મનગમતી કોઈ પંક્તિ અચાનક કદી જડે
તો થાય છે, આવી ગઈ જાગીર હાથમાં !
નયન દેસાઈ

અધવચ્ચે ઉભેલી સ્ત્રીનું ગીત – ઉદયન ઠક્કર

મને અધવચ્ચે અધવચ્ચે ઊભેલા રહેવાની ટેવ શી પડી ગઈ છે જાણે

મારા પૈણાજી કેરી હું સોડમાં સૂતી,
.               ને મુઆ તારા ચ્હેરાને કાં ભાળું?
મારી છાતીમાં ટશરાતાં ઇચ્છાનાં પૂર,
.               પૂર કેટલી રાત્યુંની રાત ખાળું?

જોકે પૈણાનું સરવરિયું મીઠું, પણ વ્હેવાની ટેવ શી પડી ગઈ છે જાણે
મને અધવચ્ચે અધવચ્ચે ઊભેલા રહેવાની ટેવ શી પડી ગઈ છે જાણે

હું તો આ રે આંગણનું સાવ પાળેલું પંખી,
.               ને પૈણાનાં દાણ ચણું મીઠાં
ને બોલ પાછલે પરભાતે મેં ટહૌકાઓ
.               રીતસર હારબંધ ઊડતા દીઠા!

કેમ પાંખ્યું ફફડે છે? મેં તો માન્યું કે સ્હેવાની ટેવ શી પડી ગઈ છે જાણે
મને અધવચ્ચે અધવચ્ચે ઊભેલા રહેવાની ટેવ શી પડી ગઈ છે જાણે

– ઉદયન ઠક્કર

મજા આવી ગઈ !! ગુજરાતી કવિઓ અમુક વિષયો પ્રમાણમાં ઓછા ખેડે છે, જેમકે લગ્નેતર સંબંધ. તેમાંય વળી સ્ત્રીપાત્ર-કેન્દ્રી લગ્નેતર સંબંધ ઉપર ગુજરાતી કાવ્ય મેં પહેલીવાર જ વાંચ્યું ! નાયિકાને પતિ વ્હાલો નથી એવું નથી, પરતું એક અન્ય ચહેરો પણ ચિત્તાકાશમાંથી કેમે હટતો નથી. તે સ્વગત બબડે છે – મને અધવચ્ચે ઉભેલા રહેવાની ટેવ શી પડી ગઈ છે જાણે. બંધન ગમતું નથી, મર્યાદા સમજાય છે પણ સહેવાતી નથી.

ઉન્નતભ્રૂ [ highbrow ] લોકોનું નાકનું ટેરવું ચડી જાય એવી બિન્ધાસ્ત રજૂઆત જવલ્લે જ જોવા મળે છે. મહદઅંશે લોકો હૃદયના નિખાલસ ભાવને નિરપેક્ષ રીતે observe કરવાને બદલે દંભના કવચમાં વધુ સલામતી અનુભવે છે. પ્રેમ કદી કોઈ બંધનમાં બંધાતો નથી તેમજ કોઈને બંધનમાં બાંધતો નથી એવી વાતો પાંચ માણસ વચ્ચે કરીને પોતાની છબી ચમકાવવી એ એક વાત છે અને જયારે પત્ની ખરેખર………………

9 Comments »

  1. વિવેક said,

    April 17, 2016 @ 2:12 AM

    વાહ ! મજાનું ગીત….

  2. Rina said,

    April 17, 2016 @ 4:01 AM

    Waaaahhhh

  3. KETAN YAJNIK said,

    April 17, 2016 @ 6:10 AM

    “ચાહીશ તો ચાહીશ હું બેયને “ઉન્મત્ત પ્રેમના એકરાર ની એક વાત અને અહી “વચ્ચે ઉભા રહેવાની “બીજી।
    કાવ્યની દ્રષ્ટીએ ઉત્તમ પણ
    પણ क्याक crime petrol दस्तक દે रही है सावधान india

  4. Bhadresh Joshi said,

    April 17, 2016 @ 9:13 AM

    Must be true of all men and women. It is humane, obvious that a human falls in love with a human. And it is moral that he/she keeps away from practicing such behaviours. I appreciate that moral that is maintained.

  5. KETAN YAJNIK said,

    April 17, 2016 @ 9:50 AM

    મુ. પન્નાલાલની “વાત્રકને કાંઠે ” યાદ આવી ગઈ

  6. pravinchandra shah said,

    April 18, 2016 @ 4:43 PM

    સ ર સ

  7. Harshad said,

    April 19, 2016 @ 6:56 PM

    ખરે ખર સુન્દર. Enjoyed.

  8. તીર્થેશ said,

    April 20, 2016 @ 3:31 AM

    mr udayanbhai most kindly sent the correct version of this poem so i have updated it accordingly. we thank him sincerely.

  9. Udayan Thakker said,

    April 20, 2016 @ 11:28 AM

    કળા નીતિપૂર્ણ કે અનીતિપૂર્ણ નહિ પણ નીતિશૂન્ય હોય છે. કળા કળાપૂર્ણ બને તો ય ઘણું.

RSS feed for comments on this post · TrackBack URI

Leave a Comment