રણ તો કહેશે : કેટલાં હરણાં ઢળી પડ્યાં !
સપનાં ડૂબ્યાં છે કેટલાં તે ઝાંઝવાને પૂછ
મનોજ ખંડેરિયા

ન ફૂલ ને – નિરંજન ભગત

ન ફૂલ ને ફોરમ તોય ફોરતી,
વ્હેતી હવામાં હળુ ચિત્ર દોરતી.

અવ સુ-વર્ણ બધી જ ક્ષણેક્ષણ,
દિશેદિશે પ્રસર્યું અહીં જે રણ
ત્યાં વેળુમાંયે મૃદુ શિલ્પ કોરતી.

મધુર આ ઉરમાં પ્રગટી વ્યથા,
ક્ષણિકમાં ચિરની રચતી કથા,
સૌંદર્યની સૌ સ્મૃતિ આમ મોરતી.

– નિરંજન ભગત

કવિનું નામ ન લખ્યું હોય તો ય તરત જ પારખી શકાય કે નિ.ભ.નું ગીત છે. સરળ શબ્દોમાં રમ્ય છબી આંકી આપવાનું કૌવત જે એમના ગીતોમાં જોવા મળે છે તે બીજે ક્યારેક જ દેખાય છે. નાની સરખી અનુભૂતિ (નજીકમાં કોઈ ફૂલ નથી તોય ફોરમ આવે છે) ને લઈને સૃષ્ટિભરના સૌંદર્યને યાદ કરી લેવાનું કાવતરું એક કવિ જ કરી શકે !

6 Comments »

  1. shaileshpandya BHINASH said,

    March 4, 2008 @ 3:49 AM

    kya bat hai………very sensible potry……..by BHAGAT………

  2. shaileshpandya BHINASH said,

    March 4, 2008 @ 3:57 AM

    kya bat hai ……….very sensible poetry by..BHAGAT……….

  3. Pinki said,

    March 4, 2008 @ 4:44 AM

    સૃષ્ટિભરના સૌંદર્યને યાદ કરી લેવાનું કાવતરું એક કવિ જ કરી શકે !
    વાહ્ ધવલભાઈ,કવિનું આ કાવતરું ગમ્યું,

    ખૂબ ઓછા શબ્દોમાં સુંદર અભિવ્યક્તિ….!!

    શબ્દોમાં ન વર્ણવી શકાય- પ્રકૃતિના એ સૌંદર્યને આજે
    અભિવ્યક્તિ મળી ગઈ….!!

  4. jina said,

    March 4, 2008 @ 7:35 AM

    ખૂબ સરસ વાત!

  5. વિવેક said,

    March 4, 2008 @ 9:50 AM

    ખૂબ સહજતાથી ઊંડે ઊતરી ગઈ આ કવિતા…

  6. pragnaju said,

    March 5, 2008 @ 11:16 AM

    થોડું તેનું િચંતન થયું.
    સંતો કહે છે તેમ પરમના અણસારમાં આવું જ થાય છે-
    સુરેશભાઈ યાદ આવ્યાં
    લીલ લપાઈને બેઠી જળને તળિયે;
    સૂર્યકિરણને એમ થયું કે લાવ જઈને મળિયે !
    કંપ્યું જળનું રેશમપોત;
    કિરણ તો ઝૂક્યું થઈ કપોત.
    વિધવિધ સ્વરની રમણા જંપી નીરવની વાંસળીએ !
    હળવે ઊતરે આખું વ્યોમ;
    નેણને અણજણી આ ભોમ.
    લખ લખ હીર ઝળકે ભીના તૃણ તણી આંગળીએ !

RSS feed for comments on this post · TrackBack URI

Leave a Comment