દફ્તરને ગુસ્સો આવ્યો…
*
૧૪ નવેમ્બર… બાળદિન… મારા દીકરા સ્વયમની પણ વર્ષગાંઠ… એક બાળગીતની મજા લઈએ…
*
દફ્તરને ગુસ્સો આવ્યો, એ કોઠીમાં સંતાયું,
વીસ વરસ પહેલાંનું દફ્તર સપનામાં કેમ આવ્યું ?
વીસ વરસ પહેલાંનું દફ્તર – સળેખડું ને સોટી,
રંગ-રંગના વાદળિયાંની ભીતર ભરી લખોટી;
સપનાં ખિલખિલ કરતાં ખેંચે એક-મેકની ચોટી,
ભૂલ થઈ ક્યાં, ક્યારે? આજે પડી ગણતરી ખોટી,
વીસ વરસમાં દફ્તર ક્યાંથી ક્યાં જઈ પટકાયું?
સંતાકૂકડી, ખોખો, લંગડી પાડે છે પોકાર,
શેરી-ગલીઓ-મેદાનો પર કેવો અત્યાચાર ?
પગલાંઓને બદલે શાને રુંધે છે સુનકાર ?
ભાર વિનાનું ભણતર કે ભણતર વિનાનો ભાર ?
ટીવી ને કમ્પ્યૂટર નીચે પગપણું કચડાયું…
દફ્તરને ગુસ્સો આવ્યો, એ કોઠીમાં સંતાયું.
દફ્તરમાં તૂટી ગ્યાં સઘળાં સપનાંઓ ધડુમ…
ટાઇમ-ટેબલ તો રહી ગયું પણ ટાઇમ થયો છે ગુમ;
દફ્તરમાં ઠાંસી છે ચોપડીઓની લૂમેલૂમ,
થોડી જગ્યા માંડ બચી ત્યાં ટ્યુશન પાડે બૂમ.
સ્કૂલ અને ટ્યુશનની વચ્ચે દફ્તર કેમ પિસાયું?
દફ્તરને ગુસ્સો આવ્યો, એ કોઠીમાં સંતાયું
– વિવેક મનહર ટેલર
(૩૧-૧૨-૨૦૧૧/ ૧૭-૦૨-૨૦૧૩)
Shailesh Pandya BHINASH said,
November 14, 2013 @ 1:07 AM
Happy birthday dear swayam……
My all best wishes with you…
મયન્ક ત્રિવેદિ said,
November 14, 2013 @ 3:11 AM
વિવેક્ભાઇ મઝા પડી ગઇ
mukesh vora said,
November 14, 2013 @ 3:47 AM
ખરેખર ફરી બાળક મન થાય છે અને આ gadgets દુનિયાથી દુર પેલી સાચી રમતો રમવાનું મન થાય છે…
છે તમારી પાસે પેલું rewind નું બટન
સ્વયમ ને જન્મદિવસ મુબારક
Rajendra karnik said,
November 14, 2013 @ 4:52 AM
૭૦ વર્ષ પાછળ લઇ જવા બદ્દ્દ્લ દુ:ખ નથી થયું પણ હ્રુદય પુર્વક્ના અભિનંદન.
ravindra Sankalia said,
November 14, 2013 @ 7:31 AM
આ બાળ્ગીત બહુ ગમ્યુ. બાળપણ ખોવાયુ બાળપણની બધી રમતો ભુલાઇ ગૈ એનો વસવસો એનુ દર્દ ખુબ સરસ રીતે વ્યક્ત થયુ છે.
Ari Krishna said,
November 14, 2013 @ 11:25 AM
ખુબ સુન્દર બાલદિન નેી ઝાખિ કરાવતેી ભેટ છે…
ભૂપેન્દ્ર ગૌદાણા,વડોદરા said,
November 14, 2013 @ 11:37 AM
ભાર વિનાનું ભણતર કે ભણતર વિના નો ભાર ? એ કોયડો તો છેજ, પરંતુ… સમય ની માંગ છે એટલે કાબિલ બનવા કે સમાજમાં સ્થાન નિશ્ચિત કરવા પણ ” ડીગ્રી” વગર ચાલવાનું તો નથીજ! સ્વયંમ ને જન્મ દિવસની હાર્દીક શુભચ્છા !
Maheshchandra Naik (Canada) said,
November 14, 2013 @ 11:55 AM
સરસ બાળગીત,શૈશવને યાદ કરતા,બાળપણને યાદ કરાવવા બદલ ડો.વિવેક્ભઈ આપનો આભાર, અલબત્ત સ્વંયમને ખુબ ખુબ શુભકામનાઓ અને જન્મદિવસ મુબારક…………………………..
lata j hirani said,
November 14, 2013 @ 11:57 AM
bahu majanu geet… happy birthday swayam…
Sudhir Patel said,
November 14, 2013 @ 1:48 PM
સુંદર બાળગીત!
ચિ. સ્વયમ ને જન્મ-દિનના હાર્દિક અભિનંદન!
સુધીર પટેલ.
mahesh dalal said,
November 15, 2013 @ 11:52 AM
વાચતાખુબ મજા પડી સરસ્
Harshad Mistry said,
November 15, 2013 @ 8:53 PM
Beautiful,
Happy belated Birth Day to Swayam!!!!
God bless you my dear.
Ashish!!!