સફળ માણસો – વિપિન પરીખ
એક રવિવારની સાંજે
અમે બસ આમ જ ચર્ચામાં ઊતરી પડ્યા :
‘ક્યો માણસ જિંદગીમાં સફળ થાય છે ?’
એકે કહ્યું, ‘એ જ માણસ સફળ થાય છે –
જે પોતાના ધ્યેય પાછળ રાતદિવસ મંડી રહે છે.’
તો બીજો કહે: ‘જે સંજોગોને સમયસર ઝડપી લે છે
તે જ સફળ થાય છે.’
તો વળી કોઈ કહે: ‘ગમે તે હો ભાગ્ય વિના અહીં
કોઈને કશું મળતું નથી.’
પણ એકે જે કહ્યું તે સાંભળીને બધા હસી પડ્યા.
એણે કહ્યું:
‘સફળ માણસો કવિતા નથી લખતા.’
-વિપિન પરીખ
આ કવિતા વાંચતા પહેલી નજરે જ ખરી જ લાગે છે… કે ખરી નથી લાગતી ? … કે ખાલી હસવુ જ આવે છે ?… કે ગુસ્સો આવે છે ? …. કે પછી બગાસુ આવે છે ? ….. યારો, કવિતાની વાત છે … જરા દિલ પર હાથ રાખીને જવાબ આપજો !
gopal parekh said,
June 23, 2008 @ 11:42 PM
ગુસ્સો આવે છે, કવિતા લખે એ માણસ સફળ ન જ હોય એમ કેમ માની લીધુઁ?. સુરેશ દલાલ કવિ નથી?
Gaurang Thaker said,
June 24, 2008 @ 1:12 AM
આપણી અને કવિની સફળતાની વ્યાખ્યા અલગ છે. આપણે ભૌતિક સુખોને જ સફળતા ગણી લીધી છે ને કવિએ આત્મસુખ ને.પ્રસ્તુત કવિતા એ આપણી કવિતા ની સમજણ પર કવિએ કરેલો મોટો પ્રહાર જ છે. સાચી વાતે કે દુનિયા ના સુખને સફળતા ગણનાર કવિતા ન લખી શકે.સરસ કાવ્ય મૂકવા બદલ અભિનદન્…..વાહ્….. .
anil parikh said,
June 24, 2008 @ 1:54 AM
સફળતાના માપદડ આપણા પોતાના જ હોય છે.
વિવેક said,
June 24, 2008 @ 2:15 AM
કવિ કદાચ દુનિયાની નજરમાં સફળ હોઈ શકે પણ કવિ સુખી હોતો નથી. કદાચ કોઈ પણ કલાકાર ભીતરથી કદી ખુશ હોતો નથી. દુઃખ, અજંપો, અસંતોષ અને ઉપેક્ષાની લાગણીઓ કલાકારની અંદર સતત ભડભડતી રહે છે અને એ કણસાટ જ કદાચ કવિતા કે અન્ય કોઈ પણ કળાનું સર્જન કરે છે… ગૌરાંગભાઈની વાત સાચી છે: “પ્રસ્તુત કવિતા એ આપણી કવિતા ની સમજણ પર કવિએ કરેલો મોટો પ્રહાર જ છે”.
સુંદર કવિતા… વિપિન પરીખની કવિતાઓ મને આમે જ ભાવી જાય છે….
Pinki said,
June 24, 2008 @ 3:16 AM
‘સફળ માણસો કવિતા નથી લખતા.’
કવિ કદાચ દુનિયાની નજરમાં સફળ હોઈ શકે પણ કવિ સુખી હોતો નથી.
કોઈ પરિસ્થિતિ સામાન્ય વ્યક્તિને સ્પર્શી પણ શકતી નથી…
કિંતુ ઋજુ હૃદયના કવિને એ જ પરિસ્થિતિ સંવેદનશીલ બનાવી,
તેને દુઃખી રાખવા મજબૂર કરે છે અને તે દુઃખ
શબ્દોમાં ઉતારવા માટે પણ………
પણ લોકો કવિની વિભાવના આ જ કરે છે ? કરશે ?
jayesh upadhyaya said,
June 24, 2008 @ 4:54 AM
સરળ અને સચોટ શબ્દોના સ્વામી વીપીનભાઇ ઘડી બેઘડી વીચારતા કરી મુકે છે
Pravin Shah said,
June 24, 2008 @ 5:13 AM
‘સફળ માણસો કવિતા નથી લખતા.’
કદાચ નહીં લખતા હોય,
પરંતું જે કવિતા લખે છે તેમને સફળતાની પરવા હોતી નથી,
તેમના શ્વાસમાં શબ્દો વણાઇ ચૂકયા હોય છે,
બસ તે સતત કવિતા લખતા જાય છે,
વિવેકભાઇએ પણ થોડા દિવસ પહેલા આજ વાત કહી હતી-
શબ્દો મારા શ્વાસ છે.
Girish Desai said,
June 24, 2008 @ 9:09 AM
“સફળ માણસો કવિતા નથી લખતા.” .
આપણે કોઇ પણ ક્ષેત્રમાં કરેલા કર્મનું ધારેલું ફળ મળે તો સફળતા જ કહેવાયને ?
શું આપણે કદી કહી શકીશું કે નરસિહ મહેતા, કે કબીર કે વ્યાસમુનિ અસફળ થયાં ?
દરેક સફળ વ્યકિત કવિતા નથી લખતી પણ કવિતા લખનારા સફળ તો થાય છે જ.
જુઓ ખૂદ વિપીન ભાઇ પોતે આ કવિતા લખીને સફળ થયા કે નહીં ?
Shah Pravinchandra Kasturchand said,
June 24, 2008 @ 9:14 AM
“ભાઈ બળદ” જેવું લખનાર જ આવી અદભુત કવિતા લખી શકે.
મને કંઈ આવું કહેવાનું મન થાય છેઃ
“જો દે શક્તિ ઓ જગ વિધાતા,
તો કરી દઉં જગ, કવિતા કવિતા”
nilamdoshi said,
June 24, 2008 @ 10:21 AM
‘સફળ માણસો કવિતા નથી લખતા.’
કદાચ નહીં લખતા હોય,
પરંતું જે કવિતા લખે છે તેમને સફળતાની પરવા હોતી નથી,
તેમના શ્વાસમાં શબ્દો વણાઇ ચૂકયા હોય છે,
બસ તે સતત કવિતા લખતા જાય છે,
VERY TRUE..
VIPIN PARIKH…IS MY MOST FAVOURTE POET..I LIKE HIS ALL ACHANDAS…
થોડામાં ઘણુ કહી દે છે વિપિંનભાઇ…
THANKS
Ramesh Patel said,
June 24, 2008 @ 11:34 AM
રામાયણ મહાકાવ્ય…સમસ્ત સંસારને સુખી કરવાની શક્તી વાળા ની સફળતા કેટલી મોટી કહેવાય
સફળતા માપવાના વૈચારિક ભદ હોઈ શકે.
રમેશ પટેલ(આકાશદીપ).
Ramesh Patel said,
June 24, 2008 @ 11:35 AM
રામાયણ મહાકાવ્ય…સમસ્ત સંસારને સુખી કરવાની શક્તી વાળા ની સફળતા કેટલી મોટી કહેવાય
સફળતા માપવાના વૈચારિક ભેદ હોઈ શકે.
રમેશ પટેલ(આકાશદીપ).
pragnaju said,
June 24, 2008 @ 1:38 PM
તે જ સફળ થાય છે.’
તો વળી કોઈ કહે: ‘ગમે તે હો ભાગ્ય વિના અહીં
કોઈને કશું મળતું નથી.’
પણ એકે જે કહ્યું તે સાંભળીને બધા હસી પડ્યા.
એણે કહ્યું:
‘સફળ માણસો કવિતા નથી લખતા.’
-વિપિનની વાત સાચી છે
ફરીથી લખું
સફળ માણસો કવિતા નથી લખતા
પણ
કવિતા જીવે છે!
kalpendu said,
June 25, 2008 @ 1:43 AM
સફળ માણસ કવિ હોઇ પણ શકે.
દરેક નિષ્ફળ માણસ કવિ જ હોય તેવુ પણ નથેી
દુખેી માણસ કવિ હોય છે એવુ નથેી સમ્વેદન્શેીલ માણસ કવિ હોય છે
કુણાલ said,
June 25, 2008 @ 3:28 AM
મારા મતે … જે પણ વ્યક્તિ સંવેદનશીલ હોય … નજર કશે પણ પડતાં, લજામણી સંકોચાય એના કરતાયે ઝડપથી, એને દ્રશ્યમાં રહેલ સંવેદના અનુભવાતી હોય… એનું હ્રદય વલોપાત કરશે જ… એક સ્વાભાવિક પ્રતિક્રિયારૂપે … !! અને આ ચીજ થયા પછી કોઇ પણ જો દુઃખી થયા વિના રહી શકે તો પછી એ વ્યક્તિ શ્રીકૃષ્ણએ ગીતામાં કહ્યા મુજબનો સંપૂર્ણ સ્થિતપ્રજ્ઞ હશે !!!! 🙂 …
પણ આધ્યાત્મિક દ્રષ્ટીથી જોઇએ તો સ્થિતપ્રજ્ઞતા કદાચ સંવેદનશીલતા પછીનું જ પગથીયું હશે … કે સંવેદના તો અનુભવાય પણ મન વિચલિત થયા વિના કોઇ પણ પ્રતિક્રિયા ન કરે !! … પણ એ સ્થિતી એનાથી બહુ જ અલગ છે કે જ્યારે વ્યક્તિ એટલી અણઘડ હોય કે એને દ્રશ્યમાં નિહિત સંવેદના જ ન સમજાય ..
પણ મને કવિની વાત ફક્ત એક લાક્ષણિક કટાક્ષ જ લાગી … છતાં બની શકે કે મારા વિચારો કવિતાની અસરકર્તા કક્ષાની અંદર નહિ પહોંચી શક્યા હોય !! ..
Dr Jagdip R. Upadhyaya said,
June 25, 2008 @ 2:38 PM
‘સફળ માણસો કવિતા નથી લખતા.’………..
આ વિધાન સદા, સર્વદા, સર્વત્ર અને સંપૂર્ણતઃ સાચું જ છે એમ માની ન શકાય.
હમણાં પરીક્ષાના પરિણામની મોસમ છલકે છે. એટલે યાદ આવ્યું…….એક મહાશયે આવું જ એક વિધાન કર્યું હતું ” સારાં માર્કસથી પાસ થનારાં (સફળ થનારાં) હોંશિયાર વિદ્યાર્થી ARTSમાં નથી જતા ”
આ વાતમાં સત્ય કેટલું ?
આ વાતમાં સત્વ કેટલું ?
– ડો. જગદીપ ઉપાધ્યાય
સંચાલક : http://www.raviupadhyaya.wordpress.com
Himanshu V Bhatt said,
June 29, 2008 @ 2:33 AM
First of all, thanks for posting Vipinbhai’s poems. As is evident here, his poems make us think, and that is his true gift.
…
સફળતા એ ધ્યેયલક્ષી માપ છે. You can’t ask – was this person successul, rather, you have to ask “was this person successul at …”.
કોઇ પણ માણસની કવિ તરીકેની સફળતાનો માપદંડ તેની કવિતાઓજ હોય છે. તેનું મુદ્રીકરણ(monetization) નહિં. ગાલિબ ને તમે શું સફળ કવિ કહેશો? મરીઝને? બન્ને નાણાપ્રાપ્તિ અને તેમના જીવન દરમ્યાનના સમકાલિન કવિઓના સન્માન ના ધોરણે જુવો તો મહદ અંશે અસફળજ હતા.
મારી એક ગઝલનો આને લગતો શેર છે …
http://ekvartalap.wordpress.com/2007/02/19/to_shu_karish/
કોઈ ના માટે ન’તો લખતો કદી
કોઈ ને ગમશે કદી, તો શું કરીશ?
જે દિવસથી કવિ પોતાના આનંદની જગ્યાએ બીજા બધાને (વિવેચકો, નાણાપ્રાપ્તી, સન્માન, ઇત્યાદી…) માટે લખવા લાગે છે, તે દિવસથી તેના સર્જકપણાની સુખની ચાવી તે બીજાના હાથોમાં આપી દે છે.
તમને શું લાગે છે?
હિમાંશુ ભટ્ટ …
પ્રતિક ચૌધરી said,
August 31, 2008 @ 1:18 PM
એક રવિવારની રાતે-
પ્રતિક મંથનમાં ઊતરી ગયા
કવિઓ કેમ સફળ નથી હોતા?
ઉત્તર મળી ગયો સચોટ મને, એ મન દઈને લખતાં નથી હોતા.
દિલ લખાવે એ બધુ લખે, એમાં બધાં ભપકા નથી હોતા.
કવિઓ સફળ કયાંથી થાય,એમની ઈચ્છાઓને બાંધતા નથી હોતા.
વિપિન તું ગમેતે કહે બાકી–
બધાં અસફળો લખતાં નથી હોતા.
Nirlep Bhatt said,
February 7, 2009 @ 1:18 PM
Vipinbhai, j lakhe te gami jaay chhe…….perhaps, mari samjan ne koi prejudice hashe emna creation mate…I cannot disagree with his creations, somehow.