પોતપોતાની સમજ છે કેદની,
પોતપોતાની ગૂંથેલી જાળ છે.
વંચિત કુકમાવાલા

કેમ ? – જિગર જોષી

તને સમજાવું બોલ હવે કેમ ?
હૈયાની નમણી શી ભીંત ઉપર આજ અઢી અક્ષરની ટાંગી છે ફ્રેમ
તને સમજાવું બોલ હવે કેમ ?

હોંઠોના ઓરડાને તાળાઓ દૈ અમે કૂંચીઓ ફેંકી તળાવમાં
મનગમતા મૌનની ભાષાઓ શિખવાને આવ્યા છઇ આંખોની વાવમાં

હાથોમાં લજ્જાની મહેંદી મૂકી‘તી એના રંગોથી છલક્યો છે ડેમ
તને સમજાવું બોલ હવે કેમ ?

તાજા કોઇ સ્પર્શોના ફૂલોની વેણી એમ ગૂંથી છે શરમાઈ કેશમાં
વેણીના ફૂલો પર બાઝેલી ઝાકળ જેમ પ્રસરી જાય જિવતરના દેશમાં
ટમટમતું રહેવું છે કાળી આ રાતોમાં શ્રધ્ધાના ફાનસની જેમ
તને સમજાવું બોલ હવે કેમ ?

8 Comments »

  1. વિવેક said,

    October 14, 2013 @ 9:01 AM

    મજાનું ગીત… કલ્પનો જે રીતે એક-મેકમાં દડતા રહે છે એ મજાનાં ચિત્રો દોરી આપે છે…

  2. ravindra Sankalia said,

    October 14, 2013 @ 9:05 AM

    હાથોના ઓરડાને તાળાઓ દઈ, હાથોમા લજ્જાની મેન્દી મુકી, શ્ર્દ્ધાના ફાનસની જેમ આ પન્ક્તિઓ મા શબ્દોની પસન્દગી બેનમુન છે.

  3. rasikbhai said,

    October 14, 2013 @ 11:42 AM

    જિગર્ભાઇ જિગર ઉલેચિ ને સરસ ગિત આપ્યુ. . હજિ બિજા ગિતો નિ ચહ મા .

  4. perpoto said,

    October 14, 2013 @ 12:02 PM

    મૌન વર્ણવવા કેટલાં શબ્દોનો સંહાર કરવો પડે છે….

  5. Ashok Mehta said,

    October 14, 2013 @ 2:30 PM

    Jigarbhai, Khoob Sundar Geet! Aapshrie kaink navtar Roopako pryoji Rasiu geet
    aapyun chhe. Aamaj Gujarati Sahitya ma vaividhya sabhar Rachnao
    Rahe tyan sudhi Gujarati Sahitya nu Gaurav Akbandh Chhe.Thanks!

    With Regars.

  6. M.D.Gandhi, U.S.A. said,

    October 15, 2013 @ 12:09 AM

    મજાનું ગીત.

  7. jigar joshi prem said,

    October 15, 2013 @ 12:49 AM

    આપ સહુ મિત્રોનો આભાર ! દરેક કાવ્યપ્રકારની એક નોખી જ મજા હોય છે. ગીત – કાવ્યપ્રકાર એ પણ એકનોખા વિશ્વના દર્શન કરાવે છે.

    લયસ્તરો ટીમ અને આપ સહુ સર્જક – ભાવક સન્મિત્રોનો હ્રદયપુર્વક આભાર

  8. Harshad Mistry said,

    October 16, 2013 @ 7:40 PM

    BEAUTIFUL!!!

RSS feed for comments on this post · TrackBack URI

Leave a Comment