છોડી મને, કૂદી પડ્યું બચપણ તળાવમાં,
ત્યાં દોડતું આવ્યું, સ્મરણનું ધણ તળાવમાં.
વાતાવરણમાં યોગના આસન કરી કરી
સૂતા શવાસનમા બધાં રજકણ તળાવમાં.
વંચિત કુકમાવાલા

આપણું સન્ધાન – અમિત વ્યાસ

તું અમસ્તી વાતમાં વ્યાકુળ છે;
આપણું સન્ધાન ચપટી ધૂળ છે !

હોય માનવતા જો તારું ગોત્ર તો;
આ જગત આખ્ખુંય તારું કુળ છે !

કોઈ પણ ઓળખ ન એની થઈ શકી;
સર્વ વ્યાપક છે અને સંકુલ છે !

અન્ય માટે છે એ કેવળ વસ્ત્ર પણ;
તું પહેરે એટલે પટકુળ છે !

ધીમે-ધીમે એ સ્વયં વિકસી જશે;
એટલાં ઊંડાં તો એનાં મૂળ છે !

સ્થાનનો મહિમા જ અંતે સાંપડ્યો;
કૈં નથી ને તોય ત્યાં ગોકુળ છે !

– અમિત વ્યાસ

16 Comments »

  1. Pinki said,

    July 11, 2008 @ 1:58 AM

    હોય માનવતા જો તારું ગોત્ર તો;
    આ જગત આખ્ખુંય તારું કુળ છે !

    વાહ્. સુંદર વાત !! સુંદર ગઝલ !!

  2. pragnaju said,

    July 11, 2008 @ 8:21 AM

    મઝાની ગઝલની આ સુંદર પંક્તીઓ
    હોય માનવતા જો તારું ગોત્ર તો;
    આ જગત આખ્ખુંય તારું કુળ છે !
    યાદઆવી માનવતાની વાત્-
    ‘પૂર્ણતાના રાજ્યમાં મારે રઝળવું પડે છે;
    ક્ષુધા તથા પિપાસાથી મરવું રહે છે. એથી જ હું શોકિત છું.’
    ‘અહીં આવશો ?’
    મેં પ્રેમથી પૂછ્યું.
    એના મોઢે શરમના શેરડા ફરી વળ્યા.
    એણે તરત કહ્યું: ‘ હા.’
    ‘તારા પ્રેમના પુરસ્કારરૂપે દીપકનું દાન કરતી જાઉં છું. મારું નામ માનવતા.’
    અને એ મારા હૃદયમાં પ્રવેશી ગઈ.

  3. ધવલ said,

    July 11, 2008 @ 10:55 AM

    તું અમસ્તી વાતમાં વ્યાકુળ છે;
    આપણું સન્ધાન ચપટી ધૂળ છે !

    – બહુ સરસ !

  4. Jayshree said,

    July 11, 2008 @ 2:02 PM

    વિવેકભાઇ,
    આ ગઝલ સાથે તમારી કોઇ વાત કેમ નથી? ગઝલ વિષે, કવિ વિષે…

  5. nilamdoshi said,

    July 11, 2008 @ 10:30 PM

    હોય માનવતા જો તારું ગોત્ર તો;
    આ જગત આખ્ખુંય તારું કુળ છે !

    nice..
    same que of mine too…

    which jayshree asked
    feelslike something mising.
    and thats not allowed
    pl. kindly note this.
    thanks

  6. ડૉ. મહેશ રાવલ said,

    July 12, 2008 @ 12:06 AM

    અમિતની એ ખાસિયત રહી છે કે,એ મૂળસુધીની વાત પણ,સાવ સહજતાથી અને સરળ શબ્દોમાં કરી શકે છે,
    અભિનંદન !

  7. વિવેક said,

    July 12, 2008 @ 2:41 AM

    પ્રિય જયશ્રી તથા નીલમબેન અને સર્વ વાચકમિત્રો,

    કવિતાની સાથે કવિ અથવા કાવ્ય પરિચયની ગેરહાજરી અંગે….

    ક્યારેક કોઈ કવિતા જ એવી મીઠી લાગે કે કવિતા અને ભાવકની વચ્ચે આવવાની ઈચ્છા જ ન થાય. ક્યારેક એવું લાગે કે કવિતા અને ભાવકની વચ્ચે અકારણ આડખીલી જેવા અમે અટવાયા કરીએ છીએ એટલે બે-ચાર લાંબી ફૂટનોટ પછી બ્રેક લેવાનું મન થાય. ક્યારેક એવું ડિપ્રેશન પણ આવે કે આપણા લવારા વાંચવા કોણ નવરું હશે? તો ક્યારેક સમયની મારામારી હોય એટલે ટૂંકનોંધ મૂકી ન શકાય.

    છેલ્લા ત્રણ દિવસોમાં ખૂબ વ્યસ્ત રહ્યો છું. જોઈતો સમય હાથ પર ન હોય ત્યારે કવિતા સાથે તાદાત્મ્ય સાધવું દોહ્યલું બની જાય છે. કવિતામાંથી વારંવાર પસાર થયા પછી જ એના વિશે કોઈ પ્રતિભાવ આપવાનું શક્ય બનતું હોય છે. એટલે જ્યારે સમય અપૂરતો હોય ત્યારે ઉતાવળમાં કવિ કે કવિતાને અન્યાય કરી બેસાય એના કરતાં ચૂપ રહેવું સારું એમ વિચારીને આગળ ચાલી જઈએ છીએ.

    પણ સરવાળે ફૂટનોટ ન આપવામાં અમને જ નુક્શાન છે કેમકે કવિતામાં પ્રવેશવાનું એક કારણ અમે અકારણ જતું કરીએ છીએ. આપની સહૃદય પૃચ્છા બદલ આભાર. હવે પછી આવી અક્ષમ્ય બેદરકારી ન થાય એનું ધ્યાન રાખવા કોશિશ કરીશું.

  8. Jayshree said,

    July 12, 2008 @ 11:23 AM

    ઓ વિવેકભાઇ….

    આપણા લવારા વાંચવા કોણ નવરું હશે? – આવો વિચાર તો કંઇ થાય તમારાથી?

    લયસ્તરો પર પ્રતિભાવ આપતા કે પ્રતિભાવ (અને પોતાની હાજરીની નોંધ) ન આપતા વાચકો મારી સાથે સહમત થશે જ, કે લયસ્તરો પર અમે કવિતાની સાથે તમારા ‘લવારા’ વાંચવાની તૈયારી અને નવરાશ સાથે લઇને જ આવીએ છીએ… તમને આ વાતની ખબર કેમ નો’તી એની જ મને તો નવાઇ લાગે છે.. !!

  9. Harikrishna said,

    July 12, 2008 @ 2:48 PM

    Vivekbhai,
    Let me say a BIG thank you for giving such material.
    I also thank Shri Vyas for his enchanting verses which has pleased me
    immensely.

  10. daxesh said,

    July 12, 2008 @ 7:52 PM

    હોય માનવતા જો તારું ગોત્ર તો;
    આ જગત આખ્ખુંય તારું કુળ છે ..very well said.
    આ બે લીટી એક પુસ્તક કરતાં વધુ કહી જાય છે.

  11. Dilipkumar K. Bhatt said,

    July 13, 2008 @ 10:23 PM

    પ્રિય વિવેક ભાઈ, તમે ફીદ બેક આપવાનુ લખો ખરા પણ ક્યરેક અમને જવબ આપો તો કેવૂ સારુ લાગે? જગતને જહેર છે તમારૂ સુત્ર,કે અખુય વિશ્વ આપણુ ગોત્ર છે. આ અગઊ પણ લખ્યુ છે કે તમારી હથરોટી બેસી ગૈ છે અન્દ શબ્દો તો તમરી પાસે અખુટ છે. અભીનન્દન-દિલિપકુમાર ભટ્ટ-એરિઝોના. આજે તરિખ ૧૩ જુલાઈ ૨૦૦૮

  12. વિવેક said,

    July 13, 2008 @ 11:02 PM

    પ્રિય દિલીપકુમારભાઈ ભટ્ટ,

    આપની શુભેચ્છાઓ અને પ્રતિભાવ બદલ આભાર.

  13. અનામી said,

    December 5, 2008 @ 1:09 PM

    વાહ!

    અન્ય માટે છે એ કેવળ વસ્ત્ર પણ;
    તું પહેરે એટલે પટકુળ છે !

    અદભુત.

  14. ABHIJEET PANDYA said,

    September 5, 2010 @ 4:43 AM

    ગઝલ સુંદર છે. ગઝલના કાિફ્યાઓ જેવાં કે ગોકુળ , વ્યાકુળ,પટકુળ સાથે ” સંકુલ ” બ્ંધબેસતો નથી. આમાં સુધારો
    કરવાથી ગઝલ નખિશખ સુંદરતા પ્રાપ્ત કરતી જોવા મળે છે.

    અિભજીત પંડ્યા ( ભાવનગર ).

  15. bharat vinzuda said,

    September 5, 2010 @ 6:53 AM

    Gazal ma 6 sher chhe.aetle 1 sher sankul valo kadhi nakhyo hoy to pan gazal ne kashi hani thati nathi.
    Parantu gazalkar ni sammati levi pade !

  16. અમિત વ્યાસ said,

    March 26, 2020 @ 3:06 PM

    પ્રિય આદરણીય સર્જક વિવેકભાઈ,
    આપ જે કૃતિ વિશે લખો છો, તે અમારા માટે પ્રવેશ દ્વાર બની રહે છે….
    ઘણીવખત સર્જકના”લવારા”ઈત્તર જગ્યાએ અણ જાણ્યે પોંખાતા જોવામાં આવ્યા છે. એટલે ઘણી વાર આપણી પોતાની સમજ અંગે પણ સવાલો થયા કરે તે સહજ છે… એટલે આપ જેવા મરમી કશુંક કહે એનાથી ઘણો ફેર પડે… અસ્તુ ….સમય કાઢીને પણ થોડું લખો એવો મારો પ્રેમ આગ્રહ સ્વીકારશો. અસ્તુ
    આપ સહુ મિત્રોનો ખૂબ ખૂબ આભાર સહ પ્રેમ સ્મરણ વંદન….

RSS feed for comments on this post · TrackBack URI

Leave a Comment