નથી જામતી એક બે અશ્રુઓમાં,
અમારી પીડાઓ સવિસ્તર લખાવો.
સુધીર પટેલ

(ઉત્સવ કોઈ) – રઈશ મનીઆર

છાતીમાં ધબકાર કે તાંડવ કોઈ!
કે પછી છે દર્દનો ઉત્સવ કોઈ?

પાસ ફરકે શી રીતે કલરવ કોઈ?
ટોડલે બેઠી હતી અવઢવ કોઈ

ઓઢવા ચાદર નથી, સપનું તો છે
સ્વપ્નમાં લહેરાય છે પાલવ કોઈ

રાહમાં જે પણ મળ્યાં ઉષ્મા લઈ!
એમની ભીતર હશે શું દવ કોઈ?

છેક ઊંડે ઘર કરી ગઈ વેદના
ના કશે પગલાં, કશો પગરવ કોઈ

બોર દઈ, કલ્લી કઢાવી આખરે
સમજણો દઈ, લઈ ગયું શૈશવ કોઈ

જ્યાં પળેપળ હોશ છિનવે છે દિવસ
રાત ત્યારે શું ધરે આસવ કોઈ!

પગ ચડાવી અંતે બેઠા સારથિ
પારધી કોઈ અને યાદવ કોઈ

– રઈશ મનીઆર

એક-એક શેર પાણીદાર… પાલવ, પગરવ, શૈશવ અને યાદવ તો શિરમોર…

7 Comments »

  1. SARYU PARIKH said,

    January 18, 2018 @ 11:34 AM

    સરસ રચના,
    બોર દઈ, કલ્લી કઢાવી આખરે
    સમજણો દઈ, લઈ ગયું શૈશવ કોઈ…વિશેષ ગમી
    સરયૂ પરીખ્

  2. જગદીશ કરંગીયા ‘સમય’ said,

    January 18, 2018 @ 8:43 PM

    અતિ સુંદર ..

    Jagdish Karangiya ‘Samay’
    https://jagdishkarangiya.wordpress.com

  3. MAHESHCHANDRA NAIK said,

    January 18, 2018 @ 10:51 PM

    સરસ રચના
    “ પગ ચડાવી અંતે બેઠા સારથિ
    પારધી કોઈ અને યાદવ કોઈ ” લાજવાબ……
    બધા જ શેર જબરજસ્ત….કવિશ્રીને અભિનદન અને આપનો આભારા…

  4. Shivani Shah said,

    January 18, 2018 @ 11:01 PM

    ખરે જ, એકે એક શેરમાં ઉંડાણ છે..અને છેલ્લો તરત જ પાંચ હજાર વર્ષ પાછળ લઈ ગયો :
    ગાંધારીનો શ્રાપ, ભાલકા તીર્થ, યોગ પીપળો,
    જરા યાદવ અને શ્રી કૃષ્ણના જીવનનો અંત..
    કદાચ દરેક વ્યક્તિમાં એક નટખટ માખણચોર પણ છે અને જરા યાદવ પણ! પરંતુ વ્યકતિત્વપર અને આચાર-વિચારમાં કોની અસર વધારે એ ….એ પ્રારબ્ધની વાત છે કે પછી ….?

  5. Shivani Shah said,

    January 19, 2018 @ 12:13 AM

    Sorry, ભૂલથી નીચેની comment બીજા કાવ્યના comment box માં post થઈ ગઈ હતી.

    ‘પાસ ફરકે શી રીતે કલરવ કોઈ?
    ટોડલે બેઠી હતી અવઢવ કોઈ’

    આ શેર ખૂબ ગમ્યો. કલરવ / chirping is not a momentary sound. .it is always there either in one or another part of the world. Because of one’s own limitations one can not hear it all the time. Limitations can be varied.
    Now about the indecisive bird perched on a branch :
    There can be several reasons for the bird appearing to be અવઢવ. Let the bird see light, chirp and then it will have desire to explore…perceived or real, visible or invisible, cages are of no use

  6. Jigar said,

    January 19, 2018 @ 6:52 AM

    Topclass Creation…!

  7. સુરેશ જાની said,

    January 20, 2018 @ 12:13 PM

    માનવ જીવનની કઢંગી, દંભી, પોકળ કદરૂપતા પર લુહારી આક્રોશ – ગમી ગયો.

RSS feed for comments on this post · TrackBack URI

Leave a Comment