તું – સુરેશ દલાલ
તું મને ખૂબ પ્રિય છે
છતાંય
મારા એકાન્તની ભીતર
હું તને નહીં પ્રવેશવા દઉં.
તું મને ખૂબ પ્રિય છે
એટલે જ
મારા એકાન્તની ભીતર
હું તને નહીં પ્રવેશવા દઉં.
તું મને ખૂબ પ્રિય છે
મારા એકાન્તથી ય વિશેષ
એટલે
તને બહાર પણ નહીં નીકળવા દઉં.
કદાચ
તું જ મારું એકાન્ત છે
અને તું જ છે
મારી એકલતા.
– સુરેશ દલાલ
આ કાવ્ય જરા અટપટુ છે. સંબંધ-વર્તુળ અને એકાન્ત-વર્તુળની પરિમિતિ ટકરાય ત્યારે શું કરવું તેનો તો કોઈ ખરો જવાબ નથી. જીબ્રાને કહેલી વાત યાદ આવે છે : But let there be spaces in your togetherness. બીજાઓ સામાન્ય રીતે પ્રિયજનની સરખામણી ચાંદ-તારા-મેઘધનુષ સાથે કરે છે જ્યારે અહીં કવિ પોતાના પ્રિયજનની સરખામણી, પોતાની સૌથી મહામૂલી મિલકત, પોતાના એકાન્ત અને એકલતા સાથે કરે છે.
કાવ્યને ઉપર કરતા તદ્દન જુદી રીતે, એકથી વધારે રીતે, મૂલવી શકાય એમ છે. અરીસામાં એક જ પ્રતિબિંબ પડે એ જરૂરી નથી.
Jayshree said,
November 11, 2008 @ 1:33 PM
સાચ્ચે ધવલભાઇ,
કાવ્ય જરા અટપટું તો લાગ્યું…
પ્રિયજન જો આમ હરપળ સાથે હો, કે તમે એને તમારા એકાન્તની બહાર ન નીકળવા દો.. એ બરાબર. પણ જો કોઇ આમ આટલું નજીક હોય, તો યે એકલતા સાથે હોય એવું બને?
pragnaju said,
November 11, 2008 @ 5:19 PM
કદાચ
તું જ મારું એકાન્ત છે
અને તું જ છે
મારી એકલતા.
સુંદર
યાદ આવી પંક્તીઓ
હું હોઉં છું એકલો ઉભેલો તમારી પાસે, મને
શોધતો ઊંડે ઊંડે ખોતરતો મારી એકલતા
બે ધબકારો વચ્ચેની ખાલી જગ્યામાં તું જ તો છે.
મારા અને પારસમણી વચ્ચેનો સેતું તું જ તો છે.
જેના માટે હું લખું આ કવિતા એ બીજું કોઈ નહીં,
મારી વહાલી “એકલતા” એ…….. તું જ તો છે.
Shah Pravinchandra Kasturchand said,
November 11, 2008 @ 9:43 PM
સુરેશભાઈ બોલે તે પણ કવિતા.
સુરેશભાઈ લખે તે પણ કવિતા;પછી તે ભલે ને ગદ્ય હોય.
એ ચલાવે તે પણ ‘કવિતા’ અને એ ચાલતા હોય તે પણ
જાણે કવિતા દેહ ધારણ કરીને ના ચાલતી હોય!
આ ‘તું’ એ કદાચ બીજું કાંઈ નહીં પણ કવિતા જ હોવી જોઈએ.
Jina said,
November 12, 2008 @ 2:09 AM
કદાચ
તું જ મારું એકાન્ત છે
અને તું જ છે
મારી એકલતા…
પ્રિયજનને જ્યારે આ કહી શકાય ત્યારે સંબંધ એક આગવા મકામ પર હોય છે…!!
Pinki said,
November 12, 2008 @ 2:30 AM
તું મને ખૂબ પ્રિય છે
છતાંય –
તું મને ખૂબ પ્રિય છે
એટલે જ –
પ્રેમની પરાકાષ્ટા પૂર્ણતાને સ્પર્શે ત્યારે પ્રિયજનના વિરહનાં કારણે ઉદ્.ભવેલી એકલતા જ એકાંતમાં ઘૂંટાઈને પ્રિયજનની ખોટ પૂરી પાડે છે અને ત્યારે …..
કદાચ
તું જ મારું એકાન્ત છે
અને તું જ છે
મારી એકલતા…
વિવેક said,
November 12, 2008 @ 10:05 AM
અરીસામાં એક જ પ્રતિબિંબ પડે એ જરૂરી નથી- સાચી વાત, ધવલ…
પરિન્દ said,
November 12, 2008 @ 3:48 PM
વિવેકભાઈ,
નમસ્તે તમારા ઈજને મને કાવ્ય મોકલવા માટે પ્રેરણા આપી છે, આપના જેટલું ઉંડાણ મારા કાવ્ય માં તો નથી, છતા પણ મોકલવાની હિંમત કરું છું. જરુરી માર્ગદર્શન આપશો, એવી આશા સાથે,
પરિન્દ
મારો બ્લોગ – http://www.valonu.wordpress.com
આવી છે ઇચ્છાની ઘડી માંગી લે સજન હોય છે
હર એક કોલ દિલ થી માંગી લે સજન
ઈચ્છાઓ તો આકાશ ને આંબે, પણ સંજોગો એને રસ્તા માં વાંભે
ના થાકીશ ના હારીશ જોઈએ તારે સાથ, માંગી લે સજન
શું તારુ શું મારું, અહિં છે બધુ આપણું સહીયારું, મળશેજ તને છે શંકા માંગી લે સજન
પ્રેમ એટલે પામવુ એમ નહી, એતો વાત છે મુક્તિ ની અહીં
બત્રિસ કોઠે થાય દિવા, જો મળે પ્રેમ રસ પીવા, જોઈએ તારે માંગી લે સજન
પરિન્દ
divyesh said,
November 19, 2008 @ 1:57 PM
વાહ , મજા આવી ગઈ….
એક્દમ ગહન ….
કુણાલ said,
November 25, 2008 @ 1:56 AM
paradox ને સમાવતો મજાનો વિચાર … !!!
અહિં બંધબેસતો કદાચ ન લાગે પણ એક શેર યાદ આવી રહ્યો છે… પ્રેમની પરાકાષ્ઠાને લગતો .. શાયરનું નામ યાદ નથી….
अच्छा-खासा बैठे बैठे गुम हो जाता हुं,
अब मैं अक्सर मैं नही रहेता, तुम हो जाता हुं …