાળકના મનમાં શું હશે અને પછી એક જ લીટીમાં ચોટ… અને તે પણ આવી કારમી!!! વાહ, કવિ…. વાહ!
sunil shah said,
January 15, 2009 @ 7:57 AM
સરસ ભાવાભિવ્યક્તિ
Devang Vyas said,
January 15, 2009 @ 8:38 AM
Very very good, and really very effective, suddenly touches heart. Thanks for such a masterpiece.
pragnaju said,
January 15, 2009 @ 8:58 AM
ઝાંખા ફોટામાંની
ભૂરું ખમીસ પહેરેલી આકૃતિને
જોતા જોતા એ ગણગણ્યો,
‘પપ્પા કંઈ એટલા બધા ઉપર તો નહીં ગયા હોય’
સુંદર અભિવ્યક્તી.
મારા શરીરની મૂઢ ઈજા જોઈ…શરુઆતમાં ઈજાગ્રસ્ત ભાગ લાલ હતો પરંતુ ચામડી પરથી આયાત થતાં કિરણોને પરાર્વિતત કરીને ઘેરો ભૂરો રંગ જણાય છે ટૂંકી તરંગલંબાઈવાળાં ભૂરા રંગનાં કિરણો ચામડીની આરપાર જાય છે અને લાલ ચકામું ભૂરું દેખાય છે. લોહી ક્રમશઃ વિસર્જન પામે છે અને હેમોસિડેરિનમાં રૃપાંતર પામે છે અને સફેદ કણો તેને દૂર કરે છે અને ઈજાગ્રસ્ત ભાગ સાજો થતાં ભૂ રો રં ગ નાશ પામે છે!
અને પન્ના નાયકની પંક્તીઓ…
ગમતીલા ગુલાલમાં વેરે કોઈ તો વહાલમવહાલ,
આભનો ભૂરો રંગ ને મારા ફૂલનો લાલમલાલ
મેધનુષનો ત્રીજો રંગ ભૂરો તે કિરણો શીતળતા આપે.
ભૂરા રંગના કિરણોનું શોષણ થતું નથી એટલે આપણને જથ્થાબંધ પાણીનો રંગ ભૂરો ’ેખાય છે
અને ખૂબ જરુરી વ્યવહારિક જાણકારી-રંગવાળી મિઠાઇ અને શરબતમાં મેટાનીલ યલો જેવા પ્રતિબંધિત કલરની ભેળસેળ.પરખ માટે ખાદ્ય ચીજ ઉપર હાઇડ્રોક્લોરિક એસિડ નાખવાથી તેનો રંગ ભૂરો થઇ જશે.
B.B.POPAT said,
January 15, 2009 @ 10:08 AM
ઘણુ સરસ ગમી જાય તેવુ.
Vijay Shah said,
January 15, 2009 @ 10:09 AM
બહુ જ સરસ વાર્તા સમ અચ્છાંદસ કવિતા
Anjli said,
January 15, 2009 @ 10:10 AM
Hare krishna
very nice!
I look forward for more like this…
take care n keep in touch
Haribol
Shah Pravinchandra Kasturchand said,
January 15, 2009 @ 11:50 AM
અખિલભાઈનો અછાંદસ પતંગ ખૂબ ચગ્યો.
બાકી બચેલી ફીરકીમાં પપ્પા હવે બેઠા હશે.
ભલેને પતંગને પેચમાં અવળચંડાએ કાપ્યો.
પણ પપ્પાનેતો બચેલો દોર ઘરમાં લાવ્યો.
ઊર્મિ said,
January 15, 2009 @ 7:29 PM
આહા… અખિલભાઈએ એક પતંગ-કાવ્ય નહીં પણ પતંગોની આખી દુકાન ચગાવી હોય એવું લાગ્યું… અને છેલ્લે જ્યારે બધા પતંગો એકસામટા કપાઈ જાય અને ત્યારે એના સૂનકારથી આકાશને જે ચોટ લાગતી હોય, એવી જ ચોટ અમને પણ લાગી હોં… વાહ…!
P Shah said,
January 15, 2009 @ 11:12 PM
સુંદર ગીત !
છેલ્લે આંખ ભીંજવી ગઇ !
Pinki said,
January 15, 2009 @ 11:44 PM
હૃદયને છેક ઊંડે સુધી સ્પર્શી ગયું,
ના…… ચીરી ગયું !!
હરિયો તો કદી રડતો નહીં પણ અખિલભાઈએ તો બધાંની આંખમાં આંસુ લાવી દીધાં … !!
dipti said,
January 16, 2009 @ 12:39 AM
નાના બાલકનેી ભાવ સમ્વેદનાથેી હ્રુદય ભેીન્જાઈ ગયુ. પોતે રોયા વગર આપનને રદાવેી દેીધા
વિવેક said,
January 16, 2009 @ 1:20 AM
ફરી ફરીને આ કવિતા વાંચી… ફરી ફરીને સ્પર્શી ગઈ. આ વાંચીને આંખના ખૂણા ભીનાં ન થાય તો માણસે પોતાની સંવેદનશીલતા હજી જીવે છે કે નહીં એની ખાતરી કરી લેવી!!
ગદ્યકાવ્ય પણ કેવું સ-રસ!
અભિનંદન, અખિલ શાહ!!
પ્રતિક મોર said,
January 16, 2009 @ 2:07 AM
અખિલભાઇ આખં ભીની થઇ ગઇ.
pratiknp@live.com
Bhargav said,
January 16, 2009 @ 3:24 AM
kudos to Akhilbhai,
and well said vivekbhai,
“આ વાંચીને આંખના ખૂણા ભીનાં ન થાય તો માણસે પોતાની સંવેદનશીલતા હજી જીવે છે કે નહીં એની ખાતરી કરી લેવી!! ”
like a thriller, last line shaken the emotions…
read it again and again and again….really nice one…
thanks Akhilbhai, and thanks layastaro
Jayshree said,
January 16, 2009 @ 10:35 AM
કાવ્યની છેલ્લી લીટી ખરેખર ધ્રુજાવી દે એવી અણધારી ચોટ આપી દે છે…
ડો.મહેશ રાવલ said,
January 16, 2009 @ 1:33 PM
એક બાળમાનસના માધ્યમે, કવિએ એકીસાથે કેટલીય સંવેદનાઓના તાર ઝણઝણાવી મૂક્યા……
એમાં ય અંતિમ બંધમાં તો મૂળ વાત પર, પ્રત્યેક ભાવકને ચોક્કસ ગદગદીત કર્યા હશે- એ નિઃશંક છે.
સુંદર અછાંદસના માધ્યમે, કવિએ જે ચીત્ર ખડું કર્યું છે એ કાબિલ-એ-દાદ છે છે અને છે જ.
-અભિનંદન,કવિશ્રી અને લયસ્તરો…….
chitranjan said,
January 16, 2009 @ 4:38 PM
man i loved this poem like anything.hu literally radi padyo chelli line vanchi ne.mane gujarati poems atli badhi to game che.mane maru childhood yaad avi jai che aa poems vanchi ne.kudos to the dude who wrote this.
Thx Layastaro for bringing such gems together
nilam doshi said,
January 16, 2009 @ 8:48 PM
છેલ્લે સુધી કળાવા ન દીધું…અને છેલ્લે કેવી ચોટ આપી દીધી.! અંતર ભીનુ ભીનુ..આંખો ભીની ભીની કરી જાય એવી સંવેદના જગાવવા સક્ષમ ગધ્યકાવ્ય…અભિનન્દન
JIgnesh Adhyaru said,
January 16, 2009 @ 10:52 PM
ખૂબ સરસ …..
સંવેદનાઓ તો વ્યક્ત થવા માધ્યમ માંગે છે. એક નાના બાળકની રમતિયાળ પ્રવૃત્તિ છોડીને પોતાના પપ્પા માટેની પતંગ વિષેની આ અપેક્ષા ખૂબ સુંદર રીતે વ્યક્ત થઈ છે….
વાહ! અખિલભાઈ
Jina said,
January 17, 2009 @ 2:06 AM
આટલું હૃદયસ્પર્શી કશુંક ઘણાં સમયે વાંચ્યું… આંખમાં આંસુ આવી ગયાં
esha said,
January 17, 2009 @ 2:40 AM
wahhh wahhh
Kharekhar j adbht kavita….
U turn Aane kahevay…adbhut turn
ESHA
Aditya Gushani said,
January 18, 2009 @ 5:52 AM
ઘણુ જ સરસ, અિખ્લ ભાઇ. બહુ મજા આવેી ગઈ.
varsha tanna said,
January 21, 2009 @ 4:51 AM
બાળક્ના મનની ઋજુતાનેી આલેખી કવિએ આઁખોમાઁ આસુઁ લાવી દીધા.
V. M. Bhatt said,
January 21, 2009 @ 9:27 AM
Touched the bottom of my heart !
Tirthesh said,
January 22, 2009 @ 1:44 AM
મુગામ્બો ખુશ હુઆ……
kalpan said,
January 22, 2009 @ 1:53 AM
વાહ સુન્દર કવિતા……..
Nirav said,
January 22, 2009 @ 3:00 AM
ચાર દિવસથી રોજ આ કવિતા વાંચી.. અદભૂત રચના .
ટાયસનના પંચ જેટલી જ જોરદાર .
નીરવ
GAURANG THAKER said,
January 22, 2009 @ 9:59 AM
wah…Adabhoot bhai…congrats.
Sandhya Bhatt said,
January 23, 2009 @ 10:16 AM
જ્યાં ન પહોંચે રવિ ત્યાં પહોંચે કવિ તે આનું નામ.દિલ રડી ઊઠ્યું.
dkd said,
February 1, 2009 @ 6:43 AM
પ્રેમ કરુ છુ પ્રેમ કરુ છુ, એવુ ન કહ્યા કરો
પાગલ થઈ ને કોઇ ની પાછળ, આમ તેમ ન ફર્યા કરો
થવનો હશે જ્યરે, પ્રેમ થઈ જશે ત્યારે
હુ રહી ગહ્યો – રહી ગયો, ફરીયાદ એવી ન કર્યા કરો
દીલ તુટી ગયુ મારુ, ને પ્રેમમા મળ્યો દગો
ભાર એવો ખોટો રાખીને, મજનુ ના બન્યા કરો
દીલ મે તો દઈ દીઘુ, ને દીલ એનુ લઇ લીધુ
વાતો કરવાથી કઇ ના મળે, પ્રયત્નો બસ કર્યા કરો
જરૂર નથી ઝેર પીવની, કે જરૂર નથી ફાન્સો ખાવાની
પ્રેમ થી પામો પ્રેમ ને, પ્રેમસાગરમા તર્યા કરો
વિરોધ થાય જ્યારે પ્રેમ નો, મૌન ત્યારે રહ્યા કરો
જીત થાશે પ્રેમ ની જ, પ્રેમ થી પ્રેમ કર્યા કરો
નયનોની ભાષા બોલો, લવ – લવ યુ ન કહ્યા કરો,
સન્ગાથ નથી મળતો સદા, જુદઇ પણ સહ્યયા કરો
સલાહ તો આ વણમાગી છે, કરો આચરણ યા ના કરો
ખોટો કદી નહી “કવિ”, પ્રેમ સાચો કર્યા કરો
પિતાશ્રી ના પૈસા બગાડી , ગર્લ ફ્રેન્ડ્ ને ના ફેરવ્યા કરો
રૂપિયા થોડા બચાવી ને, ગરીબો ને મદદ કર્યા કરો
kanchankumari parmar said,
January 15, 2010 @ 6:44 AM
છેલિ લિટિ વાંચતા દિલ થડ્કો ચુકિ ગયુ……
hardik yagnik said,
October 21, 2011 @ 7:23 AM
અદભુત ..