અલવિદા હિમાંશુભાઈ! સલામ હિમાંશુભાઈ !
આપણા યુવાન કવિ હિમાંશુભાઈ ભટ્ટનું આજે અવસાન થયું છે. ગુજરાતી કાવ્યજગતમાં મોટાભાગના લોકો એમની કેન્સર સાથેની લડતથી વાકેફ જ હતા. એ બહુ સમયથી મોતને નજીક આવતુ જોતા’તા. આવા અઘરા સમયમા પણ એમના વિચારો અને લાગણીની સ્પષ્ટતા ડગી નહોતી. આ આખી જીંદગીની ગઝલ-રચના કરતા ય મોટી સિદ્ધિ છે. શબ્દોને કાગળ પર રમતા મૂકવાનુ કામ સહેલું છે, પણ એને જીવનમાં જીવી બતાવવાનું કામ ભાગ્યે જ કોઈ કરી શકે છે. અલવિદા હિમાંશુભાઈ! સલામ હિમાંશુભાઈ!
ચાલો પછી તો આપણે મળશું ફરી કદી
બાકી રહી જે વાત તે કરશું ફરી કદી
ભીનાશ કોઇ પણ હવે તો સ્પર્શતી નથી
ઝાકળ થઇને ફુલથી ઝરશું ફરી કદી
ઘરથી પરે આ ઘર કર્યું, ચાલો ભલું થયું
શું મેળવ્યું ને શું ગયું? કળશું ફરી કદી
ગુંજ્યા કરે છે ચોતરફ, પડઘા અતિતના
વાળીને આજ, કાલમાં વળશું ફરી કદી
મારામાં પણ હવે કદી, હું કયાં મળું છું દોસ્ત?
મળશે ફરી જો ‘હું’ કદી, મળશું ફરી કદી
– હિમાંશુ ભટ્ટ (૨૦૦૪)
Nishendu said,
October 29, 2013 @ 12:01 AM
This is a very sad evening for all of us in Dallas. I will miss him a lot. I feel very sad. Funeral is tomorrow in Dallas
વિવેક said,
October 29, 2013 @ 1:01 AM
હૃદયપૂર્વકની શ્રદ્ધાંજલિ !
હિમાંશુભાઈનો અમર થવા સર્જાયેલો શેર યાદ આવે છે:
ન હો જો કશું તો, અભાવો નડે છે,
મળે જો બધું તો, સ્વભાવો નડે છે.
Rina said,
October 29, 2013 @ 1:24 AM
May his soul rest in peace……..
deepak said,
October 29, 2013 @ 1:39 AM
હૃદયપૂર્વકની શ્રદ્ધાંજલિ !!!
Arun said,
October 29, 2013 @ 3:33 AM
ભગવાન એમના આત્માને શાન્તિ અર્પે. ફેમિલિને શક્તિ પ્રદાન કરે.
Nilam gundaraniya said,
October 29, 2013 @ 4:54 AM
RIP…
jahnvi antani said,
October 29, 2013 @ 6:24 AM
ઘરથી પરે આ ઘર કર્યું, ચાલો ભલું થયું
શું મેળવ્યું ને શું ગયું? કળશું ફરી કદી
મારામાં પણ હવે કદી, હું કયાં મળું છું દોસ્ત?
મળશે ફરી જો ‘હું’ કદી, મળશું ફરી કદી…… વાહ શબ્દો …. !! RIP
ravindra Sankalia said,
October 29, 2013 @ 7:18 AM
હિમાન્શુભઐને હ્રિદયપુર્વકની શ્રદ્ધાન્જલિ. મળ્શુ ફરી કદિ એ એમની આખરી ગઝલ વાન્ચતા લાગે કે હવે આ ફાની દુનિયામાથી વિદાય થવાનુ છે તેનો અણસાર એમને આવી ગયો હતો.
Sureshkumar G Vithalani said,
October 29, 2013 @ 7:34 AM
IT IS VERY SAD TO KNOW THAT ONE OF THE BEST POET OF GUJARATI LANGUAGE IS NO MORE AT VERY YOUNG AGE. MY SINCERE CONDOLENCE TO HIS ALL FAMILY MEMBERS AND FRIENDS. TO LIVE IN THE HEARTS YOU LEAVE BEHIND IS NOT TO DIE. HE WILL LIVE FOR EVER IN THE HEARTS OF ALL HIS LOVED ONES AND THE LOVERS OF HIS POETRY. MAY HIS GREAT SOUL REST IN PEACE.
મીના છેડા said,
October 29, 2013 @ 7:57 AM
ન હો જો કશું તો, અભાવો નડે છે,
મળે જો બધું તો, સ્વભાવો નડે છે.
મુંબઈ આવતાં એ પહેલાં જ ઈમેલની આપ લે ચાલુ થઈ જતી…. પછી સાથે બેસીને સાહિત્યની વાતો થતી ને પછી ફરી મળવાની વાતો….
આઘાત આ રીતે આવી મળશે એ નહોતી જાણતી…
હૃદયપૂર્વકની શ્રદ્ધાંજલિ !
નિમિષા દલાલ said,
October 29, 2013 @ 9:11 AM
જે જેીવ આવ્યો આપ પસે ચરણમાઁ અપનાવજો,
પરમાત્મા એ આત્માને શાંતિ સાચી આપજો ….
Devika Dhruva said,
October 29, 2013 @ 10:34 AM
આંસુભીની મૂક શ્રધ્ધાંજલિ અને હ્રદયપૂર્વક પ્રાર્થના.
CHANDRAKANT PARIKH said,
October 29, 2013 @ 10:42 AM
MAY AL MIGHTY SHOWER ALL HIS BLESSINGS ON THE DEPARTED SOUL FOR ETERNAL PEACE IN HIS NEW HEAVENLY ABODE AND PROVIDE ENOUGH STRENGTH TO ALL THE BEREAVED FAMILY MEMBERS TO BEAR THE SHOCK AND GRIEF.
Vinod Dave said,
October 29, 2013 @ 10:58 AM
RIP
urvashi parekh said,
October 29, 2013 @ 11:43 AM
bhagwan temna atma ne param shanti ape.
suresh shah said,
October 29, 2013 @ 12:01 PM
Himanshubhai we will ever remember you. May your soul rest in a peace.
Sureshbhai shah
perpoto said,
October 29, 2013 @ 12:03 PM
મળશે ફરી જો “હું” કદી, મળશું ફરી કદી…
જાગ્રત કવિ…સમયથી પર થૈ ગયો…
ભૂપેન્દ્ર ગૌદાણા,વડોદરા said,
October 29, 2013 @ 2:11 PM
મારામાં પણ હવે કદી, હું કયાં મળું છું દોસ્ત?
મળશે ફરી જો ‘હું’ કદી, મળશું ફરી કદી
– હિમાંશુ ભટ્ટ (૨૦૦૪)
બસ , ર્હદ્યપુર્વકની શ્રદ્ધાંજલી ! સંવેદનશીલ કવિ હંમેશાં સમયથિ પર છતાં અગમનામ એંધાણ પારખી- સ્વિકારી શકે એજ એમનું કવિપણું!
pragnaju said,
October 29, 2013 @ 2:33 PM
હૃદયપૂર્વકની શ્રદ્ધાંજલિ !
યાદ રહેશે
ગુંજ્યા કરે છે ચોતરફ, પડઘા અતિતના
વાળીને આજ, કાલમાં વળશું ફરી કદી
મારામાં પણ હવે કદી, હું કયાં મળું છું દોસ્ત?
મળશે ફરી જો ‘હું’ કદી, મળશું ફરી કદી
સુરેશ જાની said,
October 29, 2013 @ 3:42 PM
તેમની સાથે ગાળેલી ક્ષણોની યાદો કદી નહીં વિસરાય.
himanshu patel said,
October 29, 2013 @ 7:35 PM
RIP
Sangita said,
October 29, 2013 @ 8:05 PM
I agree with Nishendubhai. It is indeed a very difficult time for people in Dallas especially his family and close friends.
Prayers that Himanshubhai’s soul rest in peace and God give strength to his family and friends and fans to bear this great loss.
Shah Pravinchandra Kasturchand said,
October 29, 2013 @ 9:05 PM
પ્રભુ એમની આગળની આ સફરને તંદુરસ્ત બનાવે એવી પ્રાર્થના !!!
Harshad said,
October 29, 2013 @ 10:12 PM
Not ready to accept this. Himanshu always with us and every words of the every poet. He will smile to us through Laystero and will show us his feelings through every words.
God keep his soul in peace and bless courage to his family and us to accept this truth.
Laxmikant Thakkar said,
October 29, 2013 @ 11:11 PM
“ગુંજ્યા કરે છે ચોતરફ, પડઘા અતિતના
વાળીને આજ, કાલમાં વળશું ફરી કદી”
જે છે તે આ જ મૂડી ….સાચવીને વાપરવી ….
આવતી કાલની આશા શાશ્વત છે …જ …
-સલામ .
-લા’ /૩૦-૧૦-૧૩
mukesh joshi said,
October 29, 2013 @ 11:28 PM
એક દોસ્ત નુ જવુ બહુ આઘાત્જનક હોય છ્
P. P. M A N K A D said,
October 30, 2013 @ 2:35 AM
Poets/writers secure their everlasting place in the hearts of their fans by their poetry/literature. May his almighty bestow upon Shri Bhatt eternal peace.
Upendraroy nanavati said,
October 30, 2013 @ 10:53 AM
DALL(as) Na Aa Samachare AmaNe DAAL Banavi Didha ……….Prabhu ni kala AKAL CHHE??…….VANDAN HimanshubhaiNe……..
sudhir patel said,
October 30, 2013 @ 3:51 PM
કવિશ્રીને હૃદયપૂર્વક શ્રધ્ધાંજલી!
સુધીર પટેલ.
Nilesh Rana said,
October 31, 2013 @ 7:05 PM
હિમાન્શુ ,
એક સાચો મિત્ર ગુમાવ્યો ,અલવિદા કવિ
નીલેશ રાણા
Rekha shukla(Chicago) said,
November 6, 2013 @ 9:43 PM
નૈન છિન્દ્ન્તિ શસ્ત્રાણિ નૈનં દહતિ પાવકઃ!
ન ચૈનં કલેદય્ન્ત્યાપો ન શોષયતિ મારુતઃ!!
અમર તો કર્મોની સુવાસ રહે છે
માટી નો દેહ ભલે માટીમાં ભળે છે
સ્નેહ-સંસ્કાર નો એમનો વારસો
વ્રુક્ષ બની ને છાયો આપતો રહે છે
તમે છો અને રહેશો સદાયે સાથે એજ “શ્રધ્ધા”
અર્પણ આત્માનું આંસુ, એ જ “અંજલી”
—રેખા મહેશકુમાર શુક્લ
vinod said,
November 24, 2013 @ 2:22 AM
May his Soul rest in piece
We will miss u ir
Bipin Desai said,
September 6, 2014 @ 10:09 PM
હીમાંશુ નો અમ્ને બ્ધા ને ખુબ લાગ્યો…
Bipin Desai said,
September 6, 2014 @ 10:14 PM
Sorry for the mistakes.. Himanshu was very dear and near to us all…May his soul rest in peace…
Harshad said,
March 24, 2015 @ 2:05 PM
Heart touching. Anek chhabio chhe hradayna album ma.Ek Himanshu pan Ema jodayne memory bani gaya.