નિરાંત – કુસુમાગ્રજ
જયંતીની
પાછલી રાતે
ચારે બાજુ સૂમસામ થયા પછી
પૂતળાએ
ખંખેરી નાખ્યા
શરીર પર ભેગા થયેલા
અસંખ્ય નમસ્કાર
અને તે ગણગણ્યું :
સદભાગ્યે
આવતી જયંતી સુધી
મારે ફક્ત
કાગડા જ
સહન કરવા પડશે.
– કુસુમાગ્રજ
(અનુ. – જયા મહેતા)
હમણા જ ગાંધી-જયંતી ગઈ છે. ગાંધીને ભૂલવાની મોસમ આવતા વર્ષ સુધી રહેશે. આપણા ઠાલા નમસ્કાર કરતા ગાંધી કાગડાની ‘કંપની’ પંસદ કરે એમા કોઈ શંકા નથી. કુસુમાગ્રજનું આ જ વિષય પરનું બીજું આટલું જ ધારદાર કાવ્ય પણ જોશો.
વિવેક said,
October 8, 2008 @ 2:41 AM
કુસુમાગ્રજની કવિતાઓ એટલી સરળ અને સચોટ હોય છે કે વાંચ્યા પછી પ્રતિભાવ આપવા બેસીએ ત્યારે આંગળીના ટેરવાં જામી ગયા હોય એમ લાગે…
preetam lakhlani said,
October 8, 2008 @ 6:58 AM
પ્રિય પ્રવિણ ભૈ, મોટા ભાગે અભિપ્રાય લખનારા કાગડા ની કા …કા.. કરતા હોય ચે,
preetam lakhlani said,
October 8, 2008 @ 7:08 AM
પ્રિય ધવલ્ માફ કરજો ભુલ થી તમારા નામને બદલે હોથે પ્રવિન ભાઇનુ નામ આવિ ગયુ…..કવિતા ગમે ચે ત્યારે મોનમા ડુબી જાવ ચુ, શુ મોન શિવાય બિજી કોહી ભાસા હોય શકે ખ રી……………
pragnaju said,
October 8, 2008 @ 9:56 AM
સાંપ્રત લાગણીઓને વ્યક્ત કરતા
બન્ને સચોટ ધારદાર ાછાંદસ
varsha tanna said,
October 8, 2008 @ 10:20 AM
એકદમ ચોટદાર. નાનો પણ રાઈનો દાણો. થોડામા ઘણુ કહેી દેીધુ