બદલતી રહે છે દશા હર તબક્કે
અને હું તબક્કા વટાવી રહ્યો છું !
ડૉ. મહેશ રાવલ

બોલ હે ઈશ્વર ! – અનિલ ચાવડા

વાત છે લોહી ઊડ્યું એ છાંટણાની.
ત્યાં ગણતરી શું કરું હું આંકડાની ?

બોલ હે ઈશ્વર ! મને કંડારવામાં
આંગળાની ભૂલ છે કે ટાંકણાની ?

સાવ સુક્કા વૃક્ષ જેવું મોં કરીને,
પાંદડાંની વાત કે’ છે, પાંદડાંની ?

વૃદ્ધથી રડવું જ રોકી ના શકાયું,
વાત જ્યારે નીકળી આ બાંકડાની.

એક માણસ નામની ફૂટી છે શીશી,
ને ભરાણી છે સભાઓ ઢાંકણાંની.

– અનિલ ચાવડા

ઈશ્વર જેવા ઈશ્વરને ધમકાવીને એની ભૂલનો હિસાબ માંગતા કવિની આ ગઝલ સહેજે ગમી જાય એવી છે. એમાંય માણસ નામની શીશી ફૂટે અને ઢાંકણાંઓની સભા ભરાય એ વાત શીઘ્ર પ્રત્યાયનમાં જેટલો સહજતાથી સમજાઈ જાય છે એટલો જ માર્મિક પણ છે…

15 Comments »

  1. Pravin Shah said,

    November 13, 2008 @ 5:49 AM

    ઈશ્વર જો આ ગઝલ વાંચે તો પોતાના આંગળા બદલે કાં ટાંકણું !

  2. sudhir patel said,

    November 13, 2008 @ 9:36 AM

    સુંદર ગઝલ. મજા આવી ગઈ!
    સુધીર પટેલ.

  3. pragnaju said,

    November 13, 2008 @ 9:44 AM

    એક માણસ નામની ફૂટી છે શીશી,
    ને ભરાણી છે સભાઓ ઢાંકણાંની.
    અનિલની સુંદર અભિવ્યક્તી
    મોટા ગજાની બેનપીન્કીનો રસાસ્વાદ
    ખૂબ ગમી ગયો હતો તે રજુ કરું છું-
    આપણી સરકાર આંકડાઓની માયાજાળમાંથી બહાર જ નથી આવી શકતી અને એક સીધો સાદો પ્રશ્વ આપણા સૌનાં મનમાં થાય છે જે અનિલ બખૂબી પેશ કરે છે. તો મ્હોરેલી વસંત પણ આપણા મનમાં વ્યાપેલી નિરાશારૂપી પાનખરને દૂર નથી કરી શકતી ત્યારે અનિલ પૂછે છે, પાંદડાંની વાત કરે છે અને તે પણ સૂક્કાં વૃક્ષ જેવું મોં કરીને….., પાંદડાંની ?!! બીજીવાર પાંદડાંની ? શબ્દ શેરને કેવો ચોટદાર બનાવી જાય છે. એકાકી વૃદ્ધોની એકલતાને દૂર કરવા બસ બાંકડા સિવાય કોઈ આધાર નથી ? આ શેર વાંચીને શું આપણાથી રડવું રોકી શકાય છે ? અને છેલ્લો શેર તો – કાચની શીશીની જેમ હરઘડીએ તૂટતો માણસ જ્યારે સાચે જ ફૂટી જાય છે અને ત્યારે સભા ભરાય છે માત્ર ઢાંકણાંની …. છેલ્લે બેસણાંમાં ગયા ત્યારે આપણે તો ઢાંકણું બનીને ન’તાં ગયાંને ? જેટલાં સરળ એનાં શબ્દો એટલું જ સરળ એનું વ્યક્તિત્વ……અંકિતની જેમ અનિલ પણ શરૂઆતથી જ વેબમહેફિલને મદદ કરી રહ્યો છે. આભાર શબ્દ કદાચ નાનો પડે પણ તો પણ…….આભાર !!

  4. ડૉ. મહેશ રાવલ said,

    November 13, 2008 @ 3:08 PM

    અનિલ ચાવડાના નામ આગળ હવે નવોદિત નહીં, નિવડેલ લગાડીને સંબોધન કરવું જોઇએ- એમ કહેવાનું મન થાય એવી કાબેલિયત કેળવી છે એમણે.
    એક માર્મિક નજાકત લઈને આવે છે એમની ગઝલયત.
    -અભિનંદન, નિવડેલ અનિલ…..!

  5. preetam lakhlani said,

    November 13, 2008 @ 4:07 PM

    પ્રિય ધવલ ભૈ, આ ચાર મિત્રોને બાદ કરિ એ તો વાચકની સુન્યતા આખે આવિને ચોટૅ

  6. uravshi parekh said,

    November 13, 2008 @ 10:26 PM

    સરસ છે.ખુબ અસરકારક રિતે વાત કહેવણી છે.
    સુન્દર અને ધારદાર અભિવ્યક્તી છે.
    એક શિશી ફુટી અને સભા ભરાઈ ઢાન્કણાઓ નિ.
    કેવુ કેવુ ચલતુ હોય છે નહી ?.
    સરસ છે.

  7. Pinki said,

    November 14, 2008 @ 2:20 AM

    અનિલની પ્રિય રચના….
    તૂટી ગયેલ શીશીનાં ઢાંકણાંઓની સભા ભરાય તેટલું ય બસ, બાકી તો ?!!

    આભાર પ્રજ્ઞા આંટી !! જો કે વૅબમહેફિલ તો બસ આપ સૌને મળવાનો, વિચારોની આપ-લે કરવાનો એક નમ્ર પ્રયાસ માત્ર છે.

  8. Dr.Vinod said,

    November 15, 2008 @ 8:54 AM

    અનિલભાઇની ખુબ સરસ રચના. ઇશ્વર પણ મોંમા આંગળા નાખી દે….! મજા આવી ગઇ

  9. kantilalkallaiwalla said,

    November 15, 2008 @ 10:58 PM

    Fact is described correctly. And no one can deny the fact not even God so Anilbhai got strength to tell truth to God.Well done Anilbhai.

  10. ગઝલચાહક said,

    November 18, 2008 @ 9:23 AM

    વાહ!

  11. sures said,

    November 27, 2008 @ 9:23 AM

    hu hammesha anil chavdani gazalno chahak rahyo chhu…..

  12. sures parmar said,

    November 27, 2008 @ 9:24 AM

    hu hammesha anil chavdani gazalno chahak rahyo chhu…..

  13. PIYUSH M. SARADVA said,

    November 25, 2009 @ 7:06 AM

    સરસ

  14. chetna said,

    March 30, 2010 @ 8:00 AM

    બહુ જ સરસ ગમિ અને હ્રદય મ ઉતરઇ જાય એવિ રચના….

  15. Amit chavda said,

    April 22, 2013 @ 9:40 AM

    અફસોસ નથી કે ઝિંદગી બેનામી જશે,
    શત્રુ થી સોભાવતી નનામી હશે.
    -મીશીમિત

RSS feed for comments on this post · TrackBack URI

Leave a Comment