‘લયસ્તરો’ને આજે થયા નવ વર્ષ
‘લયસ્તરો’ આજે નવ વર્ષ પૂરા કરે છે.
આમ તો સમયના વિરાટ ચક્રમાં નવ વર્ષ જરા જેટલો જ સમય છે. છતાં કવિતાના આનંદને વહેંચવાનો ઉદ્યમ આ મુકામે પહોંચ્યો એ બહુ સંતોષની ઘટના છે. કવિતા માટેનું ઋણ ચૂકવવાનો આટલો અવસર મળ્યો એ પોતે જ અનહદ આનંદ છે.
થોડા વખત પહેલા એવી વાત નીકળી કે કવિતા અને હકીકતમાં જીવાતું જીવન બહુ અલગ થઈ ગયા છે. કવિઓ જે લખે છે એને સામાન્ય માણસની રોજબરોજની જીંદગી સાથે બહુ પાતળો જ સંબંધ રહ્યો છે. આ વાતે મને વિચારતો કરી દીધો. આપણે જેને કવિતા કહીએ છીએ એ ખરેખર શું છે? એનું પ્રયોજન શું છે? એની જવાબદારી શું છે? એને આટલી ઊંચી કળા શા માટે ગણવામાં આવે છે? એવા પ્રશ્નો મને પૂછો તો એનો જવાબ તો મારી પાસે નથી. પણ એક વાત મનને અડકી ગઈ કે કવિતાને જીવ્યા પછી જે કવિતા બને છે એ અલગ જ કક્ષાની હોય છે. (મેઘાણી, કલાપી, મરીઝ કે મકરંદ દવેની કવિતા વાંચો એટલે વધારે કંઈ કહેવાનું રહેતું નથી.) કવિતાનો રોજબરોજની જીંદગી સાથે ગાઢ સંબંધ હોવો જરૂરી છે. કવિતા આજના સમયના પ્રશ્નોની સામે ઊઁધુ માથું કરીને લખી શકાય નહી. કવિતા એટલે સચ્ચાઈ અને સચ્ચાઈ એટલે કવિતા. એની સામે ઘણાનું કહેવું છે કે રોજબરોજની જીંદગીને વણી લેતી કવિતા ઓછી થતી જતી લાગે છે. કવિતાનું લોહી ઠંડુ થતું જતું લાગે છે. કવિતામાં સચ્ચાઈની ખોટ દેખાતી જાય છે.
આ વાત અહીં એટલા માટે કરી કે આ વિશે તમે -‘લયસ્તરો’ના વાંચકો- શું વિચારો છો એ જાણવું છે. ગુજરાતી કવિતાની દિશા વિશે તમારું શું કહેવું છે? કવિતા અને રોજબરોજની જીંદગી વચ્ચે તમને ભેદ લાગે છે કે નહીં? કવિતા લખવા માટે કવિતા ‘જીવવા’ની જરૂર ખરી? આ બધા વિશે તમે શું વિચારો છો એ સગવડે કોમેન્ટમાં લખશો.
દર વખતની જેમ આ વર્ષે પણ કંઈ નવું કરવાની ઈચ્છા છે. રોજ એક ગમતો શેર અને એ એક જ શેર પર ચિંતન. કવિતાના હાર્દ સુધી જવાની કોશિશ. આવતા સાત દિવસ સુધી.
સુરેશ જાની said,
December 4, 2013 @ 8:02 PM
જૂના સહકાર્યકર હોવાના સબબે અત્યંત આનંદની લાગણી થાય છે.
આત્મીયોને અભિનંદન અપાતા હોય તો સ્વીકારશો.
Rina said,
December 4, 2013 @ 11:53 PM
Many happy returns of the day to Layastaro and its awesome foursome. …:)
smita parkar said,
December 5, 2013 @ 3:30 AM
હું લયસ્તરો માં લગભગ ચાર મહિના થી જ છું મને કવિતા વાંચવાનો અને લખવાનો શોખ હતો જ .મારા એક મિત્ર એ મને આ બ્લોગ સુચવેલો…તમારી વાત એકદમ સાચી કે સચ્ચાઈ એટલે કવિતા અને કવિતા એટલે સચાઈ ….રોજબરોજ ની જિંદગી માં થી જ ઉદભવે છે કવિતા ..કેટકેટલી કવિતા આપણી આસપાસ જન્મ લેતી હોય છે ….ફક્ત જરૂર છે એને સમજણ ના શ્વાસ ની ….
ખુબ ખુબ અભિનંદન વિવેક સર
jahnvi antani said,
December 5, 2013 @ 3:43 AM
કવિતાને જીવ્યા પછી જે કવિતા બને છે એ અલગ જ કક્ષાની હોય છે. (મેઘાણી, કલાપી, મરીઝ કે મકરંદ દવેની કવિતા વાંચો એટલે વધારે કંઈ કહેવાનું રહેતું નથી.) કવિતાનો રોજબરોજની જીંદગી સાથે ગાઢ સંબંધ હોવો જરૂરી છે. કવિતા આજના સમયના પ્રશ્નોની સામે ઊઁધુ માથું કરીને લખી શકાય નહી. કવિતા એટલે સચ્ચાઈ અને સચ્ચાઈ એટલે કવિતા. … ૧૦૦% sahmat vivekbhai….
kavita atle sahajta ,…. સહજતા… જે સાહ્જિક ઉદભવે તે કવિતા.. ઃ)
jahnvi antani said,
December 5, 2013 @ 3:46 AM
અને આ વેબસાઇટ નેી તો હુ ચાહક છુ જ …. અવાર નવાર હુ fb status માટે હુ મુલાકાત લેતિ જ હોવ છુ .. એટલે … અભિનન્દન અને શુભેચ્છા .
nehal said,
December 5, 2013 @ 4:05 AM
Khub khub abhinandan anek shubhechhao. Kavita roj nu jivatu jivan j chhe.j stare jivatu hoi eno lay……etle j LAYASTARO…….mane evu lage chhe k kavita dhire dhire vidvatta no lobh-moh chhodi vadhu sachukli ane jivan na shvas ni najik aavti jai chhe.Anubhuti ni sachchai ane prablata koi pan shabdo na vagha paheri ne aave enu pragat thavu e j utsav chhe…kavita janm no utsav…….gujarati ma bhul kari hoi to kshama ….nehal
ભૂપેન્દ્ર ગૌદાણા,વડોદરા said,
December 5, 2013 @ 4:50 AM
સૌ પ્રથમ તો ખૂબ ખૂબ અભિનંદન પાઠવવાનો પ્રસંગ આવ્યો તે બદલ સતત નવ વર્ષ લયસ્તર નું ધોરણ જાળવવા- સાતત્ય જાળવવા અથાક મહેનત વિવેકભાઈની છેજ! એટલે સ્વાભાવિક રીતે અભિનંદન ના અધિકારી પણ વિવેકભાઈ છેજ, બીજી મહત્વની વાત, પ્રેસર કુકર ના દાખલા સાથે કહું તો જીવાતા જીવન માં પણ ઉમળકો- પ્રેસર આવે ત્યારે ભલભલા કવિ અથવા શાયર થઈજાય! એટલે જીવાતા જીવન સાથે કવિતા ચોક્કસ સંબંધ ધરાવે છેજ! કવિતા જીવવી કે જીરવવી તે રચનાર સાથે તો સંબંધ ધરાવે છેજ- અને વાંચનાર પણ અભિભૂત થાય કે તેની લાગણી માં ઝબોળાય તો રચના સાર્થક થાય છે.
Bharat Trivedi said,
December 5, 2013 @ 5:11 AM
હું કવિ કે સાહિત્યકાર નથી. કવિતા વાંચવી-સાંભળવી ગમે છે એટલે લયસ્તરોના બધાજ ‘પોસ્ટ’ માણુ છું. સુંદર ‘પોસ્ટ’ બદલ આભાર.
લયસ્તરોને નવમી વર્ષગાંઠે હાર્દિક અભિનંદન.
perpoto said,
December 5, 2013 @ 10:38 AM
અભિનંદન….મારું તાજું હાયગા (ફોટોકુ) અર્પણ…લયસ્તરોના સંચાલકોને…
અભણ છતાં
તડકો ભીનો રવિ ( કિત્તો)
દોરે કવિતા
Rajendra karnik said,
December 5, 2013 @ 10:39 AM
લયસ્તરો નવ જ પુરા કરે છે, એટલે આમ તો સગીર કહેવાય પરંતુ તેની પુખ્તતા, તેની પધ્ધત્તિ, તેની વાનગીઓ દેશ દેશાવરના ગુજરાતીઓને આલ્હાદક આનંદ આપે છે, આ નવ નવ્વાણુ + ૧ નાં ગુણાંકમાં અવિરત રહે એવી પ્રાર્થના.
kalpana Pathak said,
December 5, 2013 @ 12:36 PM
ઘણુ જીવો. સ્તરના સ્તરો રચો લયના. અભિનન્દન. આભાર. જય હો વિવેકભાઈ.
Sakshar said,
December 5, 2013 @ 2:53 PM
કવિતાને જીવવું એટલે શું? કવિતાની સચ્ચાઈ એટલે શું? કવિતા સાચી છે કે નહિ એ કોણ નક્કી કરે? કવિતા અને રોજબરોજની જીંદગી વચ્ચે ભેદ હોવો જોઈએ કે ન હોવો જોઈએ? જો હોય તો એને સાચી કવિતા કહેવાય કે ન હોય તો એને સાચી કવિતા કહેવાય?
himanshu patel said,
December 5, 2013 @ 8:21 PM
અભિનંદન,સંચાલકોને.
Harshad Mistry said,
December 5, 2013 @ 9:02 PM
Congratulations….!!!
Abhi to bahut door tak jana hai………………………………………’
M.D.Gandhi, U.S.A. said,
December 6, 2013 @ 12:25 AM
નવ વર્ષ પુરા કરીને દસમાં વર્ષની વર્ષગાંઠ પ્રસંગે હાર્દિક અભિનંદન અને શુભેચ્છાઓ….
Girish Parikh said,
December 6, 2013 @ 12:29 AM
http://www.GirishParikh.wordpress.com પર પોસ્ટઃ
વાંચવાનું ન ચૂકશોઃ શેર સપ્તક અને ચિંતન
ઉમદા કવિતા, કવિતાના સસમય આસ્વાદ, તથા ભાવકોના ભાવભર્યા પ્રતિભાવોની મારી પ્રિય વેબ સાઈટ લયસ્તરો.કોમને નવ વર્ષ પૂરાં થાય છે. મબલખ અભિનંદન.
ધવલ લખે છેઃ “દર વખતની જેમ આ વર્ષે પણ કંઈ નવું કરવાની ઈચ્છા છે. રોજ એક ગમતો શેર અને એ એક જ શેર પર ચિંતન. કવિતાના હાર્દ સુધી જવાની કોશિશ. આવતા સાત દિવસ સુધી.”
આપને વિનંતી કરું છું કે લયસ્તરો .કોમની નિયમિત મુલાકાત લેતા રહેશો.
Link: https://layastaro.com/?p=10791 .
Maheshchandra Naik (Canada) said,
December 6, 2013 @ 12:39 AM
લય્સ્તરોને જન્મદિવસના અભિનદન નવ વરસોથી આનદ માણુ છુ, કવિ નથી પણ કવિતા માણવા માટે સવેદનશીલ મન અને હ્દય ધરાવુ છુ કવિતા જ મનને હલબલાવતી હોય છે, કવિતા છે તો સવેદના અનુભવી શકાય છે, લયસ્તરો અને ડો. વિવેક્ભાઈ, ડો તિર્થેશ્ભાઈ ને ખુબ ખુબ અભિનદન્………………..ને શુભ્ કામનાઓ…………………….
Atul Jani (Agantuk) said,
December 6, 2013 @ 2:15 AM
શરમ જીવો શરદઃ
જન્મદિવસના ખૂબ ખુબ અભિનંદન
જીવન પરથી રચાયેલ કવન ચિરંજીવી હોય છે બાકી તો માત્ર વાણી વિલાસ
રામાયણ એટલે જીવંત કવિતા. ભગવદ ગીતા એટલે જીવંત કાવ્ય.
કલાપી,મેઘાણી જે જે જીવ્યા તે તે લખ્યું એટલે ચિરંજીવ બન્યાં.
RAMESH MEHTA said,
December 9, 2013 @ 6:09 AM
CONGRATULATION FOR 9th BIRTHDAY OF LAYASTARO.
THIS IS REALLY A GREAT ACHIEVEMENT IN THE HISTORY OF KAVITA IN NET
nirlep said,
December 14, 2013 @ 1:28 PM
congratulations TEAM layastro…TEAM = Together Everyone Achieves More, Please keep it up good work…..Well, tough to live poem, as such, but some are really time-tasted poetries and can very well fit in life and daily routine
Hasmukh Shah said,
December 14, 2013 @ 5:10 PM
અભિનન્દન !!!
ગુજરાતિ કાવ્ય જગત ને સમુરુદ્ધ કરવામા લયસ્તારોનુ યોગદાન મહત્વપુર્ન ગનાય્
વિનોદ જોશી said,
December 15, 2013 @ 1:34 AM
આપણી
આપણી વહાલી ગુજરાતી ભાષા માટે તમે જે કરો છો તે અભિનંદનને પાત્ર છે. ‘લયસ્તરો’ને નવમી વર્ષગાંઠે હાર્દિક અભિનંદન. -વિનોદ જોશી
suresh shah said,
January 7, 2016 @ 1:09 AM
Happy Birthday.
Well -Done
Keep it up.
All the Best.
Suresh Shah
Hasmukh Shah said,
January 7, 2016 @ 9:13 AM
અભિનન્દન !
DINESH said,
December 7, 2018 @ 5:32 AM
હર્દિક શુભેચ્ચ્હાઓ
Hasmukh Shah said,
July 16, 2019 @ 9:19 AM
અભેીનન્દન !!!