સંભવે જો આ યુગે તો આ રીતે જ એ ચીખશે:
હેં સુદામા, જે મળ્યું તે બેય હાથે લઈ લીધું ?
વિવેક મનહર ટેલર

પડઘો – હેમેન શાહ

ટહુકો જો ગૂંગળાય તો પડઘો નહીં પડે
કે સૂર્ય અસ્ત થાય તો પડઘો નહીં પડે
સાંનિધ્યમાં ન આવશે અંદાજ પ્રેમનો
અંતર અમુક સિવાય તો પડઘો નહીં પડે

– હેમેન શાહ

6 Comments »

  1. વિવેક said,

    January 7, 2009 @ 11:32 PM

    क्या बात है !!

    સાંનિધ્યમાં ન આવશે અંદાજ પ્રેમનો
    અંતર અમુક સિવાય તો પડઘો નહીં પડે
    -વાહ !

  2. Jina said,

    January 8, 2009 @ 6:47 AM

    વાહ!!

  3. pragnaju said,

    January 8, 2009 @ 7:46 AM

    સાંનિધ્યમાં ન આવશે અંદાજ પ્રેમનો
    અંતર અમુક સિવાય તો પડઘો નહીં પડે
    વાહ્
    આ કાવ્યનો પડઘો લાગે છે
    And stand together yet not too near together:
    For the pillars of the temple stand apart,
    And the oak tree and the cypress grow not in each other’s shadow.

  4. ઊર્મિ said,

    January 8, 2009 @ 9:51 AM

    સાંનિધ્યમાં ન આવશે અંદાજ પ્રેમનો
    અંતર અમુક સિવાય તો પડઘો નહીં પડે

    વાહ.. મજા આવી ગઈ…!

  5. Divyesh said,

    January 8, 2009 @ 11:17 AM

    વાહ્… બહુ સરસ …

  6. ડો.મહેશ રાવલ said,

    January 9, 2009 @ 8:28 AM

    સાદ અને પડઘાના વૈજ્ઞાનિક સિધ્ધાંતને આડકતરી રીતે ખૂબીપૂર્વક વણી સંબંધના સંદર્ભમાં સુંદર રીતે પ્રસ્તુતી થઈ છે – ગમ્યું.
    કવિના કસબને સલામ.

RSS feed for comments on this post · TrackBack URI

Leave a Comment