કો’ સુનામી જેમ લો પથરાય છે,
દર્દ ઓવારા અને આરા વગર.
મીનાક્ષી ચંદારાણા

(-) – લાભશંકર ઠાકર

ગાંધી બાપુને હું મારી ઊંઘમાં લઈ જાઉં છું દોરીને પેન્સિલથી.
એમના પગ દોરું ત્યાં તો ચાલવા માંડે.
‘બાપુ ઊભા રહો. હજી મને પૂરા દોરવા તો દો.’
બાપુ કહે : ‘ચાલતા ચાલતા દોર.’
બોલો ચાલતા ચાલતા કંઈ દોરી શકાય ? એ તો
અટકતા જ નથી મારી ઊંઘમાં.
હું પેન્સિલની અણી અડાડું ત્યાં તો આગળ ને આગળ.
અટકે તો પૂરેપૂરા દોરું ને !

– લાભશંકર ઠાકર

અંગ્રેજી કે અન્ય ભાષાઓની કવિતાઓના અનુવાદ તો આપણે અવારનવાર લયસ્તરો પર માણતા જ રહીએ છીએ. આજે જરા ઊલટું કામ કરીએ. આજે આપણી ભાષાની કવિતાનો અંગ્રેજી અનુવાદ માણીએ.

લા.ઠા.ની કવિતાઓ સહજમાં સમજાઈ જાય તો જ આશ્ચર્ય. સરળ લાગતી આ કવિતામાં ગાંધીબાપુની ગતિશીલતાનું જે ચિત્રણ કવિએ ઉપસાવ્યું છે એ કાબિલે-દાદ છે.

In my sleep I take Gandhi Bapu along, drawing him with a pencil.
The moment I draw his feet, they start walking.
‘Bapu, stop. Let me finish drawing you.’
Bapu says, ‘Draw as you walk.’
Tell me, is it possible for anyone to draw while walking ?
But he simply refuses to stop
Walking in my sleep.
The moment I touch him with the pencil point, he surges ahead.
How will I finish drawing him if he doesn’t stop ?

– Labhshankar Thakar
(English Translation : unknown) (source: Sameepe 36)

7 Comments »

  1. jugalkishor said,

    July 15, 2016 @ 12:42 AM

    ખુબ જ મજાનું કાવ્ય.

    ચીત્રમાં એટલે કે સ્થીર એવા માધ્યમમાં તો દોરી જ શી રીતે શકાય જે સાતત્ત્યભર્યાં માધ્યમોમાંય સમાય તેમ નથી ?!! જોકે સર્જકે સ્વપ્નનું પણ માધ્યમ રાખ્યું જ છે અને ગાંધી દ્વારા પણ ચાલતાં ચાલતાં દોરવાનું કહીને – તમે સુચવ્યું તેમ – ગતીશીલતાને પણ બખુબી બતાવી જ છે…….

    ગાંધીને ઝીલવાનું કેટલું દુષ્કર છે તે આ કાવ્ય સરસ સમજાવે છે.

  2. નિનાદ અધ્યારુ said,

    July 15, 2016 @ 1:06 AM

    ‘ચાલતા ચાલતા દોર ….’

    – આમ તો અહીં જ કાવ્ય પૂરું થઈ ગયું.

  3. Rakesh Thakkar, Vapi said,

    July 15, 2016 @ 2:01 AM

    ગુજરાતી રચનાનો અંગ્રેજી અનુવાદ ગૌરવની વાત છે.
    સરસ રચના.

  4. KETAN YAJNIK said,

    July 15, 2016 @ 4:20 AM

    “મને દોર “કોણ કોને દોરે બેફામ યાદ આવે છે “જેણે મને બનાવ્યો એને જ હું બનાવ્યા કરું છું”
    અને જે ” ટકતા ” નથી તેને “અટકતા”ની વાત
    શબ્દ સામર્થ્ય અને ભાવ સામર્થ્ય
    અંગ્રેજીમાં આ બંને શબ્દોનો પર્યાય ?
    સલામ કવિને

  5. Sudhakar Shah said,

    July 15, 2016 @ 6:32 AM

    તો ઉપાય એ છૅ કે પગ છેલ્લે દોરવા !

  6. Dhaval said,

    July 15, 2016 @ 11:44 AM

    સરસ કવિતા ! સલામ !

  7. Yogesh Shukla said,

    July 18, 2016 @ 3:04 PM

    બહુજ સહજતાથી રચના લખાઈ છે,
    ગાંધીજી ને નીંદમાં જોવા અને તેમનું ચિત્રકારણ કરવું ,

    હવે વખત આવી ગયો છે , નેતા એ ગાંધીજી ને અનુસરવું,

RSS feed for comments on this post · TrackBack URI

Leave a Comment