પથ્થરો સાથે ય વાતો શક્ય છે પણ,
શોધ, ભાષા તું પ્રથમ શબ્દો વગરની.
રમેશ પારેખ

સૈયર મોરી ! – પ્રદ્યુમ્ન તન્ના

હાલી આવતી’તી રાત્ય ઘમ્મરઘોરી, રે સૈયર મોરી !
વળી વીસરી ગાગરની તે દોરી, રે સૈયર મોરી;
.                     કે’ને પાણીડાં શેણે ભરાય ?

બાંધી ઓઢણી મેં કોરીધાકોરી, રે સૈયર મોરી !
તો યે પ્હોંચે નંઈ જળને બિલોરી, રે સૈયર મોરી; -કે’નેo

કૂવા કાંઠે મહૂડી કાંઈ મ્હોરી, રે સૈયર મોરી !
માથે બેઠો’તો આહીરનો ધોરી, રે સૈયર મોરી; -કે’નેo

કરી આંખે અણસારા ચોરીચોરી, રે સૈયર મોરી !
મુંને બોલાવે આમ ઓરી ઓરી, રે સૈયર મોરી; -કે’નેo

હું તો નાગરના ઘરની રૈ’ ગોરી, રે સૈયર મોરી !
ઝટ્ટ નાઠી ગાગર લઈને કોરી, રે સૈયર મોરી. -કે’નેo

– પ્રદ્યુમ્ન તન્ના

ગામના પાદરની વહેલી પરોઢને ચિત્રિત કરતું મજાનું રમતિયાળ ગીત. રાતના અંધારા હજી ઓસર્યા નહીં હોય એવામાં ઘડે બાંધવાની દોરી ભૂલી આવેલી પનિહારી પોતાની ‘કોરીધાકોર’ ચુંદડી ટૂંકી પડે એવા બિલોરી કાચ જેવા પાણી ભરવા મથે છે ત્યારે આહિર જાતિનો આગેવાન ચોરીચોરી એને ઇજન આપી કેડે બોલાવે છે. પણ નાગરની છોરી કંઈ એંઠી થાય? કોરી ઓઢણી અને ઈજ્જતની કોરી ગાગર લઈ એ ઝટપટ પાછી ન નાસી જાય?

5 Comments »

  1. Jina said,

    October 24, 2008 @ 3:11 AM

    હું તો નાગરના ઘરની રૈ’ ગોરી, રે સૈયર મોરી !
    ઝટ્ટ નાઠી ગાગર લઈને કોરી, રે સૈયર મોરી.

    વાહ…!! નાગરના ઘરની ગોરી વાહ!!

  2. Pinki said,

    October 24, 2008 @ 6:42 AM

    તરુણ વયના પ્રેમની જેમ જ ચંચળ પ્રણયોન્મત્ત ગીત !!

  3. pragnaju said,

    October 24, 2008 @ 8:45 AM

    ગીત સરસ
    તેના કરતા સમજુતી વધારે સુંદર
    હું તો નાગરના ઘરની રૈ’ ગોરી, રે સૈયર મોરી !
    ઝટ્ટ નાઠી ગાગર લઈને કોરી, રે સૈયર મોરી.
    મઝાની અભિવ્યક્તી
    યાદ આવી
    નમણી નારને નાકમાં મોતી
    પિયુ પરદેશની વાટડીયું જોતી
    લખતી’તી કાગળને ગણતી’તી દાડા
    એરી અદાની ઈ નાગરવાડા
    વાળી કન્યા-
    તરસી ધારાનું ખાલી ખપ્પર,
    ભરતો વરસી છપ્પર છપ્પર
    તારે આંખે વીજનાં અણસારા
    ઓરે ઓરે ઓરે વણઝારા

  4. ધવલ said,

    October 24, 2008 @ 4:25 PM

    સુંદર ગીત અને સરસ આસ્વાદ !

  5. Prakash Kamdar said,

    October 25, 2008 @ 4:58 AM

    હિ,

RSS feed for comments on this post · TrackBack URI

Leave a Comment