આંસુ – સુરેશ દલાલ
આંખડીમાં હસતી ગુલાબકળી આંસુ
ને સ્પંદનની મ્હેકતી આ ધૂપસળી આંસુ !
અણદીઠા દરિયાનું મોતી એક આંસુ
ને વાદળાની વીજઆંખ રોતી એ જ આંસુ !
પાનખરે છેલ્લું ઝરે પાન એ જ આંસુ
ને કોકિલનું વણગાયું ગાન એ જ આંસુ !
ઝાકળનું ક્ષણજીવી બુંદ એક આંસુ
ને ચિરજીવી વેદનાનું વૃંદ એ જ આંસુ !
વાંસળીનો વિખૂટો સૂર એક આસું
ને ગોપીનું સૂનું સૂનું ઉર એ જ આંસુ !
કાળજામાં કોરાયા કૂપ એ જ આંસુ
તમે મારો મેણાં ને હોઠ ચૂપ એ જ આંસુ !
– સુરેશ દલાલ
ક્યારેક પ્રગટપણે તો ક્યારેક અપ્રગટપણે પણ માણસ આંસુ જરૂર સારે છે. આંસુ ગુલાબની કળી જેવા મઘમઘતા પણ હોઈ શકે છે. આંસુ ક્યારેક પ્રિયજનના સાગર જેવા હૈયાના ઊંડાણનો તાગ આપતા મોતી સમા મૂલ્યવાન પણ હોઈ શકે. આંસુ ક્યારેક બોલકાં હોય છે તો ક્યારેક સીવાયેલા હોઠ પાછળથી વહેતી રહેતી ચુપકીદી સમા પણ હોય છે…
P Shah said,
December 25, 2008 @ 5:33 AM
વાંસળીનો વિખૂટો સૂર એક આસું
ને ગોપીનું સૂનું સૂનું ઉર એ જ આંસુ !
સુરેશભાઈનું એક ખૂબ સુંદર ઊર્મિગીત ! તેમના ઊર્મિગીતો
માણવા જેવા હોય છે.
રાધા-મીરંમાં વસે કૃષ્ણ રૂપે આંસુ !
Shah Pravinchandra Kasturchand said,
December 25, 2008 @ 7:36 AM
અમારા કોલેજ કાળમાં કવિતામાં ચમત્કૃતિ નવીનતા ગણાતી અને ખૂબ માણવામાં આવતી.તે વખતે શ્રી ભાનુ ઝવેરીનું એક કાવ્ય ઠીક ઠીક પ્રતિષ્ઠા પામ્યું હતું .
“અરે આ શું? પ્રિયાની આંખમાં આંસું?
‘આ શું?’ અને ‘આંસું’ ઉપરનો શ્લેષ અલંકાર તે વખતે ઠીક પ્રતિષ્ઠા પામ્યો હતો.
સુરેશભાઈનું આ કાવ્ય વાંચીને આ યાદ આવી ગઈ.
pragnaju said,
December 25, 2008 @ 10:01 AM
વાંસળીનો વિખૂટો સૂર એક આસું
ને ગોપીનું સૂનું સૂનું ઉર એ જ આંસુ !
આ ફ રિ ન
એક સંશોધનમાં જાણવા મળ્યું છે કે વધુ લાગણીશીલ બનીને રોવાથી શરીરને ખૂબ જ લાભ થાય છે. લાગણીશીલ બનીને રોવું તે અન્ય કારણોથી રોવા કરતા થોડું જુદું છે. જેમ કે ડુંગળી કાપતી વખતે આંખમાં આવતા આંસૂ સ્વાસ્થ્ય માટે ફાયદાકારક નથી હોતા પરંતુ ભાવુક બનીને રોવું તે સ્વાસ્થ્ય માટે જરૂરી છે. લાગણીવશ રોતી વખતે શરીરમાં ઘણા પ્રકારના હોર્મોન્સ ઉત્તેજીત થતા હોય છે જે સ્વાસ્થ્ય માટે જરૂરી છે.
ઊર્મિ said,
December 25, 2008 @ 1:07 PM
વાંસળીનો વિખૂટો સૂર એક આસું
ને ગોપીનું સૂનું સૂનું ઉર એ જ આંસુ !
કાળજામાં કોરાયા કૂપ એ જ આંસુ
તમે મારો મેણાં ને હોઠ ચૂપ એ જ આંસુ !
વાહ… આ કડીઓ ખૂબ જ ગમી…
આંસુની વિવિધ વ્યાખ્યા કરતું મધૂરું ગીત…!
મને તો પેલા ગીતની એક કડી યાદ આવી ગઈ…
“આમ જુઓ તો આંસુ સૌનું પાણી જેવું પાણી,
સુખનું છે કે દુઃખનું એ તો કોઈ શક્યું ના જાણી…”
જો કે ‘રડી શકવું’ એ પણ નસીબની વાત છે, કમનસીબે બધાને આંસુ નથી આવતા હોતા…! 🙂
preetam lakhlani said,
December 25, 2008 @ 1:23 PM
પ્રિય ધવલ ભૈ,
આજ કાલ મોટે ભાગે ગાયન લખાય ચે પણ સુરેશ ભાઈ ની કલમ થી હજી ગીત જ જ્ન્મે ચે,
વધારે શુ લખુ ?, બિજા એ ધણૂ લખી નાખ્યુ….આભાર ધવલ ભાઈ ખાશ કરીને તમારો, ગાય ને બદ્લે ગીત પ્રગટ કરવા બદલ્……….
uravshi parekh said,
December 25, 2008 @ 6:05 PM
કાળજા મા કોરાયા કુપ એજ આઁસુ,
તમે મારો મેણા ને હોઠ ચુપ એજ આઁસુ.
આઁસુ નુ પ્રુથ્થકરણ કરિ શકાય અને સામેની વ્યક્તિ સમજી શકે તો સારુ…
ધવલ said,
December 25, 2008 @ 11:04 PM
પાનખરે છેલ્લું ઝરે પાન એ જ આંસુ
ને કોકિલનું વણગાયું ગાન એ જ આંસુ !
– સરસ !
રમેશ સરવૈયા said,
May 16, 2011 @ 4:55 AM
આંસુઓ ઉપર તો ખુબજ લખાયુ છે. શબ્દો ખુટી જશે પણ આંસુઓ અવિરત વહેતા રહેશે
આંસુઓ ખુબ મોઘા હોય છે છતા કોઈ પાલવ ના પછવારે તો હુ શું કરુ
ટાંકી દઉ તારી ઝુલ્ફોમા તારલા પણ તુ આવે સવારે તો હુ શું કરુ
ચાલો આંખ્યુના ઓરડે બાંધીએ આંસુના તોરણ
થોડા જ પણ્રો હવે રહ્યા છે બાકી
Yasodhara Preeti said,
February 9, 2012 @ 9:13 AM
आँसू
युग बदलते है,
कहानीयाँ बदलती हैं
आँखे बदलती हैं
मै शाश्वत हुँ
मै कीसी पुरुष के कारन नारी की आँख से गीरा आँसू हूँ
सत्युग मे
जब तारामती अपने पुत्र की लाश लेकर मरघट आइ थी
और अपने ही पति ने पैसे माँगे थे तब
मै तारामती की आँख से गीरा था…
त्रेतायुग मे
जब लक्षमण ने राम के साथ वन जाने का निर्णय कीया
तब मै उर्मिला की आँख से गीरा था
और अग्नि परीक्षा के समय मै सीता की आँख से गीरा था
द्वापरयुग मे
धृतसभा मे पांचाली की आँख से गीरा था
कलयुग मे
बुद्ध को भिक्षा देती यशोधरा की आँख से गीरा था
ये कहानी लंबी है…
मै नारी की आँख में बसा हुँ क्यु कि
नारी कि आँख मे प्रेम का वास है.
यशोधरा प्रीति
રમેશ સરવૈયા said,
February 17, 2012 @ 4:14 AM
આંસુ…….
( આંસુઓ ની સરવાની પુરુષોના હદય માંથી પણ નીકળી છે.)
જબ દ્રોણને વિધા તો ન દી, ઓર ગુરુ દક્ષિણા મે માંગા થા અંગુઠા
તબ એકલવ્ય કી આંખ સે છલકે થે આંસુ…………..
જબ કુરુક્ષેત્ર મે અર્જુન કો વિષાદ હુવા ઓર ગાંડીવ રખ દીયા
તબ શ્રી ક્રુષ્ણ કી આંખ સે છ્લકે થે આંસુ…….
જબ પાંડવ ધુર્તક્રીડા મે હારે, કૌરવસભા મે દ્રોપદી વસ્ત્રા હરણ. હુવા
તબ પિતામહ ભીષ્મ કી આંખ સે છલકે થે આંસુ…………
જબ દ્રોપદી સ્વયંવર મે અંગરાજ કો દાસીપુત્ર કહા ગયા
તબ કુંતી પુત્ર કર્ણ કી આંખ સે છલકે થે આંસુ….
જબ સીતાજી કો વન મે છોડ ને કી રામ ને આજ્ઞા દી
તબ લશ્ર્મણ કી આંખ સે છલકે થે આંસુ ………
જબ ધર્મસ્થાપના કે મિથ્યાભિમાન લીએ બલિદાન લીયા ગયા
તબ શંબૂક કી આંખ સે છલકે થે આંસુ……….