ઘણું સારું થયું, આવ્યા નહીં મિત્રો મને મળવા
અજાણે આમ હાલતની, ઘણાએ લાજ રાખી છે.
કૈલાસ પંડિત

The crescent moon: પ્રતિપદા – ઉશનસ્

In the arid dark space
In such a vast pathlessness
Rises
A tiny fingerlike crescent
which beckons like an arrow-
and reads
‘The Road to Fullmoonness‘.

*

વેરાન ને કાજળ શ્યામ આભમાં
અનંત આ નિષ્પથતા વિશે ઊગી
પ્રતિપદા, દેવની અંગુલિશી,
જે તીરની જેમ અણીથી દાખવે:
વંચાય છે-
‘આ પૂર્ણિમા તરફ જાય વળી વળાંક’.

-ઉશનસ્

કવિ ઉશનસ્.ના આ અંગ્રેજી કાવ્યનો અનુવાદ એમણે પોતે જ કર્યો છે. અને ગુજરાતી કવિતા કરતાં અંગ્રેજી કાવ્ય કદાચ વધુ સહજ-સાધ્ય બન્યું છે. અમાસ પછીની પહેલી રાતે ઘેરું કાળું આકાશ પથહિનતાનો આભાસ કરાવતું હોય તેવામાં નાનકડી આંગળી સમો ચંદ્ર માર્ગદર્શક તીરની જેમ ઊગે ત્યારે આકાશમાં આ રસ્તો પૂર્ણિમા તરફ લઈ જાય છે એવું કવિને વંચાય છે. આ ‘વંચાય છે’ શબ્દપ્રયોગ નાની અમથી આ વાતને ‘કવિતા’ બનાવે છે…

(પ્રતિપદા=હિંદુ મહિનાનાં બે પખવાડિયાંની પહેલી તિથિ, એકમ, પડવો.)

8 Comments »

  1. mahesh Dalal said,

    October 9, 2008 @ 6:33 AM

    બહુજ સુન્દર કલ્પ્ના..

  2. ધવલ said,

    October 9, 2008 @ 8:32 AM

    સલામ !

  3. shailesh pandya said,

    October 9, 2008 @ 11:56 AM

    ખુબ સરસ….વાહ ….

  4. uravshi parekh said,

    October 9, 2008 @ 7:19 PM

    સરસ છે.
    અન્ધરા મા થિ અજવળા તરફ જવાનો રસ્તો.
    દરેક મુશ્કેલિ મા રસ્તો બતાવનારુ તો કોઇક તો હોય જ છે.
    જોવુ જોઇયે, અને દેખાવુ જોઇયે.

  5. uravshi parekh said,

    October 9, 2008 @ 7:25 PM

    સરસ છે.
    અન્ધરા મા થિ અજ્વળા તરફ જવનો રસ્તો.
    મુશ્કેલિ મા કોઇક તો રસ્તો હોય જ છે.
    જોવો જોઇયે, અને દેખવો જોઇયે.

  6. pragnaju said,

    October 11, 2008 @ 3:31 PM

    ખૂબ સુંદર
    વંચાય છે-
    ‘આ પૂર્ણિમા તરફ જાય વળી વળાંક’.

  7. પંચમ શુક્લ said,

    October 11, 2008 @ 6:35 PM

    આ પૂર્ણિમા તરફ જાય વળી વળાંક’ – કેવી સરસ રીતે પૂર્ણિમા સુધી પહોંચવાની વાત કહેવાઈ છે. આને કહેવાય કવિદૃષ્ટિ!

  8. kaju said,

    October 17, 2008 @ 12:36 PM

    સરસ

RSS feed for comments on this post · TrackBack URI

Leave a Comment