એક જણ સાચું રડે તો બહુ થયું,
મૌન ક્યાં આખી સભાનું જોઈએ ?
ચિનુ મોદી ‘ઈર્શાદ’

તારા પગ – પાબ્લો નેરુદા

જ્યારે હું તારા ચહેરાને નથી જોઈ શક્તો
તારા પગ જોઉં છું.
મરોડદાર હાડકાવાળા તારા પગ,
નાના અને સખત તારા પગ.
હું જાણું છું કે તેઓ તને આધાર આપે છે
,
અને એ પણ કે તારું મીઠડું વજન પણ
તેઓ જ ઉપાડે છે.

તારી કમર અને તારા સ્તન,
તારા સ્તનાગ્રના બેવડા જાબુંડી,
હમણાં જ દૂર ઊડી ગયેલ
તારી આંખોના ગોખલાઓ,
ફળની પહોળી ફાડ સમું તારું મોં,
તારા રાતા કેશ,
મારો નાનકડો મિનાર
પણ હું તો તારા પગને પ્રેમ કરું છું
ફક્ત એ કારણે કે તેઓ ચાલે છે
ધરતી ઉપર અને ચાલે છે
પવન પર અને પાણી પર
,
ત્યાં સુધી જ્યાં સુધી તેઓ મને શોધી નથી લેતા.

-પાબ્લો નેરુદા
(અંગ્રેજી અનુવાદના આધારે ગુજરાતી અનુવાદ: વિવેક મનહર ટેલર)

થોડા સમય પહેલાં ધવલે El Postino (The Postman) ફિલ્મની ડીવીડી મોકલી હતી. એ ફિલ્મ જોઈ ત્યારે પાબ્લો નેરુદાના વધુ પરિચયમાં આવ્યો. ચીલીના પારેલ ગામમાં ૧૨-૦૭-૧૯૦૪ના રોજ જન્મેલા પાબ્લો નેરુદા વીસમી સદીના સૌથી સશક્ત કવિઓમાંના એક છે. રાજકારણમાં શરૂથી અંત સુધી સક્રિય રહેનાર આ કવિની કવિતાઓ અત્યંત મસૃણ પ્રણયોર્મિની દ્યોતક છે. દક્ષિણ અમેરિકાના જંગલાચ્છાદિત ગ્રામ્ય વિસ્તારમાં વીતેલ એમનું બાળપણ એમની કવિતાઓમાં સતત ડોકાતું રહે છે. પ્રકૃતિ, પ્રણય અને જીવન-દર્શન એમની કવિતાના પ્રધાન કાકુ. ગઈ સદીના કવિતાના મહાસાગર સમા આ કવિના કાવ્ય-સાગરમાં શંખ-છીપલાં, પરવાળાં, અદભુત વનસ્પતિઓ, સપ્તરંગી માછલીઓ ઉપરાંત ઘણું બધું એવું છે જે અલૌકિકને લૌકિકતા બક્ષે છે… ઈ.સ. ૧૯૫૦માં એમને વિશ્વ શાંતિ પુરસ્કાર મળ્યો. ૧૯૭૩માં એમને કવિતા માટે નોબલ પુરસ્કાર મળ્યો અને એ જ વર્ષે ૨૩-૦૯-૧૯૭૩ના રોજ એમનું નિધન થયું.

6 Comments »

  1. વિવેક said,

    June 22, 2008 @ 12:32 AM

    મૂળ સ્પેનિશ કવિતાનો અંગ્રેજી અનુવાદ:

    Your Feet

    When I cannot look at your face
    I look at your feet.

    Your feet of arched bone,
    your hard little feet.

    I know that they support you,
    and that your sweet weight
    rises upon them.

    Your waist and your breasts,
    the doubled purple
    of your nipples,

    the sockets of your eyes
    that have just flown away,

    your wide fruit mouth,
    your red tresses,
    my little tower.

    But I love your feet
    only because they walked
    upon the earth and upon
    the wind and upon the waters,
    until they found me.

    -Pablo Neruda

  2. pragnaju said,

    June 22, 2008 @ 1:23 PM

    કવિ પાબ્લો નેરુદા પોતાનાં સંસ્મરણો પર લખેલા પુસ્તકમાં નવરાશનો મહિમા કરે છે અને ત્યાં સુધી કહે છે કે ‘સમય વેડફવા જેવી સુંદર બીજી કોઈ ચીજ નથી.’ અહીં સમય વેડફવાની વાત સાથે મોકળાશનું સૌંદર્ય કેન્દ્રમાં રહેલું છે. નેફતાલી રિકાર્ડો રેયેઝ બાસોઆલ્ટોની વિવેકે મૂકેલી મૂળ કવિતાનાં સંદર્ભમા “તારા પગ” માણવાની મઝા આવી.
    આ સાથે તેમની મને ગમતી કૃતિ…
    હું તને પ્રેમ નથી કરતો
    સિવાય એ કારણ કે હું તને પ્રેમ કરું છું
    હું પ્રેમથી વિખૂટો પડું છું, તને પ્રેમ નહીં કરવા માટે.
    ઈંતેજાર ની પગ દંડી પર, તારી રાહ ન જોવા માટે,
    મારું હૃદય શીતળતાથી અગ્નિ પ્રતિ પ્રયાણ કરી રહ્યું છે,

    હું ફકત તને ચાહું છું,
    કારણકે તું છે જેને હું પ્રેમ કરું છું.
    હું તને અતલ ઉંડાણથી ધિક્કારું છું,
    અને ધિક્કારતો રહું છું,
    તારા પ્રતિ ઢળી જાઉં છું,
    અને મારા બદલાતા પ્રેમને પરિમાણું છું.
    હું તને નિહાળી નથી શકતો,
    કિંતુ તને આંધળો પ્રેમ કરું છું.

    કદાચ જાન્યુઆરીનો પ્રકાશ !
    ઝુંટવી લેશે,
    મારા હૈયાને, એના નિર્દય કિરણોથી,
    અને વાસ્તવિક શાંતિની
    મારી માનસિક ચાવીને .

    વાર્તાના આ અંક માં
    હું તે છું, જે મૃત્યુ પામે છે,
    હું એકલોજ ,
    પ્રેમ માટે મૃત્યુ વહોરીશ,
    કારણકે, હું તને ચાહું છું.
    કારણકે હું તને ચાહું છું,_આગ અને લોહીમાં હું તને ચાહું છું
    (અંગેજી માંથી અનુવાદ_ વફા)

  3. ધવલ said,

    June 22, 2008 @ 10:39 PM

    નેરુદાની કવિતાઓ તો મહામૂલા મણિ જેવી છે. કવિઓ જે કવિતા જીવીને પછી એને શબ્દમાં ઉતારે છે એમની વાત જ અલગ છે !

  4. Pinki said,

    June 24, 2008 @ 9:47 AM

    પણ હું તો તારા પગને પ્રેમ કરું છું
    ફક્ત એ કારણે કે તેઓ ચાલે છે
    ધરતી ઉપર અને ચાલે છે
    પવન પર અને પાણી પર,
    ત્યાં સુધી જ્યાં સુધી તેઓ મને શોધી નથી લેતા.

    ખૂબ સ-રસ…..
    વિવેકભાઈ ભાવાનુવાદ સુંદર …….

  5. jigar said,

    June 24, 2009 @ 9:34 AM

    મારી મહેફીલ

    મહોબ્બતની મહેફીલ સજાવી બેઠા છે,
    હૈયાનુ બધુ હોથ પર લાવી બેઠા છે.

    પોતે મહેફીલમાં લોકોને તરબોળ કર્યા છે,
    બસ! પ્રિયેની તારીફ કરતા બેઠા છે.

    ક્રરીને ખુદને પાગલ એમની ચાહમાં,
    અમારુ સર્વસ્વ એમને અર્પિ બેઠા છે.

    કહ્યુ કે આવડ્તુ નથી વર્ણન એમનુ મને,
    ઍમનાથી જ સઘળી પંક્તિ લખતા બેઠા છે.

    કરુ શું હું વર્ણન એમનુ હુ બે કડિમાં,
    દિલમાં ગ્રંથ લખવાની તમન્ના લઈ બેઠા છે.

    પુછ્યુ કોઇકે કે મળ્યો ઈન્સાફ પ્રેમમાં,
    કહ્યુ, ખુશીને આંસુંમાં વહાવી બેઠા છે.

    મહેફિલમાં શું કહું કારણ મારી ખુશીનું,
    કે આંસુને ખુશીમાં રુપાંતર કરી બેઠા છે.

    હવે તો ઉડાવે છે. મજાક લોકો મારા પછી,
    મહેફીલ માં જીગર ને તમાશો બનવી બેઠા છે.

    -”જીગર”

  6. dinesh gogari said,

    October 14, 2017 @ 5:12 AM

    કરુ શું હું વર્ણન એમનુ હુ બે કડિમાં,
    દિલમાં ગ્રંથ લખવાની તમન્ના લઈ બેઠા છે.

RSS feed for comments on this post · TrackBack URI

Leave a Comment