અખૂટ વાતો ભીતરમાં ભરી હતી એ છતાં,
નવા મિલનમાં હતાં બેય જણ જરા ચુપચાપ.
વિવેક મનહર ટેલર

ગઝલ – મુકુલ ચોક્સી

ખુલ્લી હદથી વધારે જાત ન કર,
આંખ ભીની કર, અશ્રુપાત ન કર.

તું ભલે મારો પક્ષપાત ન કર,
પણ ગમે તેની સાથે વાત ન કર.

થોડા બીજાને માટે રહેવા દે,
સઘળા સત્વોથી મુજને જ્ઞાત ન કર.

બૂટ પહેરી નીકળતા પગ માટે,
આંગણે ફૂલની બિછાત ન કર.

જીતનારાઓને જ જીતી જો,
હારનારાઓને મહાત ન કર.

મારો ચહેરો બીજાનો ચહેરો હોય,
એવી રીતે તું દૃષ્ટિપાત ન કર.

કર, સવારો વિશે તું ચિંતા કર,
પણ એ ચિંતાઓ આખી રાત ન કર.

-મુકુલ ચોક્સી

મુકુલભાઈની એક ખુશનુમા ગઝલ જે કશી પણ પૂર્વભૂમિકાની મહોતાજ નથી… બધા જ શેર ગમી જાય એવા છે…

13 Comments »

  1. Shah Pravinchandra Kasturchand said,

    October 16, 2008 @ 7:09 AM

    જગત જકડાઈ ગયું છે જબ્બર ઝંઝાવાતોથી
    આવો મુકુલભાઈ આવી ગઝલોની વાતો લઈ.

  2. pragnaju said,

    October 16, 2008 @ 9:15 AM

    સરસ ગઝલ
    ખુલ્લી હદથી વધારે જાત ન કર,
    આંખ ભીની કર, અશ્રુપાત ન કર.
    વાહ
    નહીં ટો હુરટી કહેવત કહેશે
    હસતા માટીનો અને રડતી રાંડનો ભરોસો ન કર!
    પણ શું કરું?
    दर्‌द-ए दिल लिखूं कब तक जाऊं उन को दिख्‌ला दूं
    उंग्‌लियां फ़िगार अप्‌नी ख़ामह ख़ूं-चकां अप्‌ना

    घिस्‌ते घिस्‌ते मिट जाता आप ने `अबस बद्‌ला
    नन्‌ग-ए सिज्‌दह से मेरे सन्‌ग-ए आस्‌तां अप्‌ना

  3. preetam lakhlani said,

    October 16, 2008 @ 9:50 AM

    મુકુલ ભૈ, તમારી ગઝલ લાજ્વાબ લાગી….બેચાર શેર બહુજ ગમયા, ગઝલ લખવિ બહુજ શહર ચે પણ એક શેર લખવો કટ્ટિન ચે…….

  4. sudhir patel said,

    October 16, 2008 @ 10:04 AM

    મસ્ત ગઝલ!
    ગઝલ અને પ્રજ્ઞાબેનની ટિપ્પણી બન્નેમાં મજા આવી!!
    સુધીર પટેલ.

  5. preetam lakhlani said,

    October 16, 2008 @ 10:16 AM

    Hi Mukul,
    I like your Gazal, It is easy to write a Gazal,but very hard to writ one nice sher. mukul I like your gazals you not only write gazal but I always enjoy your sher,when I read your gazal.At present only a few Gazalkars write nice sher;other wise most of them only like to write Gazal including myself…….How can I forget to thanks Dhaval & Vivek.

  6. ડૉ. મહેશ રાવલ said,

    October 16, 2008 @ 1:05 PM

    બોલ-ચાલની સરળભાષામાં મુકુલભાઈએ સહજતાથી કહી દીધું જે કહેવાનું હતું એ…….!
    યાદ આવી મને,મારી જ પંક્તિ,

    લોકો ખુલાસા માંગશે સંબંધના
    તેં આચરેલાં છળ વિષે ચર્ચા ન કર!

  7. ઊર્મિ said,

    October 16, 2008 @ 1:24 PM

    બૂટ પહેરી નીકળતા પગ માટે,
    આંગણે ફૂલની બિછાત ન કર.

    ક્યા બાત હૈ મુકુલભાઈ… બહુ જ સરસ ગઝલ છે… અને બધા જ શેર બહુ જ ગમ્યાં…!!

  8. Pinki said,

    October 17, 2008 @ 3:25 AM

    વાહ્. બધાં અશઆર મજેનાં છે.
    મને પણ મહેશ અંકલની ગઝલ યાદ આવી ગઈ !!

  9. Mansi Shah said,

    October 17, 2008 @ 4:45 AM

    તું ભલે મારો પક્ષપાત ન કર,
    પણ ગમે તેની સાથે વાત ન કર.

    Simple & Sweet.

    Mansi Shah

  10. ધવલ said,

    October 17, 2008 @ 8:25 AM

    ખુલ્લી હદથી વધારે જાત ન કર,
    આંખ ભીની કર, અશ્રુપાત ન કર.

    – સરસ !

  11. Natver Mehta, Lake Hopatcong, New Jersey said,

    October 22, 2008 @ 1:27 PM

    મુકુલભાઈ એટલે શબ્દોના મહારથી…
    દરેક શેર, શેરથી સવા શેર!
    આટલા સરળ શબ્દોમાં કેટલી ઉત્તમ રજુઆત કરી છે.

    તું ભલે મારો પક્ષપાત ન કર,
    પણ ગમે તેની સાથે વાત ન કર.

    કેવી સરસ રજુઆત? શુભાન અલ્લાહ!!

    આંખોથી જ કહી દે જે કે’વું હોય તે
    હોઠોથી એની કદી રજુઆત ન કર..

    આમ તો ઘણા ગમ છે જીઁદગીમાં.
    એને ગણવાની તું શરૂઆત ન કર..

    જાણુ છું હું તું મને ચાહે અપરંપાર
    ભલે,તું આજ એની કબુલાત ન કર.

    લો, કરલો બાત!!
    મુકુલભાઇએ તો મારામાંના કવિને જગાવી દીધો..

    નટવર મહેતા
    http://natvermehta.wordpress.com/

  12. vadher vimal said,

    August 9, 2012 @ 12:36 PM

    Khub j sundar,
    parka o maate mann ne udaas naa kar,……
    aankho ni papan par bhinaas naa kar…..

  13. vadhervimal said,

    August 9, 2012 @ 12:41 PM

    Su thvanu bhulaayela one yaad karine!!!….
    Emne yaad karvaanu pan Have bas kar…….

RSS feed for comments on this post · TrackBack URI

Leave a Comment