મોકો મળ્યો – ચિનુ મોદી
સરસ વાત કરવાનો મોકો મળ્યો,
તને પુષ્પ ધરવાનો મોકો મળ્યો.
મને ક્યાં ખબર: હું છું વ્હેતો પવન,
બધાં ઘર ફરવાનો મોકો મળ્યો.
થયું: હાશ સારું કે છે તો ખરો,
ખુદા છે તો ડરવાનો મોકો મળ્યો.
બચતમાં હતાં અશ્રુઓ એટલે
નયન બન્ને ભરવાનો મોકો મળ્યો.
મુસીબત પડી એ તો સારું થયું,
સ્વજનને તો સરવાનો મોકો મળ્યો.
ગઝલને થયું: છે આ ‘ઈર્શાદ’ તો
ઠરીઠામ ઠરવાનો મોકો મળ્યો.
-ચિનુ મોદી
perpoto said,
November 17, 2013 @ 9:48 AM
વાહ કવિજી….મને ક્યાં ખબરઃ હું છું વ્હેતો પવન….
આ મારું હાયગા શ્રી ચિનુભાઇને અર્પણ
કેડી લપાઇ
વને ઠેકઠેકાણે
વ્હેતો પવન
Chandresh Thakore said,
November 17, 2013 @ 10:53 AM
વાહ, ચિનુભાઈ સરસ …
ગઝલને થયું: છે આ ‘ઈર્શાદ’ તો
ઠરીઠામ ઠરવાનો મોકો મળ્યો. … આવા શેરની ખુમારી તો તમારા જેવો કવિ જ કરી શકે!!
shriya said,
November 17, 2013 @ 3:16 PM
ખુબ ગમીઃ
બચતમાં હતાં અશ્રુઓ એટલે
નયન બન્ને ભરવાનો મોકો મળ્યો.
મુસીબત પડી એ તો સારું થયું,
સ્વજનને તો સરવાનો મોકો મળ્યો.
rasikbhai said,
November 18, 2013 @ 10:35 AM
સુન્દર કવિતા ચાખ્વા નો અનોખો મોકો મલ્યો.
Harshad Mistry said,
November 23, 2013 @ 9:40 PM
really liked it,felt it and enjoyed it.