કાશ થોડી લેતી-દેતી હોત તો મળતાં રહેત,
પણ હિસાબો એની સાથેના બધા સરભર મળે.
હિતેન આનંદપરા

સંકલ્પ – શેખાદમ આબુવાલા

સંકલ્પ  વિના એ શક્ય નથી
તું   રોક નયનના આંસુ મથી
તું  હાથની   મુઠ્ઠી  વાળી  જો
રેખાઓ બધી બદલાઈ  જશે !

– શેખાદમ આબુવાલા

4 Comments »

  1. RAZIA MIRZA said,

    May 15, 2008 @ 5:02 AM

    એકદમ સાચ્ચી વાત,

  2. gopal parekh said,

    May 15, 2008 @ 5:26 AM

    ક્યા બાત હૈ, જલ્સો પડી ગિયો મારા ભૈ,

  3. Girish Desai said,

    May 15, 2008 @ 8:23 AM

    સંકલ્પથી કરેલા પુરુષાર્થથી જ ભાગ્યરેખા બદલી શકાય ને?

  4. pragnaju said,

    May 15, 2008 @ 9:34 AM

    સંકલ્પ વિના એ શક્ય નથી
    તું રોક નયનના આંસુ મથી
    સુંદર મુક્તક બહુ મોટી વાત કહે છે.
    રોજ સવારે સૂર્યોદય સમયે આપોઆપ ગુંજન થતો યજુર્વેદનો આ મંત્ર
    तन्मे मन: शिवसंकल्पस्तु !
    મારું મન હંમેશા કલ્યાણકારક સંકલ્પવાળું બનો.
    તેમા જ્યોતિ સ્વરુપ ચંચળ મનને શિવ સંકલ્પ કરવા આહ્વાહન છે.
    પછી
    તું હાથની મુઠ્ઠી વાળી જો
    રેખાઓ બધી બદલાઈ જશે !

RSS feed for comments on this post · TrackBack URI

Leave a Comment