પછાત માણસ – સર્વેસ્વરદયાલ સક્સેના
બધા બોલતા હતા.
ત્યારે તે ચૂપ રહેતો હતો,
બધા ચાલતા હતા
ત્યારે તે પાછળ ખસી જતો હતો,
બધા ખાવા પર તૂટી પડતા હતા
ત્યારે તે અલગ બેસીને થોડું થોડું ખાતો હતો,
બધા થાકીને સૂઈ જતા
ત્યારે તે શૂન્યમાં ટગર ટગર જોયા કરતો
પણ જ્યારે ગોળી ચાલી
ત્યારે સૌથી પહેલાં
તે મરી ગયો.
– સર્વેસ્વરદયાલ સક્સેના
(અનુ. સુશીલા દલાલ)
અઢળક કમનસીબીને વારસામાં લઈને જન્મેલા એક આખા સમાજની વાર્તા આ જ છે. ભારતમાં જ નહીં, આખી દુનિયામાં.
pragnaju said,
June 30, 2008 @ 9:58 PM
સર્વેસ્વરદયાલનું સચોટ અછાંદસ
આવાં વ્યક્તીઓ જોયા છે!
એક તો ગોળી વાગી ઘાયલ થયેલો આવો જ છોકરો અમારી સામે જ રહેતો હતો!!
Hemant said,
July 1, 2008 @ 12:17 AM
આવુ જ થાય , શાન્તિ થી જીવનાર જ ખુબ હેરાન થાય
વિવેક said,
July 1, 2008 @ 2:13 AM
અવાક્ થઈ જવાય એવું ધારદાર કાવ્ય…
Dee said,
July 1, 2008 @ 4:22 AM
દિલમાં ગોળી વાગી ગઈ, આ રચના વાંચીને….
Pinki said,
July 1, 2008 @ 12:49 PM
ચોટદાર ! ધારદાર !
Lata Hirani said,
July 2, 2008 @ 4:22 AM
so painful..& touchy
ઊર્મિ said,
July 7, 2008 @ 12:44 PM
……………………