હું ભણું છું એમનો ચહેરો, અને એ-
ક્લાસમાં ભૂગોળનું પુસ્તક ભણે છે.
શીતલ જોશી

વરસી ગયા – પ્રિયકાન્ત મણિયાર

વરસી ગયા રે વાદળમાં વનમાળી;
કહીં હવે પણ ઉરને, નભને ભરતી સૂરત કાળી ?

જેઠ લગી તો જલી રહી’તી, કશું ય ન્હોતું ક્હેણ,
અચિંત્ય આવ્યા, નવ નિરખ્યા મેં ભરીભરીને નેણ;
રોમરોમ પર વરસી જઈને બિંદુબિંદુએ બાળી. – વરસીo

તપ્ત ધરામાં જે શોષાયું, ક્યાંક ઠર્યું વળી કૂપ,
જલધારામાં વહી ગયું એ ઉરને ગમતું રૂપ;
શૂન્ય હતું તે શૂન્ય રહ્યું એ નભને રહૈ હું ન્યાળી. – વરસીo

-પ્રિયકાન્ત મણિયાર

આમ તો શિયાળો બેસી ગયો છે પણ પ્રેમમાં તો બારે માસ ચોમાસુ જ રહેવાનું… કહ્યા વિના અચાનક જ આવીને પ્રિયતમ રોમે રોમે વરસી જાય પછી કંઈ કણ-કણમાં આગ લાગ્યા વિના રહે ?! હૃદયના કોઈ તપ્ત ખૂણો જરા ભીનો થાય કે મનમાં કેટલીક સ્મૃતિઓ કૂવા સમી છલકી ઊઠે અથવા સંગાથની સરવાણી સમયધારામાં વહી નીકળે, આ બધામાં પણ ખાલીપો ખાલીપો જ રહે છે જ્યાં લગી એ કાયમી વસવાટ કરવા નહીં આવે…

9 Comments »

  1. ધવલ said,

    December 25, 2010 @ 1:20 AM

    શૂન્ય હતું તે શૂન્ય રહ્યું એ નભને રહૈ હું ન્યાળી

    – સરસ !

  2. रजनी मांडलिया said,

    December 25, 2010 @ 2:34 AM

    વાહ સાહેબ વાહ્
    ખુબ સુંદર રચના..

  3. devika dhruva said,

    December 25, 2010 @ 9:13 AM

    સુંદર રચના

  4. himanshu patel said,

    December 25, 2010 @ 10:31 AM

    કાંત પછી ગુજરાતી ભાષામાં તીવ્ર સેન્દ્રિયતા પ્રિયકાંતમાં જોવા મળે છે. શારિરીક અને સંવેદનીય ઉત્કટતા આ બનેી કવિઓની લાક્ષણિકતા છે અને તેમની ભાષામાં ભારોભાર છે.ગુજતરાતી ભાષામાં
    sexuality and poetic aesthetics વિશે અભ્યાસ થવો જોઇએ.વાસવદત્તાથી આજના “ગોપી”ભાવી
    નવ્ય નરસિંહ મહેતાઓ સુધી. એક સરસ પીએચડી માટે સૂચન.

  5. himanshu patel said,

    December 25, 2010 @ 10:34 AM

    બન્ને કવિઓની લાક્ષણિકતા છે -સુધારો.

  6. sudhir patel said,

    December 25, 2010 @ 12:15 PM

    અદભૂત ઉપાડ ધરાવતું ગોપી ભાવથી નીતરતું ગીત!
    સુધીર પટેલ.

  7. dHRUTI MODI said,

    December 25, 2010 @ 2:41 PM

    સુંદર ગીત.

  8. વિહંગ વ્યાસ said,

    December 25, 2010 @ 10:49 PM

    સુંદર ગીત.

  9. pragnaju said,

    December 26, 2010 @ 11:07 AM

    તપ્ત ધરામાં જે શોષાયું, ક્યાંક ઠર્યું વળી કૂપ,
    જલધારામાં વહી ગયું એ ઉરને ગમતું રૂપ;
    શૂન્ય હતું તે શૂન્ય રહ્યું એ નભને રહૈ હું ન્યાળી.
    ભીના ભીના ભાવથી ભીંજવતું ભાવભર્યું મધુર્રું ગીત

RSS feed for comments on this post · TrackBack URI

Leave a Comment